________________
થઈ તો એની શિક્ષા ભોગવવી આ બધી વિશિષ્ટતાઓ જોઈ શિષ્ય તો આભો જ બની ગયો.
કેટલાંક સંયમીઓને એવી ટેવ હોય છે કે ગોચરી માંડલીમાં વાપરતા જાય અને વાપરતા વાપરતા વાતચીત પણ કરતા જાય. આમાં પુષ્કળ જ્ઞાનાવરણીય કર્મ બંધાય. જુના વડીલો તો એટલા બધા કટ્ટર હતા કે ગોચરી વાપરતા કંઇક એકાદ વાક્ય બોલવાની જરૂર પડે તો ત્રણ-ત્રણ વાર પાણીના કોગળાથી મોઢું બરાબર સ્વચ્છ કરી,“મોઢામાં એકપણ દાણો રહી ગયો નથી ને ?” એની ભારે ચીવટ કર્યા બાદ જ બોલે. આ ખૂબ સુંદર પરંપરા આપણે બધાએ જાળવવી જોઈએ.
આમાં બીજો લાભ એ થાય કે ગોચરી વાપરતી વખતે બોલવાનું ન હોવાથી શાંતિ રહે, ગોચરી ઝડપથી વપરાય એટલે ૪૮ મિનિટમાં સંમૂચ્છિમ થવાની શક્યતા પણ ન રહે. બાકી વાતો કરવામાં તો ક્યારેક કલાક-દોઢ કલાક થઈ જાય તો ય ખબર ન પડે. સંમૂર્ચ્છિમની વિરાધનાં થાય. જેટલું ઓછું બોલાય એટલું સારું જ છે.
૧૧. માત્રાનો પ્યાલો કે સ્થંડિલનો પ્યાલો હાથમાં હોય ત્યારે હું નહિ બોલું :
માત્રાનો કે સ્થંડિલનો પ્યાલો ખાલી હોય કે ભરેલો હોય તો પણ એ અશુચિનું સાધન હોવાથી એ હાથમાં હોય તો બોલાય નહિ. બોલવાની જરૂર પડે તો પ્યાલો જમીન ઉપર મૂકી પછી બોલી શકાય. એમ એક હાથમાં પ્યાલો હોય અને બીજા હાથમાં પુસ્તક ઉપાડીએ તો એ પણ ઉચિત નથી લાગતું. છતાં આ બાબતમાં જે સમુદાયમાં જે વ્યવહાર હોય, તે સમુદાયના સંયમીઓએ તે જ પ્રમાણે વ્યવહાર કરવો. આ વાંચીને સમુદાયનો વ્યવહાર તોડવાનું કામ કોઈએ ન કરવું.
૧૨. હું પુસ્તકોને કે વડીલોને પીઠ થાય એ રીતે નહિ બેસું :
દેવ અને ગુરુને આપણે કદિ પીઠ નથી કરતા. તો પુસ્તકો પણ એટલા જ મહાન છે. શાસ્ત્રકારોએ તો દ્વાદશાંગી=શ્રુતજ્ઞાનને જ તીર્થ કહ્યું છે. અને ખુદ તીર્થંકર દેવો એ શ્રુતજ્ઞાન રૂપ તીર્થને નમસ્કાર કરે છે. એટલે પુસ્તકો, પ્રતોને પીઠ ન જ કરાય.
ઉપાશ્રયમાં ચારે બાજુ સંયમીઓ બેઠેલા હોય અને બધાના સ્થાને પુસ્તકાદિ પડેલા હોય. દરેક સંયમીએ બેસતી વખતે ઉપયોગ મૂકવો કે “મારી પીઠ પુસ્તકો સામે તો નથી થતી ને ?”
ઘણીવાર ઉપાશ્રયમાં જ જ્ઞાનભંડારના કબાટો હોય છે. એમાં જો બંધ કબાટો હોય તો એની સામે પીઠ કરવામાં હજી વાંધો નથી. પણ જો એ કબાટો કાચવાળા હોય અને એટલે પુસ્તકો દેખાતા હોય તો પછી એ તરફ પીઠ ન કરાય.
પુસ્તકની જેમ આપણા કરતા વડીલ કોઈપણ સંયમી આપણા માટે વંદનીય છે. એમને પણ પીઠ ન કરાય. એટલે ઉપાશ્રયમાં એવી રીતે જ બેસવું કે વડીલ મુનિઓને પીઠ ન થાય.
વડીલો પ્રત્યે હૃદયમાં બહુમાન હોય તો જ આ શક્ય બને. નહિ તો પછી ઉપેક્ષા થાય. વડીલોને પીઠ કરનાર સંયમી ચારિત્રની આશાતના કરનારો બને. માટે જ વડીલની આગળ ચાલવાનો પણ નિષેધ કેમકે એ રીતે ચાલવામાં વડીલને પીઠ થાય અને લોકમાં પણ ખરાબ લાગે. (રસ્તો બતાવવા વગેરે કારણસર આગળ ચાલવું પડે તો એનો વાંધો નથી.)
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૩૪)