________________
જિનાજ્ઞાનો ભંગ કરવો ?
૫. હું દંડાસનથી જ કાજો લઈશ, અને સુપડીમાં ભેગો કરીને પરઠવીશ :
કેટલાંક સંયમીઓ એવું પણ કરે છે કે ઇરિયાવહિ કરીને પછી ઓઘાથી કાજો લે છે. ઓઘાથી કાજો ન લેવાય. કાજો દંડાસનથી જ લેવાય. વળી કેટલાંકો દંડાસનથી કાજો તો લે, પણ એને હવામાં જ ઉડાડી દે છે. એને ભેગો કરીને સુપડીમાં લઈને નથી પરઠવતા. કેટલાંકો તો વિશાળ હોલમાં કાજો લેવાનો હોય તો માત્ર દંડાસન જ જોર-જોરથી ફેરવી દે છે. આ કાજો લીધેલો કહેવાય ? કે કાજો ઉડાડેલો કહેવાય ?
સમ્યગ્ આચાર આ છે કે દંડાસન દ્વારા એક જગ્યાએ બધો કાજો ભેગો કરવો અને પછી સુપડીમાં લઈને એને યોગ્ય સ્થાને પરઠવવો. સુપડી રાખવી જ ન પડે એ માટે સુપડીનો ઉપયોગ જ બંધ કરી દેવો એ ઉચિત નથી જ.
જો કાજો બરાબર લેવામાં આવે તો ઉપાશ્રય સ્વચ્છ રહે. અને તો પછી ઉપધિ મેલી ન થાય. વારંવાર ઉપધિનો કાપ કાઢવો ન પડે. (અલબત્ત આજે ઉપાશ્રયો સ્વચ્છ રહે છે ખરાં. પણ એ નોકરોના કચરા-પોતા દ્વારા સ્વચ્છ રહે છે. નોકરો સંયમી નિમિત્તે કચરા-પોતા કરે એટલે એમાં જે કંઇ પણ કીડી વગેરે જીવોની, કાચા-પાણી વગેરેની વિરાધના થાય એની અનુમોદનાનો દોષ સંયમીને લાગે.)
માત્ર સ્વાધ્યાય જ નહિ, કોઇપણ ક્રિયા કાજો લીધા વિનાના સ્થાનમાં ન કરાય. વિહાર કરીને આવેલા કેટલાંક સંયમીઓ કાજો લીધા વિનાના સ્થાનમાં જ બપોરે આરામ કરતા હોય છે એવું પણ જોયું છે. એમ કેટલાંકો કાજા વિનાના સ્થાનમાં જ ગોચરી વગેરે વાપરતા પણ જોયા છે. આ બધું ઉચિત નથી જ. પ્રત્યેક સંયમીમાં આ સાવ સામાન્ય બાબતની કટ્ટરતા તો હોવી જ જોઈએ. આવી નાની-નાની વાતોમાં બાંધછોડ કરનારાઓ છેલ્લે મોટી બાબતોમાં પણ છૂટછાટવાળા બનીને આત્માને દીર્ઘસંસારી બનાવી દેતા હોય છે. હા ! સાંજે રસ્તામાં પાણી ચૂકવવાદિ માટે બેસવું પડે તો એ વખતે કાજો ન લે તો હજી ચાલે.
૬. હું મને પાઠ આપનારા સંયમીનું ઓછામાં ઓછું એક વસ્ત્ર સવાર-સાંજ પ્રતિલેખન કરીશઃ દશવૈકાલિકમાં કહ્યું છે કે (૧૩)જે આપણને વિદ્યા આપે, શ્રુતજ્ઞાનનું દાન કરે, એ વિદ્યાગુરુનો આપણે આખી જિંદગી સુધી વિનય કરવાનો. એમનો સત્કાર કરવાનો. એમના દર્શન થતાની સાથે મસ્તક નમાવીને હાથ જોડીને નમસ્કાર ક૨વાના. હૃદયમાં એમના પ્રત્યે ખૂબ ઉછળતો બહુમાનભાવ ધારણ કરવાનો.”
હવે જ્યારે શાસ્ત્રકારોનું આવું વચન હોય ત્યારે તો વિદ્યાદાતા ગુરુના તમામ કાર્યો સંયમીએ કરી લેવા જોઈએ. એમનું બે ટાઇમનું પ્રતિલેખન, ગોચરી-પાણી વગેરે બધી જ ભક્તિ ખૂબ ઉલ્લાસ સાથે કરવી જોઈએ.
વર્તમાનકાળના એક અતિવિદ્વાન સંયમીએ મને કહ્યું કે “જ્યારે હું વિદ્યાગુરુ પાસે ભણતો હતો. ત્યારે બેય ટાઈમ એમનો ઓઘો બાંધતો. રાત્રે એમનો વ્યવસ્થિત સંથારો પાથરી દેતો. એવી બીજી પણ સારામાં સારી ભક્તિ કરતો. એ બધાના પ્રતાપે આજે આવી સંસ્કૃત ટીકાઓ રચવા જેટલી શક્તિને
સેવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૮)