________________
બને તો પછી બાકીનું સંયમજીવન એ વળગાડ વગેરેને કારણે આરાધના વિનાનું નિષ્ફળ થઈ જાય. ૪ છે એટલે જ આ અકાળમાં ઉપરોક્ત શ્લોકોનો સ્વાધ્યાય ન કરવાનો નિયમ કડક રીતે પાળવો જોઈએ. $
અકાળની જેમ અસાયમાં પણ ઉપરના ગ્રંથોનો સ્વાધ્યાય ન થાય. ચૈત્ર-આસો મહિનાની જે જ ઓળીના બાર-બાર દિવસો, ત્રણ ચોમાસી ચૌદશના અઢી-અઢી દિવસો, વગેરે અસક્ઝાયના દિવસો છે પોત-પોતાની પરંપરા પ્રમાણે જાણીને એમાં ય સ્વાધ્યાયનો ત્યાગ કરવો. આ ઉપરાંત ૧૦૦ ડગલાની જ અંદર લોહી, હાડકા, માંસ વગેરે સંબંધી અસક્ઝાય અંગે પણ ગુરુજનો પાસેથી જાણકારી મેળવીને એ જ સમય દરમ્યાન સ્વાધ્યાય ન કરવો.
૩. હું રોજ ૬/૮/૧૦ કલાકનો સ્વાધ્યાય કરીશ :
સ્વાધ્યાય એ તો સંયમજીવનનો પ્રાણ છે. સંયમજીવનમાં કોઈપણ ખાલી પડતો સમય છે ૪ સ્વાધ્યાયયોગથી પુરી દેવાનો છે. પ્રાચીનકાળમાં દૃષ્ટિપાત કરીએ તો પ્રાયઃ પ્રત્યેક સંયમીઓ ૨૪ ૪ કલાકમાંથી ઓછામાં ઓછો ૧૦-૧૨ કલાક તો સ્વાધ્યાય કરતા જ.
આજની પરિસ્થિતિ બદલાઈ છે તો પણ ૨૪ કલાકમાંથી ઓછામાં ઓછા ૬ કલાક તો સ્વાધ્યાય જ જે માટે નીકળી જ શકે. આમાં સંયમીઓ સંઘને વ્યાખ્યાન આપે, સાધ્વીજીઓ બહેનોને એક-બે કલાક છે
ધર્મોપદેશ આપે, સંયમીઓ પોતાના શિષ્યાદિને પાઠ આપે કે વાચના આપે, એ બધું જ સ્વાધ્યાયમાં જ જ ગણી શકાય.
ઉપરાંત ગાથાઓ ગોખીએ, સંસ્કૃતવાંચનાદિ કરીએ, ધાર્મિક મેગેઝીનો વાંચીએ, ધાર્મિક પુસ્તકો જ વાંચીએ એ બધો સમય પણ આ કાળમાં સ્વાધ્યાય તરીકે ગણશો તો ચાલશે. :
પણ એક ખ્યાલ રાખવો કે ઓછામાં ઓછો અડધો કલાક એક સાથે સ્વાધ્યાય કરીએ એ જ આ સ્વાધ્યાયના કલાકોમાં ગણવો. કોઈક સંયમી ૧૦ મિનિટ સ્વાધ્યાય કરે, પછી ગોચરી વાપરવા જાય. ૪ વળી પાછો ૧૫ મિનિટ સ્વાધ્યાય કરે અને પાછો ઊભો થઈ ચંડિલ જાય.... તો આવી રીતની ૧૦- ૪ ૧૫ મિનિટ સ્વાધ્યાયમાં ન ગણવી. ઉપરાંત ૧૫-૨૦ મિનિટ સ્વાધ્યાય થાય અને ત્યાં કોઇ ગૃહસ્થ છે
મળવા આવે અને એની સાથે પાંચ મિનિટ વાતો કરે અને એ પછી પાછો ૧૦ મિનિટ સ્વાધ્યાય કરે તો જ જ એ રીતે એ અડધો કલાક સ્વાધ્યાયમાં ન ગણવો.
એમ વચ્ચે વચ્ચે બીજા સંયમીઓ સાથે પણ આડી-અવળી વાતો કરે તો એ વખતનો અડધો જ છે કલાક પણ સ્વાધ્યાયમાં ન ગણવો.
હા ! અડધો કલાક દરમ્યાન કોઈક સંયમીના સ્વાધ્યાય અંગેના જ પ્રશ્નનો ઉત્તર આપીએ તો શું ચાલે. એમ સ્વયં સ્વાધ્યાય અંગેના જ પ્રશ્નો કોઈકને પુછીએ તો ચાલે. માંડલી વ્યવસ્થાપક ગોચરી નોંધવા આવે અને ગોચરી નોંધાવવી પડે તો એ પણ હજી ચાલે. વડીલો કંઈક પૂછે તો ઔચિત્ય-વિનય માટે ઉત્તર આપવો પડે તો ચાલે. પણ એ સિવાય આડી-અવળી વાતો ન ચાલે. એક સાથે અડધો કલાક સ્વાધ્યાય થાય તો જ આ સ્વાધ્યાયના કલાકોમાં એની ગણતરી કરવી.
પ્રાચીનકાળની વાત કરું તો સાંજે પ્રતિક્રમણ કર્યા બાદ સંથારાપોરિસી આવે ત્યાં સુધી આચાર્ય, ઉપાધ્યાયાદિ તમામે તમામ સંયમીઓ સ્વાધ્યાય કરતા. સંથારાપોરિસી આવે એટલે નવા દીક્ષિતો અને ૪
[ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૨)