________________
જ બધા લોકો આ જિનાજ્ઞાઓ નથી જ પાળતા ને? એમ હું ય ન પાળું તો મારું શું બગડી જવાનું છે? છે જે બધાનું થશે એ જ મારું થશે.” એવી ભાવનાને પરવશ બનીને જેઓ જિનાજ્ઞાભંજક બન્યા. તેઓ જ પોતાના અનંત સંસારને અટકાવી શક્યા નથી. ? એમ સંયમીઓ ખૂબ સુંદર આચાર-વિચારોથી સંપન્ન બની સ્વ-પરનું કલ્યાણ કરનારા બને ? છે એવા એક માત્ર ઉદ્દેશથી મેં આ પુસ્તક લખ્યું. મને તો મારી શુભ ભાવનાના પ્રતાપે પુષ્કળ કર્મક્ષય અને છે પ્રચંડ પુણ્યબંધ પ્રાપ્ત થશે જ.
જેઓ આ વાંચીને એ નિયમોને અપનાવશે. તેઓ આ જિનાજ્ઞાઓની આરાધનાઓના પ્રતાપે જ નિશ્ચિત આત્મકલ્યાણ સાધનાર શુદ્ધિ અને પરકલ્યાણમાં સહાયક પુણ્યબંધને પામશે.
પણ જેઓ એમ વિચારશે કે “બધા સંયમીઓ ક્યાં આ નિયમોને પાળે છે? ઘણા ય સંયમીઓ ? આ નિયમો પાળ્યા વિના જ સંયમજીવન જીવે છે ને? તો અમે પણ એ રીતે જ જીવીએ તો શું વાંધો? 3 ૪ જે બધાનું થશે એ જ અમારું થશે? નાહકનો આ નિયમોનો બોજો ઉપાડીને શા માટે પરેશાન થવું?” $ તેઓની રક્ષા તો એમની ભવિતવ્યતા જ કરી શકે. તેઓ માટે અત્યંત કરુણાભાવના ધારણ કર્યા જ વિના કોઈ છૂટકો જ નથી.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૨૩૪)