________________
ગણાશે.
આ પુસ્તક લખવા પાછળનું એક પ્રયોજન આ પણ છે કે આ ૨૦૦ જેટલા નિયમો જેટલા સંયમ્રીઓ સ્વીકા૨શે તે બધામાં તો આચારપાલનમાં ઘણી બધી સમાનતા આવશે જ. અને પરિણામે આચારભેદથી થનારા નુકસાનો અટકશે.
અલબત્ત, બધા સંયમીઓ બધા નિયમો સ્વીકારવાના નથી જ. કેટલાંકો જ બધા નિયમો સ્વીકારશે. કેટલાંકો ઘણા ઓછા પણ સ્વીકારે. પણ જેટલા અંશમાં આચારની સમાનતા થશે એટલા અંશમાં તો લાભ થશે જ. એટલા અંશમાં તો નુકસાન અટકશે જ. દા.ત. તિથિ બાબતમાં જો તમામ ગચ્છોનો એક સરખો આચાર થઈ જાય. તો તિથિના આચારભેદને લીધે જે નુકસાનો થતા હતા (પરસ્પર નિંદા, એકબીજાની વાતોને તોડી પાડવી, શ્રાવકોને પોતાના તરફ ખેંચવા.....વગેરે) તે તો અટકી જ જાય. હા ! બાકીના આચારભેદથી થનારા નુકશાનો ઉભા રહે.
બધી બાબતોમાં સંપૂર્ણ સફળતા તો ખુદ તીર્થંકરો પણ નથી પામતા. ચૌદ રાજલોકના સર્વજીવોને તા૨વાની એમની ઈચ્છા ક્યાં પૂર્ણ થઈ ? રે ! અનંતમાં ભાગ જેટલા જીવોને ય એ માંડ તારી શક્યા છે. કરોડ રૂપિયા કમાવાની ઈચ્છાવાળો માણસ એક રૂપિયો કમાય એના જેવી આ વાત છે કે સર્વજીવોને તા૨વાની ઈચ્છાવાળા તીર્થંકરો માંડ અતિ નાની સંખ્યાના જીવોને જ તારી શકે છે. નથી જ. પણ એમાં
એટલે કોઈપણ કાર્યમાં એનો ઉદ્દેશ સંપૂર્ણ સિદ્ધ થાય જ એવો નિયમ જેટલી વધુ સફળતા મળે એટલું લાભમાં જ છે ને ?
જો બધા જ કે ઘણા સંયમીઓ એકાસણા કરતા થઈ જાય તો ?
જો બધા જ કે ઘણા સંયમીઓ વિજાતીયનો પરિચય સંપૂર્ણ છોડી દે તો ?
જો બધા જ કે ઘણા સંયમીઓ ઈલેક્ટ્રીકના તમામ સાધનોનો સાક્ષાત્ કે પરંપરાએ વપરાશ બંધ કરી દે તો ?
જો બધા જ કે ઘણા સંયમીઓ મહીને-મહીને કાપ કાઢતા થઈ જાય તો ?
બધા જ કે ઘણા સંયમીઓ સખત સ્વાધ્યાય કરવા લાગી પડે તો ?
જો બધા જ કે ઘણા સંયમીઓ ગુરુનો પડતો બોલ ઝીલનારા બની જાય તો ?
આવી સેંકડો કલ્પનાઓ કેટલો બધો આનંદ આપનારી છે ! એકપણ કલ્પના જો ખરેખર ધરતી ઉપર અવતરે તો જિનશાસનની રોનક કેવી પલટાઈ જાય ?"
જેઓ આ ભાવનાઓ ભાવશે તેઓ ‘એ ભાવના સફળ ન બને તો ય’ માત્ર એ નિર્દોષ-શુભ ભાવનાના પ્રતાપે પ્રચંડ કર્મક્ષય અને પુષ્કળ પુણ્યબંધ તો સાધી જ લેશે. આ લાભ પણ ક્યાં નાનો છે?
બીજી બાજુ આ પણ જરૂર વિચારશો કે અરિહંતોની ભાવના ભલે સંપૂર્ણ સફળ ન થઈ. છતાં એનાથી એમને તો કોઈ નુકશાન નથી જ થતું. તેઓ તો એ ભાવનાના પ્રતાંપે સર્વોત્તમ ધર્મસામ્રાજ્યના મહારાજા બનીને મોક્ષે સિધાવી ગયા. એમ એ ભાવનાને સાકાર કરવા તેઓએ જે આજ્ઞાઓ કરી તે આજ્ઞાઓ જેમણે સ્વીકારી તેઓ પણ સિદ્ધપદ પામ્યા. પણ જેઓએ એ આજ્ઞાઓની ઉપેક્ષા કરી. “ઘણા
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૩૩)
$0❖❖❖❖❖❖00