________________
શરીર લાંબુ કરે. છેવટે સુઈ જાય. વળી આવી અવસ્થામાં વાંચનાદિમાં એકાગ્રતા પણ ન આવે. ઝોકાઓ છે જ વધુ આવે. ટેકા વિના બેસનારને આવા ખોટા પ્રમાદ જાગ્રત ન થાય. એને અભ્યાસાદિમાં એકાગ્રતા પણ આ તે ખૂબ આવે.
(૪) ટેકો દઈને બેસનારનો કમરનો ભાગ લગભગ વળેલો જ હોય. પરિણામે લાંબે કાળે છે છે કમરના દુઃખાવા થવાની શક્યતા છે. જ્યારે ટેકો વિના બેસનારાઓ ટટ્ટાર પણ બેસતા હોય છે. અને છે વૈજ્ઞાનિકો કહે છે કે ટટ્ટાર બેસનારોને પ્રાયઃ કમરના દુખાવા થતા નથી.
જે વાત ટેકો લઈને બેસવામાં છે એ જ વાત ટેકો લઈને ઉભા રહેવામાં છે. કબાટ, ભીંત, શું જે દરવાજો વગેરેના ટેકે ઉભા રહેવું એ સંયમી માટે ઉચિત નથી. કેટલાંક તો વળી પ્રતિક્રમણાદિ વખતે જ છે પણ થાંભલા, ભીંત વગેરેનો ટેકો લઈને ઉભા રહેતા હોય છે. પરિપક્વ સંયમીએ પ્રમાદપૂર્વક આ જ દોષથી દૂર રહેવું જોઈએ.
તાવ-અતિ થાક વગેરે ગાઢ કારણોસર આમાં અપવાદ સેવવાની છૂટ રાખી શકાય.
૨૦૭. હું ઘડિયાળ રાખીશ નહિ, સેલવાળી ઘડિયાળને અડીશ નહિ, કોઈપણ સ્થાનમાં છે જે ઘડિયાળ મૂકાવીશ નહિ?
પ્રાચીનકાળમાં ઘડિયાળો હતી જ નહિ. સંયમીઓ સૂર્ય-ચંદ્રના ભ્રમણ વગેરે દ્વારા સમય જાણી છે જ લઈ એ પ્રમાણે પ્રવત્તિ કરતા. શ્રાવકો બે ઘડીનું સામાઈક કરવા માટે “ઘડી' નામનું સાધન રાખતા. પણ ૪ જ એમાં ઉપરના ભાગમાંથી નીચેના ભાગમાં સતત ધૂળ પડ્યા જ કરે એટલે એમાં વાયુકાયની વિરાધના ? એ થાય અને એટલે એવા સાધનો સંયમીઓ માટે ઉચિત ન હતા.
વૈજ્ઞાનિકોએ ચાવીથી ચાલનારી ઘડિયાળો શોધી. શરૂઆતના વર્ષોમાં શ્રાવકો ઉપાશ્રયમાં જ પોતાના સામાયિકાદિનો સમય જોવા એ ચાવીથી ચાલતી ઘડિયાળો મૂકાવતા. સંયમીઓ એ ઘડિયાળ જ દ્વારા જ સમય જાણી લેતા, પણ પોતાની પાસે ઘડિયાળ ન રાખતા કે પોતે જાતે ઉપાશ્રયાદિમાં ઘડિયાળ છે ન મૂકાવતા.
પણ અનવસ્થા દોષે અહીં પણ પોતાનો પરચો બતાવ્યો. રોજેરોજ ચાવીઓ આપવી પડે એટલે ૪ કંટાળેલા શ્રાવકોએ નવી શોધાયેલી, સેલથી ચાલનારી ઘડિયાળો રાખવા માંડી. એમાં ય સંયમીને હજી જ સુધી દોષ ન હતો. પણ વિહારના સ્થાનો વગેરે અનેક જગ્યાએ તો ઘડિયાળો ન હતી અને તેથી છે એ ઘડિયાળથી જ સમય જાણવા કેળવાયેલા સંયમીઓ ઘડિયાળ વિનાના ઉપાશ્રયમાં મુંઝાવા લાગ્યા. ૪ જ એમણે તેવા સ્થાનોમાં શ્રાવકોને કહીને ઘડિયાળો મૂકાવવા માંડી.
એમ મોટા ઉપાશ્રયમાંનીચે ઘડિયાળ હોય, ઉપર ન હોય અથવા હોલમાં ઘડિયાળ હોય અને ? જે રૂમમાં ન હોય. આ વખતે ઉભા થઈને થોડુંક ચાલીને ઘડિયાળ જોવા જવાથી કંટાળેલા કેટલાંક ?
સંયમીઓ ઉપરના હોલ, રૂમ વગેરેમાં પણ સ્વતંત્ર ઘડિયાળ મૂકાવવા લાગ્યા. અને માટે જ કેટલાંક છે ઉપાશ્રયોમાં ૫-૧૦ ઘડિયાળો પણ જોવામાં આવી છે.
પણ એ સેલવાળી ઘડિયાળોની કાળજી કોણ કરે ? સેલ બંધ થઈ જાય, ઘડિયાળ વહેલી-મોડી ? જ થાય એ બધાથી સંયમીઓને મુશ્કેલી પડવા માંડી. એટલે છેવટે સંયમીઓએ ઓઘામાં જ રહી જાય તેવી છે
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૦૧૨)