________________
છે વગેરેની શરૂઆત કરી હશે.
આ બધા મારા વિચારો મેં જણાવ્યા.
છતાં વર્તમાન ગીતાર્થ-સંવિગ્ન મહાત્માઓ જો જપને પ્રતિદિને કર્તવ્ય તરીકે શાસ્ત્રાનુસારી છે ૪ માનતા હોય અને એ માટે નવકારવાળીને શાસ્ત્રાનુસારી માનતા હોય, વધારાના ચોલપટ્ટા રાખવા' એ $ જ પણ માન્ય કરતા હોય, રે ! કદાચ એ માટે ધાતુના યંત્રોને શાસ્ત્રાનુસારી માનતા હોય તો પણ - (૧) રત્નોની, સ્ફટિકની, ચાંદીની માળાઓ રાખવી શું સાધુઓ માટે યોગ્ય ખરી ?
(૨) સિદ્ધચક્રમંત્રાદિ પ્રાચીન યંત્રો સિવાય બાકીના જાતજાતના અનેક પ્રકારના મંત્રો રાખવા એ જ શું સંવિગ્ન મહાત્માઓ માટે યોગ્ય છે?
(૩) માત્ર વધારાના ચોલપટ્ટાં જ નથી રખાતા. પણ એ ચોલપટ્ટા રેશમી, રંગબેરંગી, સુગંધી છે રાખવા... એ બધું શું સંવિગ્ન મહાત્માઓ માટે યોગ્ય છે?
કોઈક વળી એવો પણ બચાવ કરે છે કે, “શાસનરક્ષા-શાસનપ્રભાવના માટે દેવોને પ્રસન્ન કરવા છે જરૂરી છે. અને માટે આ બધું અપવાદ માર્ગ કરી શકાય.”
એની સામે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ અપવાદમાર્ગની છૂટ અત્યંત સંવિગ્ન-ગીતાર્થ આચાર્ય જ ભગવંતાદિઓને જ મળી શકે? કે સામાન્ય સાધુઓ પણ આ બધી છૂટ લઈ શકે? - આજે નાના નાના સંયમીઓ પાસે પણ જાત-જાતના યંત્રો જોવા મળે છે. જેઓને શાસ્ત્રનો, . પોતાના સંયમજીવનનો કોઈ વિશિષ્ટ બોધ નથી. તેઓ શાસ્ત્રાભ્યાસાદિ મહત્વના અનુષ્ઠાનો છોડીને જે જ કલાકો સુધી જપ કરવા બેસે છે. એ જોઈને વિચાર આવે છે કે “આ સંયમીઓ સમગજ્ઞાન વિના શી ? જે રીતે આત્મશુદ્ધિ મેળવશે?”
" પખિસૂત્રમાં આપણે ક્ષમા માંગીએ છીએ કે “આ સેંકડો શાસ્ત્રો શક્તિ-બલ વગેરે હોવા છતાં જ મેં ન વાંચ્યા, પરાવર્તન ન કર્યા, પૃચ્છાદિ ન કરી એની ક્ષમા માંગુ છું.” આનો અર્થ એ તો સ્પષ્ટ છે જ છે કે સંયમીઓએ ઓછી-વરી શક્તિ પ્રમાણે શાસ્ત્રાભ્યાસ કરવો જરૂરી છે. છે હવે એ સંયમીઓ વધારાના ચોલપટ્ટા રાખે, એ રંગબેરંગી રાખે, એ રેશમી રાખે, એને ચોખ્ખા છે જ રાખવા માટે દર ૫-૭ દિવસે તેનો કાપ કાઢે. એ જપના યંત્રો માટે લાલ રંગના ભપકાદાર થેલા વગેરે જ
કે પાકીટ વગેરે રાખે, એ ભાર ઉંચકવા માણસ રાખે. આ બધું કેટલું ઉચિત? એ ગીતાર્થ મહાપુરુષો જ
જ નક્કી કરે,
વાત તો હવે ઘણી આગળ વધી છે. “જપ માટે સોનાની ચેન પણ કેટલાંક સંયમીઓ રાખે છે.” છે એવું સાંભળવા મળ્યું છે. જપ વખતે મોંઘાદાટ અત્તરનો વપરાશ પણ શરૂ થયો છે. જપ માટે હોમ-હવન ૪ જ પણ થવા લાગ્યા છે. સેંકડો પુષ્પોની વિરાધના જપ માટે સંયમીઓ દ્વારા કરાવાઈ રહી હોય એવું પણ સાંભળ્યું છે, જોયું છે. જપના સ્થાનમાં વિશિષ્ટ-સુગંધી ધૂપો અને કદાચ દીપકો પણ કરાવાઈ રહ્યા છે. જે અત્તર નાંખવાની જરૂર ન પડે એવા સ્વભાવથી જ સુગંધી એવા મોંઘાદાટ વસ્ત્રો જપ માટે વાપરવાના આ શરૂ થઈ ચૂક્યા છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૦૭) LG