________________
જો આ વાત શાસ્ત્રમાં નથી દેખાતી તો કોણે શરૂ કરી? એ પ્રશ્નનો ઉત્તર એવો ભાસે છે કે છે જ યતિઓએ આ જપ કરવા માટે વધારાના ચોખ્ખા વસ્ત્રો રાખવાની વાતો કરી હોવી જોઈએ. અને ૪ $ યતિઓનો એ આચાર અત્યારે પણ વ્યાપક બન્યો હોવો જોઈએ. બાકી સંવિગ્નોની પરંપરામાં આ જ પહેલેથી હોય એમ લાગતું નથી, કેમકે
(૧) આ રીતે વધારાની ઉપધિ રાખવામાં પાંચમા મહાવ્રતમાં અતિચાર લાગે છે. “અપવાદ છે માર્ગે વધારાના વસ્ત્રો રાખવામાં કોઈ દોષ નથી' એ વાત સાચી. પણ આ અપવાદ માર્ગે વધુ વસ્ત્ર જ રાખવા માટે જે કારણો બતાવ્યા છે એમાં જપાદિ માટે ચોલપટ્ટા વધારે રાખવાની વાત હજી સુધી વાંચી જ છે કે સાંભળી નથી.
(૨) જપ કરવો જ હોય તો રોજીંદા વપરાશના વસ્ત્રો પહેરીને કરી શકાય છે. જેમ પ્રતિક્રમણાદિ જ સર્વોત્કૃષ્ટ ક્રિયાઓ પણ રોજીંદા ચંડિલ-માતૃમાં વપરાતા વસ્ત્રો પહેરીને કરીએ જ છીએ, એમ જપ પણ જ જ કેમ ન થાય? જો ગણધર ભગવંતોએ રચેલા અજોડ, અપૂર્વ, અદ્વિતીય સૂત્રો પણ રોજીંદાવસ્ત્રો પહેરીને જ છે સંયમીઓ બોલી શકતા હોય તો એ જ વસ્ત્ર દ્વારા જપ કેમ ન થઈ શકે ? “જપ વધુ મહાન અને ૪ ૪ પ્રતિક્રમણ ક્રિયા ઓછી મહાન છે' એમ કહી શકાય ખરું?
(૩) જો અત્યંત પ્રાચીન આચાર્યભગવંતો વગેરે જપ માટેના ધાતુના યંત્રો રાખતા હોત, એ જ છે માટે જુદા ચોલપટ્ટાદિ રાખતા હોત તો શાસ્ત્રોમાં એનું વર્ણન શા માટે નથી? રાત્રિના ત્રીજા પ્રહરમાં છે આચાર્ય ભગવંતો પન્નવણાદિ ગ્રંથોના પદાર્થોનું ધ્યાન-ચિંતન કરે એ વાત આવે છે. આચાર્ય ભગવંતો જે સતત સૂત્રાર્થચિંતનમાં મગ્ન હોવાની વાત આવે છે, પણ જપમાં લીન હોવાની વાત સાધ્વાચાર નિરૂપક છે જે શાસ્ત્રોમાં શા માટે નથી દેખાતી?
તો શું પ્રાચીન આચાર્ય ભગવંતો જપાદિ નહિ કરતા હોય? સૂત્રાર્થચિંતન એ જ એમનો મોટો જપ હશે ?
વળી (૧૦૯) સંયમીઓને ધાતુની વસ્તુ વાપરવાનો નિષેધ છેદગ્રંથોમાં જોવા મળે છે. આમાં અપવાદ માર્ગે જ્યારે ધાતુની વસ્તુઓ વાપરવાની છૂટ આપવામાં આવી ત્યારે ઝેર ઉતારવાદિ ( કારણો બતાવ્યા છે. પણ “જપાદિ કરવા માટે ધાતુના યંત્રો અપવાદ માર્ગે રખાય.” એવું નિરૂપણ કર્યું છે
નથી.
આવી અનેક બાબતો વિચારતા એમ જણાય છે કે પુષ્કળ જપ, જપ માટે ધાતુના યંત્રો, જપ માટે ૪ જ ચોલપટ્ટાઓ આ બધું અતિ-પ્રાચીન પરંપરામાં નહિ હોય પણ યતિઓ દ્વારા આ બધું શરૂ કરાયું હશે. જ
હા. કલિકાલસર્વજ્ઞશ્રી, શ્રી મહોપાધ્યાયજી વગેરે મહાપુરુષોએ વિશિષ્ટ સિદ્ધિઓ મેળવવા જ છે ખાતર જપ કર્યા હોવાના પ્રસંગો સંભળાય છે. પણ એ વિશિષ્ટ આત્માઓએ વિશેષ પ્રસંગને અનુસારે છે ૪ આ કરેલું જણાય છે.
સાધુઓ માટે નવકારવાળી રાખવાની વાત પણ ઓઘનિર્યુક્તિ વગેરે પ્રાચીન ગ્રંથોમાં દેખાતી આ જ નથી. પરંતુ યતિજતકલ્પ વગેરેમાં નવકારવાળી ખોવાઈ જવાદિનું પ્રાયશ્ચિત આપેલું દેખાય છે. એના જ છે પરથી પણ એવું લાગે છે કે તે અમુક સમયમાં ગીતાર્થસંવિગ્ન ભગવંતોએ કારણસર નવકારવાળી
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૨૦૬) |