________________
છે જલ્દી જલ્દી કરવાની કે વેઠ ઉતારવાની પ્રક્રિયા વધતી જાય. છે પ્રાચીનકાળમાં પ્રતિક્રમણ ક્રિયા ખૂબ નાની હતી. (૧૦૭) નમોડસ્તુની ત્રણ સ્તુતિઓ બોલાય એટલે આ જ પ્રતિક્રમણ પૂર્ણ થઈ જતું. પણ ધીમે ધીમે સ્તવન, સજઝાય, શાંતિ ઉમેરાઈ. ગીતાર્થ-સંવિગ્ન જ જ મહાપુરુષોએ આનો ઉમેરો કર્યો છે અને એમાં કોઈએ વિરોધ નથી કર્યો એટલે એ ક્રિયાઓ-સૂત્રો આજે જ છે. ભારતના તમામ સંઘો માન્ય રાખે છે. પણ એક વાત તો નક્કી કે આ રીતે પ્રતિક્રમણની ક્રિયા દોઢી- છે જ બમણી થઈ ગઈ. જ વધારે મુશ્કેલી એ થઈ કે જે ખરેખરી પ્રતિક્રમણ ક્રિયા છે કે જેનું સૌથી વધુ મહત્વ છે એની કિંમત જે ઘટી અને સ્તવન-સન્ઝાયની કિંમત વધી. સામાન્યથી આપણે પણ જોઈએ છીએ કે નમોડસ્તુ પહેલાની છે ક્રિયામાં આપણો આનંદ-ઉલ્લાસ કેટલો ? અને સ્તવન-સક્ઝાયમાં કેટલો ? સ્તવન-સન્ઝાય ખૂબ જ જ લંબાવીને પણ બોલીએ જ્યારે મૂળક્રિયા ઝડપથી પતાવીએ.કોઈ સાધુને ચાર થોય બાકી રહી ગઈ હોય જ શું તો એ “અભુઢિઓ” ખામીને ઝડપથી પ્રતિક્રમણ કરી, ચાર થોય કરી પાછો સ્તવનમાં ભેગો થઈ જાય. છે પણ એને એ ઉપયોગ ન આવે કે “નમોડસ્તુ સુધી હું માંડલી સાથે પ્રતિક્રમણ કર્યું અને પછી મારી સ્વતંત્ર છે જ ચાર થોયો કરવા છૂટો પડી જઈશ, કેમકે ખરું પ્રતિક્રમણ નમોડસ્તુ સુધીનું છે.”
ખરેખર તો સંયમીના મનમાં આ પદાર્થ દઢ હોવો જ જોઈએ કે નમોડસ્તુ સુધીની પ્રતિક્રમણની જ ક્રિયા તો માંડલીની સાથે જ કરવી જોઈએ. કદાચ કારણસર મારે માંડલીથી છૂટા પડવું પડે તો પણ શક્ય છે જે હશે ત્યાં સુધી નમોડસ્તુ સુધીની ક્રિયા તો માંડલીની સાથે જ કરીશ.”
છતાં આજે જેમ ચાલે છે એમ ચલાવી લઈએ તો ય એક વાત વિચારવા જેવી છે કે હવે લગભગ છે જ દરેક સંઘોમાં પ્રતિક્રમણ બાદ અરિહા શરણં, સમરો મંત્ર વગેરે જાત-જાતની સ્તુતિઓ બોલાતી જ જ સાંભળવા મળે છે. એ સ્તુતિઓ ખરેખર એકદમ ભાવવાહી જ છે. છે પણ મુશ્કેલી એ છે કે એ સ્તુતિઓ પણ જાણે કે પ્રતિક્રમણનો ર્જ એક ભાગ હોય એ રીતે જ છે બોલવાનો આગ્રહ રખાય છે. એ સ્તુતિ બોલ્યા વિના પ્રતિક્રમણ પારી ન શકાય એ રીતનો આગ્રહ છે આ પ્રવૃત્તિ કેટલાક સંઘોમાં જોવા મળે છે. જો આ રીતે ચાલે તો તો વર્ષો જતા આવી સ્તુતિઓ દ્વારા જ જે પ્રતિક્રમણ વધારે મોટું બની જવાનું. દા.ત. પહેલા સમરો મંત્ર... બોલાતું. હવે અરિહા શરણે બોલાતું જ છે સંભળાય છે અને એમાં પાછી નવી ગાથા ઉમેરાઈ છે કે “જગમાં જે જે...” એ પછી તાજેતરમાં જ
વળી બીજી એક નવી ગાથા ઉમેરાઈ છે. કેટલાંક સંઘોમાં તો પાંચ-દશ મિનિટ ચાલે એટલી બધી જે સ્તુતિઓ પ્રતિક્રમણ બાદ અવશ્ય બોલાવાય છે.
આ બધું શ્રાવકો પોતાની મેળે વધારતા હોય એ સંભવિત નથી લાગતું. તે તે સંયમીઓને તે જ તે સ્તુતિ ગમી હશે અને એણે પોતાના સ્થાનના શ્રાવકો પાસે એ બોલાવવાની શરૂ કરાવી હશે. બેયના છે જ ભાવ સારા છે, વિચાર કોઈનો ખરાબ નથી. પણ લાંબાકાળે આમાંથી ઉત્પન્ન થનારી મુશ્કેલીનો વિચાર છે જ કરવો જરૂરી છે.
એક જગ્યાએ પ્રતિક્રમણ બાદ સ્તુતિ શરૂ થઈ ત્યારે જ કેટલાંક શ્રાવકોએ સામાયિક પારવાનું શરૂ ? જે કરી દીધું. સંયમીએ એમને અટકાવ્યા કે “તુતિ બાદ જ સામાયિક પારવાનું.” સમજુ શ્રાવકો પ્રતિક્રમણ ૪
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૨૦૨)