________________
છે જોઈએ કે “શ્રીસંઘ અમારી કાળજી કરનારો બેઠો છે. અમારું સંયમ, અમારી આરાધના જ અમારી રક્ષા કે જ કરશે. અમે આવા ફલેટ ખરીદવાદિ કાર્યોમાં બિલકુલ પડવાના નથી. ફરીવાર આવી વાત ન કરશો.” !
જો ફલેટ લેવાઈ જ ગયા હોય તો એ લાગતા વળગતા સંઘોને પાછા સોંપી દેવા જોઈએ. ૧૯૬. હું ક્યાંય શરતી ચોમાસા કરીશ નહિ :
જે સંયમીઓ પાસે નાના મોટા પ્રોજેક્ટ હોય અને પૈસા ભેગા કરવાના હોય તેઓ ચાતુર્માસની જે વિનંતિ કરવા આવેલા શ્રાવકોને જો એમ કહે કે, “જો તમે અમુક લાખ રૂપિયા મારા પ્રોજેક્ટમાં જ આપવાના હોય, તો તમારે ત્યાં ચોમાસું કરીએ.” તો એ કેટલું બેહુદું કહેવાય? શ્રાવકોને તો એમ જ જ લાગે કે અમે અહીં વેપાર-ધંધો કરવા આવ્યા છીએ? પૈસા આપીને ચાતુર્માસની ખરીદી કરવા નીકળ્યા ? જ છીએ ? અને પૈસાના માટે ચાતુર્માસ કરનારા આ સંયમીમાં શું અમને તારવાની સાચી ભાવના કે બુદ્ધિ * હોઈ શકે ખરી? તો આમનું ચોમાસું શી રીતે કરાવાય ?”
ક્યારેક સંઘો નાછૂટકે એ વાત સ્વીકારી પણ લે છે. પણ અંદરખાને ખૂબ દુઃખી થાય છે તો , જે કેટલાંક માથા ફરેલ શ્રાવકો તો ખુલ્લેઆમ કહી દે કે “મહારાજા સાહેબ ! કોઈપણ શરત વિના ચોમાસું : જે કરવું હોય તો કરો. અમે ઉપાશ્રય ખાલી રાખશું. પણ આવા લે-વેચના ધંધાપૂર્વકના ચોમાસા અમારે * જ નથી કરાવવા.”
આમાં સંયમીની કિંમત કેટલી રહે?
વળી શરતી ચોમાસા કરનારા સંયમીઓ માટે સંઘો એવા ઉગવાળા બને છે કે લાંબાકાળે બધા ; જે સંઘો બોલતા સંભળાય કે “અમુક મહારાજને તો અમારે ચોમાસું લાવવા જ નથી, કેમકે એ તો પૈસા * ૪ માંગીને ચોમાસા કરે છે.” અને એવા મહાન પ્રભાવક સંયમીઓને કોઈ સંઘે વિનંતિ ન કરી હોય એવું જ ય બન્યું છે. સંયમીએ સામેથી એ સંઘમાં ચોમાસું જવાની વાત કરી. છતાં એ સંઘે બહાના કાઢીને : ચોમાસું રદ કરાવી દીધું
એ જ રીતે “તમે અમુક આરાધના કરાવવાના હો તો જ ચોમાસું કરીશ / મારા ચોમાસામાં ' તમારે ચારમાસનું રસોડું કરવું પડશે. કેમકે મારા મહેમાનો ઘણા હોય મારો ચાતુર્માસિક ખર્ચ અમુક - લાખનો છે. એટલું ફંડ તમારે કરી લેવું પડશે.” આવી કોઈપણ પ્રકારની શરતો ન કરાય.
આજે પણ એવા ઘણા વિદ્વાન શાસનપ્રભાવક મુનિરાજો છે કે જેઓ વિનંતિ કરવા આવેલા શ્રીસંઘને કહી દે છે કે “તમારે કાયમી રસોડું કરવાનું નથી. હું કોઈ ભક્તોને બોલાવતો નથી. જે થોડાઘણા શ્રાવકો વંદનાદિ માટે આવે એની વ્યવસ્થા તો એની મેળે જ થઈ જતી હોય છે. એની ચિંતા તમારા માથે નથી. વળી સંઘમાં આરાધના કરાવવી કે નહિ? તપ કરાવવો કે નહિ ? એ બધું તમારે નક્કી કરવાનું. તમારી ઈચ્છા નહિ હોય તો આપણે કોઈ સંઘગત રસોડાવાળો તપ કરાવશું નહિ. હું મારી
આરાધના માટે ચોમાસું કરું છું. એમાં સંઘની આરાધના થતી હોય તો એનો મને આનંદ છે. પણ મારું જ મુખ્ય કામ માત્ર ધર્મોપદેશ આપવાનું અને એમાં તપાદિની પ્રેરણા કરવાનું છે. મારો કોઈ પ્રોજેક્ટ નથી. છે એટલે તમે નિશ્ચિત બની જજો.” આવા સુંદર શબ્દો સાંભળીને એ સંઘ કેટલો આનંદ પામે ? કદાચ નિઃસ્પૃહ મહાત્માના
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૯૮)