________________
૧૯૬. ક્યાંય શરતી ચોમાસા કરીશ નહિ.
૧૯૭. હું મારા ચાતુર્માસ પ્રવેશમાં કોઈને બોલાવીશ નહિ.
૧૯૮. હું મારા ચાતુર્માસપ્રવેશની કે તપના પારણાદિ અંગેની પત્રિકાઓ છપાવીશ નહિ. ૧૯૯. હું પ્રતિક્રમણમાં સ્પષ્ટ ઉચ્ચાર સાથે નમોસ્તુ વર્ધમાનાય સ્તુતિ બોલીશ.
૨૦૦. હું પ્રતિક્રમણ બાદ શ્રાવકો પાસે કોઈપણ પ્રકારની સ્તુતિઓ બોલાવવાનો આગ્રહ રાખીશ નહિ વધારાની કોઈપણ ક્રિયાનો ઉમેરો કરીશ નહિ.
૨૦૧. હું લીધેલા નિયમો દર પાંચમ-આઠમ-ચૌદશે એકવાર વાંચી જઈશ.
૨૦૨. હું જપ કરવા માટે રેશ્મી-રંગીન ચોલપટ્ટો, અત્તરાદિ રાખીશ નહિ.
૨૦૩. ઉપાશ્રયમાં જ્યાં સુધી મારા કરતા વડીલ મહાત્માને બેસવાની જગ્યા-ટેબલાદિની જરૂર હોય ત્યાં સુધી હું જગ્યા-ટેબલાદિ લઈશ નહિ.
૨૦૪. હું ઉપાશ્રયમાં બહેનોને કચરા-પોતા કરવા આવવાની ના પાડીશ.
૨૦૫. હું મોડામાં મોડો સૂર્યાસ્ત સમયે તમામ સંયમીઓને વંદન કરવા નીકળી જઈશ. વંદનના ખમાસમણા પંચાંગપ્રણિપાત દઈશ.
૨૦૬. હું ભીંત વગેરેને ટેકો દઈને બેસીશ-કે ઊભો રહીશ નહિ.
૨૦૭. હું ઘડિયાળ રાખીશ નહિ, સેલવાળી ઘડિયાળને અડીશ નહિ, કોઈપણ સ્થાનમાં ઘડિયાળ મૂકાવીશ નહિ.
૨૦૮. હું ઉપાશ્રયમાં મચ્છરો ભગાડવા માટે ધૂપ-ધૂમાડો કરાવીશ નહિ.
૨૦૯. હું ઉપાશ્રયમાં કચરા-પોતા કરાવીશ નહિ. સંયમી નિમિત્તે સંઘ કચરા-પોતા કરાવતો હશે તો એની ના પાડીશ.
૨૧૦. હું મારા નામના પેડ-સ્ટીકરો છપાવીશ નહિ અને રંગબેરંગી-મોંઘા પેડો વાપરીશ નહિ.
૨૧૧. હું ઉપાશ્રયમાં ખીલીઓ નહિ ઠોકાવું.
૨૧૨. હું ઉપાશ્રયમાં કોઈપણ પ્રકારના ફોટાઓ મૂકાવડાવીશ નહિ.
૨૧૩. જે કામ મારાથી થઈ શકે તે કામ હું ગૃહસ્થોને સોંપીશ નહિ.
૨૧૪. હું ગુરુની સહર્ષ રજા વિના કોઈપણ પુસ્તક છપાવીશ નહિ કે મેગેઝીન શરૂ કરીશ નહિ.
૨૧૫. હું કોઈપણ દીક્ષા મહોત્સવ સંઘથી છૂટા પાડીને નહિ કરાવું. તથા એ મહોત્સવની આવક સ્થાનિક સંઘના ટ્રસ્ટીઓને સોંપાવડાવીશ.
૨૧૬. હું ઉભા-ઉભા ગોચરી કે પાણી નહિ વાપરું.
૨૧૭. હું કામળીકાળમાં કામળીની અંદર સુતરાઉ કપડો નાંખ્યા બાદ જ એ કામળી વાપરીશ. સુતરાઉ કપડા વિનાની કામળી નહિ વાપરું.