________________
૪ ૧૭૩. જો મારી નાની કોઈપણ વસ્તુ ખોવાય તો બે દ્રવ્યનું એકાસણું કરીશ અને મોટી કોઈપણ વસ્તુ $
ખોવાય તો એક આંબિલ કરીશ. ૪ ૧૭૪. જો મારાથી કોઈપણ પાત્રુઘડો તુટે તો હું બે દ્રવ્યનું એકાસણું / આંબિલ કરીશ. ૪ ૧૭૫. હું પાત્રા-તરપણી નીચે બેસીને જ લુછીશ, ઉભા ઉભા લુછીશ નહિ.
૧૭૬. હું કોઈપણ વસ્તુ ફેંકીશ નહિ કે ઘસડીશ નહિ. ૪ ૧૭૭. હું દેરાસરમાં ઓછામાં ઓછી ત્રણ સ્તુતિ ભાવપૂર્વક બોલીશ અને ઉવસગ્ગહર સિવાયનું શું
કોઈપણ એક સ્તવન ભાવપૂર્વક બોલીશ. જ ૧૭૮. હું રોજ સંથારો કરતી વખતે દિવસ દરમ્યાનની આરાધના-વિરાધનાઓનો હિસાબ કરીશ. જે ૧૭૯. હું રોજેરોજના અતિચારો સાંજે આલોચનાબુકમાં નોંધી લઈશ.
૧૮૦. હું નખ સમારીને એને ચૂનામાં ઘસીને પોટલી બનાવી રેતીમાં દાટી દઈશ. પણ ગમે ત્યાં રું છે નાંખીશ નહિ. ૪ ૧૮૧. શક્યતા હોય તો હું આદ્રનક્ષત્ર સુધીમાં ચોમાસાના સ્થાનની નજીકના ૨૦ કિ.મી.ના સ્થાનમાં જ પહોંચી જઈશ. ૪ ૧૮૨. હું રોજ એક રોટલી | એક ખાખરો સંયોજના કર્યા વિના વાપરીશ. ૪ ૧૮૩. હું કોઈપણ સંયમીની વસ્તુ એની રજા લીધા વિના લઈશ નહિ, વાપરીશ નહિ. ૪ ૧૮૪. હું રાત્રે ૬/૭ કલાકથી વધારે ઉંઘ લઈશ નહિ.
૧૮૫. મારા ગુરુ આવતા દેખાય કે ઉભા થાય કે તરત હું મારા સ્થાને ઉભો થઈ જઈશ. એમના દર્શન $ જે થતાની સાથે જ મસ્તક નમાવી “મFણ વંદામિ' બોલીશ. છે ૧૮૬. મારા સ્થાન ઉપર કોઈપણ વડીલ આવે તો હું ઉભો થઈશ અને એમને આસન પ્રદાન કરીશ. ૪ ૧૮૭. ગોચરી માંડલીમાં અને પ્રતિક્રમણ માંડલીમાં હું ક્રમ પ્રમાણે જ બેસીશ. જ ૧૮૮. કોઈપણ સંયમીઓ વિહાર કરીને પધારતા હોય તો જો પહેલેથી સમાચાર મળે તો હું ઓછામાં જ. : ઓછો ૧૦૦ ડગલા સામે લેવા જઈશ. દોરી બાંધી આપી એમના વસ્ત્રો સુકવીશ. ૪ ૧૮૯. હું સ્ટેપલર વાપરીશ નહિ કે રાખીશ નહિ. જે ૧૯૦. હું ગમે તેવી ગરમીમાં કોઈપણ વસ્તુને પંખા તરીકે વાપરીશ નહિ.
૧૯૧. હું મારી કોઈપણ વસ્તુ ઉજઈમાં કે કામળીકાળમાં ખુલ્લા આકાશમાં રહેવા દઈશ નહિ. ( ૧૯૨. હું ગાઢ કારણ વિના કામળી ઓઢીને પણ ઉજઈવાળા સ્થાને કે કામળીકાળમાં ખુલ્લા આકાશમાં ?
- નહિ ઉભો રહું. $ ૧૯૩. જ્યારે ડોળી કે વહીલચેરમાં જ બેસીને બધા વિહારો કરવાનો અવસર ઉભો થશે ત્યારે હું આ જ સ્થિરવાસ કરીશ. ૪ ૧૯૪. હું જાહેરમાં કોઈપણ સંઘ કે ટ્રસ્ટીની વિરુદ્ધમાં બોલીશ નહિ. ૧૯૫. હું મારી માલિકીવાળો ફલેટ રાખીશ નહિ.