________________
કયારેક થઈ જાય તો એના પ્રાયશ્ચિત્ત રૂપે બે દ્રવ્યનું એક ટંક કરી શકાય. અથવા તો એવી બીજી કોઈપણ ૪ જ શિક્ષા ધારી શકાય. જ ઃ ૧૬૨. હું કોઈની પણ નિંદા નહિ કરું, થઈ જાય તો બે દ્રવ્યનું એક ટંક કરીશ : # સ્વપ્રશંસા જેવું જ ભયંકર આ નિંદાનું પાપ છે. પોતાના ગુણોનો કે શક્તિઓનો અહંકાર ? જે પ્રગટ્યો હોય એટલે તે ગુણો કે શક્તિઓથી હીન આત્માઓની નિંદા થાય. તપસ્વીને જો તપ ન પચ્યો છે જ હોય તો એ નવકારશી કરનારાઓને ખાઉધરા, ખાવા માટે દીક્ષા લેનારા, સાધુતા વિનાના કહે છે જ સ્વાધ્યાયીને સ્વાધ્યાયનું પાચન ન થયું હોય તો એ નહિ ભણેલાઓને મૂર્ખ ગણે, એમની મશ્કરી કરે, ૪ છે એમને તુચ્છ ગણે. વ્યાખ્યાનકારોને વ્યાખ્યાનશક્તિ ન પચી હોય તો તેઓ બીજાના સારા-નરસા જે છે વ્યાખ્યાનોની ભુલો કાઢી કાઢીને એમની નિંદા-મશ્કરી કરે. શાસનપ્રભાવકોને જો શાસનપ્રભાવના ન જ પચી હોય તો તેઓ બીજા શાસનપ્રભાવના નહિ કરનારાઓની નિંદા-મશ્કરી કરે કે “આ બધા નવરાં ? ૪ બેસી રહે છે શાસન માટે કંઈ જ કરતા નથી.”
ઉપાધ્યાયજી મહારાજ તો કહે છે કે, “નિક્યો ન વડાપ તો આ જગતમાં પાપીમાં પાપી જે માણસ પણ નિંદનીય તો નથી જ. મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યશ્મ આ ચાર જ ભાવનાઓ જીવોમાં છે ભાવવાની છે. નિંદા-તિરસ્કારાદિ કોઈ ભાવના શાસ્ત્રકારોએ બતાવી નથી.
- કુલકમાં કહ્યું છે કે (૮) “શિથિલાચારીઓની પણ નિંદા-ગહ ન કરવી.”ઉપદેશમાલામાં કહ્યું છે ? ૪ કે (૮૯) “વિચિત્ર જીવન જીવનારાઓની નિંદા કરનારાઓ હાથે કરીને પારકાના દુઃખે દુઃખી થવાના ધંધા $ જે કરે છે. પોતાનું સુખ ગુમાવે છે.”
જે ખરાબ વસ્તુ હોય એની નિંદા થાય એવો નિયમ છે તો દરેક સંયમીઓએ એ નક્કી કરવું છે જ કે “અનાદિકાળથી આ જગતમાં ખરાબીઓ જ ઘણી રહી છે અને ભવિષ્યમાં રહેવાની છે. તો જે કાયમી ૪ $ વસ્તુ છે, એની નિંદા કરીને લાભ શું? એના બદલે ગુણોની અનુમોદના જ ન કરવી !” છે એટલે ગમે તેવા ખરાબ વ્યક્તિ માટે પણ કોઈની પણ પાસે ખરાબ ન જ બોલવું. “ફલાણો જ જે સંયમી ક્રોધી છે. ફલાણો સંયમી ખાઉધરો છે. ફલાણો સંયમી ખૂબ નિંદક છે.” આવા કોઈપણ પ્રકારના છે જ અભિપ્રાયો કોઈપણ સંયમી માટે મોઢામાંથી ઉચ્ચારવા ન જ જોઈએ. જ કેટલાંકો તો ડગલે ને પગલે આજુબાજુના સંયમીઓ માટે જાત-જાતના અભિપ્રાયો બાંધી દેતા જ હોય છે અને બીજાઓ પાસે એ પ્રગટ કરીને નિંદા પણ કરી દેતા હોય છે. આમાં પાપકર્મબંધ સિવાય આપણા આત્માને કોઈ જ લાભ નથી.
જો અત્યંત ખરાબમાં ખરાબ આત્માઓની પણ નિંદા ન કરવાની હોય, તો પછી જેઓ ઉત્તર ૪ ગુણોમાં થોડા-ઘણાં શિથિલાચારી હોય, સ્વભાવદોષવાળા હોય તો પણ બીજી ઘણી રીતે સારા જ આ સંયમીઓની નિંદા તો કરાય જ શી રીતે?
- છતાં જો નિંદા કરવી જ હોય તો એની પણ છૂટ. પણ એક શરત કે જે વ્યક્તિના દોષો બોલવા છે હોય, માત્ર તે જ વ્યક્તિની આગળ દોષો બોલવા. એ સિવાય બીજા કોઈપણ આગળ દોષો ન બોલવા. જ જે ક્રોધી હોય એને જ કહેવું કે “તારામાં ક્રોધ છે, એને દૂર કર.” પણ એ સિવાય બીજા કોઈને ન કહેવું. ૪
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૧૬)