________________
ટુંક સાર એ જ છે કે આ બધા સૂત્રો દર પંદર દિવસે પક્તિ પ્રતિક્રમણમાં બોલવાના આવે છે અને એ બોલવાનો અવસર કોઈકને જ મળતો હોય છે. જેઓ ખૂબ ઝડપથી બોલતા હોય, સામાન્યથી એમને જ પક્ષ્મિસૂત્ર વગેરેનો આદેશ અપાય છે. એટલે બાકીના સંયમીઓએ (૧) ક્યારેક એકલા પòિપ્રતિક્રમણ કરવું પડે તોય ભુલો વિનાનું શુદ્ધ પ્રતિક્રમણ કરી શકાય તે માટે (૨) ગમે ત્યારે માંડલીમાં આદેશ મળી જાય તો ત્યારે વિના સંકોચે બોલી શકાય તે માટે ઓછામાં ઓછો દર પંદર દિવસે ઉપરના સૂત્રોનો પાઠ કરી લેવો જોઈએ. દર ચૌદશે જ આ બધા સૂત્રોનો પાઠ કરી લેવાની ટેવ પાડીએ તો ય ખૂબ સુંદર.
આજે કેટલાંક સંયમીઓ એવા જોવા મળે છે કે “માંડલીમાં આ બધા સૂત્રોનો આદેશ દિ માંગતા જ નથી. કેમકે એમના આ સૂત્રો કાચા થઈ ગયા હોય છે.”
નૂતન દીક્ષિતોએ તો સૌપ્રથમવાર આ સૂત્રો ગોખ્યા બાદ ૨-૪-૬ મહિના રોજ પાઠ કરવો અને નવકા૨ની જેમ એ સૂત્રોને કંઠસ્થ કરી લેવા. એ પછી જ દર પંદર દિવસે આ બધાનો પાઠ કરવાનો નિયમ છે.
૧૪૮. હું ખુલ્લા હોલમાં જ બેસીશ. રૂમમાં બેસવું પડે તો પણ બારણું ખુલ્લુ રાખીને બેસીશ :
એવી કહેવત છે કે “એકાંતમાં યોગીને રામ જડે અને ભોગીને કામ જડે” સામાન્યથી સંયમીઓ ઘણા સારા હોય તો પણ અનાદિકાળના સંસ્કારો એમાં પડ્યા જ હોય છે. એમાં વળી ગૃહસ્થપણાના પણ ખોટા સંસ્કારો અંદર પડ્યા હોવાની શક્યતા ઘણી છે. આવા સંયમીઓ સારા નિમિત્તોમાં તો સાચા ભાવથી સારું જીવન જીવે જ. પરંતુ જો કોઈ ખરાબ નિમિત્તો મળે તો એ જુના ખોટા સંસ્કારો જાગ્રત
પણ થાય.
માટે જ સંયમીઓએ સાવ એકાંતમાં કદિ ન બેસવું. ખુલ્લા હોલમાં કે જ્યાં બધાની નજર પડી શકે તેવા સ્થાનમાં જ સ્વાધ્યાયાદિ ક૨વા બેસવું.
આવા સ્થાનમાં બેઠા હોઈએ અને કર્મોદયથી કોઈક ખરાબ વિચારો જાગે તો પણ બીજા સંયમીઓની હાજરી હોવાથી કોઈપણ પાપ ન થાય. જો એકાંતમાં બેઠા હોઈએ અને કદાચ કોઈક ખરાબ નિમિત્ત આવી ચડે અથવા જાતે જ ખરાબ વિચારો જાગે તો પાપો કરી બેસાય.
માટે જ ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે,(⟩“બારણા વિનાની વસતિમાં સંયમી રહે.” બારણાવાળા ઉપાશ્રયો ખરાબ વિચારોને વધારનારા છે. ત્યાં ઈંદ્રિયોને ઉન્માર્ગે જતી અટકાવવી ભારે છે. તદ્દન ખુલ્લા સ્થાનમાં પાપોની શક્યતા ઘણી બધી ઘટી જાય.
વળી કદાચ સંયમી ખરેખર તદ્દન ચોખ્ખો હોય તો પણ જો બંધરૂમમાં બેસે તો બાકીના સંયમીઓ અને શ્રાવકોને પણ શંકા પડે કે, “કોણ જાણે ? અંદર શું કરતા હશે ?’ અને તેઓ મનમાં જાતજાતની કલ્પનાઓ કરે. ક્યારેક તો ચતુર શ્રાવકો વેંટીલેશન વગેરેમાંથી ‘બંધરૂમમાં બેઠેલા સાધુ શું કરે છે ?’ એની ચકાસણી પણ કરતા હોય છે.
સંયમીનું જીવન એવું હોવું જોઈએ કે એના સંયમ માટે કોઈને પણ કોઈપણ પ્રકારની સ્વપ્નમાં
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૫૮)