________________
↑ને સ્પષ્ટ ના તો ન જ પાડવી. પણ વિનંતિ કરવી કે, “આ કામ હું અવશ્ય કરત જ. પણ મને આ તકલીફ છે. આપ યોગ્ય ગોઠવણ કરી આપશો ?” વિનયપૂર્વક બોલાયેલી આ ભાષામાં ગર્ભિત રીતે ‘ના’ હોવા છતાં લેશ પણ સંક્લેશનું વાતાવરણ નહિ થાય.
બીજી બાજુ વ્યવસ્થાપકની પણ ફરજ છે કે કાર્યની વહેંચણી ન્યાયપૂર્વક કરે. અમુક સંયમીઓને બિલકુલ કાર્ય ન સોંપવું અથવા ખૂબ જ ઓછું સોંપવું અને બીજા સંયમીઓને પુષ્કળ કામ સોંપવું, એમાં સારા સંયમીઓને પણ સંક્લેશ થવામાં નિમિત્ત બનાય છે.
એવું અનુભવાય છે કે બીજા સંયમીઓને આઠ-આઠ ઘડા પાણી લાવવાનું કહ્યું હોય અને આપણને છ ઘડા પાણી લાવવાનું કહ્યું હોય તો એ કામ અઘરું નથી લાગતું. “બધાને આઠ ઘડા આપ્યા છે” એ ભાન જાતને છ ઘડા લાવવા માટે ઉત્સાહિત કરી દે છે. પણ જો બીજાઓને બે/ચાર ઘડા લાવવાના સોંપ્યા હોય અને આપણને છ ઘડા સોંપ્યા હોય તો ત્યારે મનમાં વિકલ્પો જાગે છે. વ્યવસ્થાપક પક્ષપાતી હોવાના વિચારો જાગે છે.
એટલે કામ વધારે-ઓછું કરવું પડે એ કરતાંય અન્યાય થતો દેખાય ત્યારે સંયમીઓનું મન બગડે છે. ખરેખર તો સંયમીએ વધારે કામ મળે તો એને પણ ભક્તિ સમજી સ્વીકારી જ લેવું જોઈએ. પણ એવી વિશિષ્ટતમ પરિણતિ બધાની ન જ હોય એટલે વ્યવસ્થાપકે જ માંડલીના કાર્યોમાં ભુલથી પણ અન્યાય ન થાય એની ખૂબ જ કાળજી રાખવી.
૧૪૭. હું દર પંદર દિવસે પાક્ષિક અતિચાર, પધ્ધિસૂત્ર, અજિતશાંતિ, મોટી શાંતિ, સકલાર્ડનો પાઠ કરીશ :
નાના સંયમીઓને સકલાર્હત્ બોલવાનો અવસર ભાગ્યે જ આવે. ઘણીવાર તો એવું બને કે દીક્ષા લીધા બાદ ચાર-પાંચ વર્ષ થાય તો ય સકલાર્હત્ બોલવાનો અવસર ન આવ્યો હોય. પક્ષિ પ્રતિક્રમણમાં વડીલ સકલાર્હત્ બોલે ત્યારે ય શ્રોતાઓનો એવો એકાગ્ર ઉપયોગ હોતો નથી. એટલે ધીમે ધીમે સકલાર્હત્ ભૂલી જવાય. અને પછી જ્યારે અચાનક એ સ્તોત્ર બોલવાનો અવસર આવે ત્યારે મુંઝવણ થાય. જીભ થોથવાય. એમ ક્યારેક એકલા પ્રતિક્રમણ કરવાનો અવસર આવે ત્યારે પણ સકલાર્હત્ કાચું થઈ ગયું હોવાથી મુંઝવણ થાય. પછી ભુલો ભરેલું સકલાર્હત્ બોલવું પડે. એમાં કેટલા બધા દોષ લાગે ?..
એમ પાક્ષિક અતિચાર અને પક્ષિસૂત્ર બોલવાનો અવસર પણ કેટલાંક સંયમીઓને વર્ષો સુધી આવતો નથી. અને છેવટે તેઓના આ બધા સૂત્રો કાચા થઈ જાય છે. એકવાર ચૌદશે સાંજે ઘણો લાંબો વિહાર કર્યા બાદ એક ગુરુએ શિષ્યોને કહી દીધું કે, “બધા મનમાં જ પ્રતિક્રમણ કરી લો” ત્યારે કેટલાંક શિષ્યો મુંઝાયા. એમણે ગુરુને કહ્યું કે, “અમને અતિચાર અને પક્ષ્મિસૂત્ર પાકા નથી આવડતા.” ગુરુએ સખત ઠપકો આપ્યો. ૧૫-૨૦ વર્ષના દીક્ષાપર્યાય બાદ શ્રમણજીવનના પાયાના સૂત્રો પણ જો ન આવડે, કાચા રહે તો તો હદ થઈ ગઈ !
આવા સંયમીઓને માંડલીમાં અચાનક કોઈ વડીલ આદેશ આપી દે તો તેઓ ગભરાઈ જાય અને છેવટે ના પણ પાડી દે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૫૭)