________________
પડિલેહણ કરતી વખતે, ખમાસમણા વખતે એ દસીઓ બીજા બધા સાથે ઘસાય અને તણખાં ઝરે. આમાં તેજસકાયની વિરાધના થાય છે. એ તણખાઓ સચિત્ત જ છે. અચિત્ત નથી.
(૭૭)આ વિરાધનાથી બચવા અને જિનાજ્ઞાપાલન માટે ઉનની દશીઓ વાપરવી જરૂરી છે. ભલે એ દેખાવમાં સારી ન પણ લાગતી હોય પણ સંયમી માટે તો જે સંયમોપયોગી હોય એ જ સારું. ૧૩૪. હું ઓઘારિયું તથા ઝોળીના ગુચ્છાપાત્રસ્થાપન શુદ્ધ ઉનના રાખીશ :
આ અનવસ્થા દોષથી ઘુસી ગયેલો અતિચાર છે ? કે પછી સુવિહિતગીતાર્થીએ માન્ય રાખેલો આચાર છે ? એ ખબર નથી પડતી, પણ એવું જોવા મળે છે કે ઘણા સંયમીઓ હવે ઓધારિયા શુદ્ધ ઉનના તો નહિ જ, પણ મિશ્ર-ઉનના પણ વાપરવાને બદલે રેશમી વગેરે ઓઘારિયા રાખતા થયા છે. પાછી આ જ વાત કે એમાં રાગપોષણ, વિભૂષાપોષણાદિ અનેક દોષો લાગે છે. ભગવાને તો (૭)ઉનનું ઓઘારિયું વાપરવાનું કહ્યું છે. આ બધા વિભૂષાકારક પદાર્થો શી રીતે વાપરી શકાય ? સુવિહિતગીતાર્થોએ આ વાત માન્ય રાખી હોય એવું તો નથી લાગતું. પણ આ વાત સાવ સામાન્ય ગણીને તેની ઉપેક્ષા જ થઈ છે એમ લાગે છે. અલબત્ત, આ નાનકડી બાબત હોય તો પણ, સંયમીઓ તો એ જ કહેવાય ને કે ? કે પ્રભુની ઝીણી ઝીણી બધી આજ્ઞાઓ પાળવા માટે તત્પર રહે. એમ ઝોળીના ગુચ્છાઓ અને ત૨પણી ઉપર જે બાંધવામાં આવે છે તે, પાત્રાઓ મૂકવા માટેનું પાત્રસ્થાપન પણ ગરમ જ રાખવું જોઈએ.
જેમ કામળીકાળમાં સૂક્ષ્મ અસ્કાયની વિરાધનાથી બચવા ઉનની કામળી વાપરીએ છીએ. એમ ઓઘા, ઝોળી, તરપણી ઉપર પણ ઉનનું વસ્ત્ર હોવું આવશ્યક છે.
૧૩૫. હું શુદ્ધ ઉનની કામળી વાપરીશ :
ઉપરના નિયમમાં બતાવેલા વસ્ત્રો કરતા કામળી તો ઘણું મોટું, આખા શરીરને ઢાંકનારું વસ્ત્ર છે. કામળીકાળમાં સૂક્ષ્મ અસ્કાયની વિરાધનાથી બચવા માટે તે કામળી મુખ્યત્વે ઉનની જ વાપરવી પડે. એ ઉન પણ શુદ્ધ ઉન્ન જોઈએ. સિન્થેટિક વગેરેના મિશ્રણવાળી કામળીમાં અગ્નિના તણખા ઝરતા અનુભવાય છે.
શુદ્ધ ઉનની કામળી થોડી ભારે પડે, કર્કશ લાગે માટે આજે કેટલાંક સંયમીઓ કોમળ સ્પર્શવાળી અને વજનમાં ખૂબ હલકી એવી ઉન સિવાયની પણ કામળીઓ વાપરે છે. એમાં ઉનનો ભાગ ખૂબ જ ઓછો કે નહિવત્ હોય છે. એમાં પ્રશ્ન એટલો જ છે કે શાસ્ત્રકારોએ શુદ્ધ ઉનની કામળી વાપરવાની જે વાત ક૨ી છે એ સૂક્ષ્મ અકાયની વિરાધના અટકાવવા માટે કરી છે. હવે જો શુદ્ધ ઉન સિવાયની બીજી બધી કામળીઓ વપરાય તો એમાં શું જીવદયા પળાય ખરી ? એમાં સૂક્ષ્મ અકાંયની વિરાધના અટકે ખરી ? અને જો એ વિરાધના ન અટકતી હોય તો પછી આવી કામળીઓ શી રીતે વાપરી શકાય ? વળી બીજા પ્રકા૨ની કામળીઓમાં શિયાળામાં તેજસ્કાયની વિરાધના પણ સ્પષ્ટ જોવા મળે છે. એટલે જો થોડીક વજન ઉંચકવાની અને થોડોક કર્કશ સ્પર્શ સહન કરવાની ક્ષમતા હોય કે ક્ષમતા કેળવી શકાતી હોય તો પછી એવી શુદ્ધ ઉનવાળી કામળીઓ જ વાપરવી જોઈએ.
આમ છતાં આ બાબતમાં ગીતાર્થ-સુવિહિત વડીલો જે જણાવે તે મુજબ ક૨વું. મારી દૃષ્ટિએ મને સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૪૬)