________________
❖❖❖❖❖❖❖❖❖❖❖❖❖❖❖❖❖❖❖
૨૩. હું ઉપાશ્રય કે દેરાસરમાં પ્રવેશ કરતી વખતે નિસીહિ બોલીશ.
૨૪. હું ઉપાશ્રયમાંથી કે દેરાસરમાંથી નીકળતી વખતે આવહિ બોલીશ. હું રત્નાધિકના પાત્રા, આસન, લુણું વગેરે ઉપધિ વાપરીશ નહિ.
૨૫.
૨૬.
મારા ગ્રુપમાં રહેલા કોઈપણ સંયમીની (રોજિંદી આરાધના કરતાં કંઈક) વિશેષ પ્રકારની આરાધનાની હું વાચિક અનુમોદના-પ્રશંસા કરીશ.
૨૭. મારી આંખ દ્વારા જે સ્થાપનાજી દેખાતા હોય એ સ્થાપનાજી કરતાં ઊંચા આસને હું બેસીશ નહિ. ૨૮. હું મારા ગુરુના કોઈપણ આદેશને=નિર્ણયને સહર્ષ સ્વીકારીશ. કદાચ મને એ નિર્ણય બરાબર નહિ લાગે તો પણ હું માત્ર મારા ગુરુને જ એ અંગે જણાવીશ. પણ બીજા કોઈપણ સામે ‘એ નિર્ણય બરાબર નથી લાગતો, ખોટો છે, ગુરુએ ભુલ કરી છે.' એમ નહિ બોલું. ૨૯. હું વાપર્યા બાદ તરત જ ચૈત્યવંદન કરી લઈશ, પછી જ બીજા કામ કરીશ.
૩૦. હું દેરાસરમાં જે ચૈત્યવંદન કરું એના ત્રણ ખમાસમણા પંચાંગ પ્રણિપાતપૂર્વક ઉભા-ઉભા આપીશ. ૩૧. હું વિહારમાં ચાલતી વખતે કોઈપણ સાથે વાતચીત નહિ કરું.
૩૨. હું મુહપત્તીનો ઉપયોગ રાખીને જ બોલીશ.
૩૩. જ્યારે કારણસર આધાકર્મી ગોચરી વાપરવી પડે, ત્યારે એમાં મીઠાઈ-તળેલું વગેરે વિશિષ્ટ વસ્તુઓ હું નહિ વાપરું.
૩૫.
૩૪. જ્યારે કારણસર આધાકર્મી વાપરવી પડે, ત્યારે પ્રત્યેક ટંક દીઠ બે/ત્રણ/ચાર દ્રવ્ય જ વાપરીશ. સંસારી બા-બાપુજી, સગા ભાઈ-બહેન વંદન કરવા માટે આવે અને ગોચરીનો લાભ આપવા માટેનો આગ્રહ કરે તો ના-છૂટકે એમને લાભ આપવાની છૂટ, તે સિવાય બહારગામથી કે સ્થાનિકગામથી કોઈપણ ભક્તો કે સ્વજનોએ લાવેલી ગોચરી હું વહોરીશ નહિ કે વાપરીશ નહિ.
૩૬.
૩૭.
હું સૂર્યોદય પછી જ ઘડાઓનું પ્રતિલેખન કરીશ અને એને બરાબર પ્રકાશમાં જોઈ પુંજણીથી પૂંજીને પછી જ એમાં પાણી વહોરીશ.
હું પાણીની પરાતો પૂંજીને જ પછી એમાં પાણી ઠારીશ. જમીન પણ બરાબર પૂંજી લઈશઃ જો હું ઘડો વાપરીશ તો ઘડો સીધો જમીન ઉપર નહિ રાખી મૂકું અને ઘડામાંથી પાણી લેતી વખતે ઘડો નમાવીને પાણી નહિ લઉં. પણ ઘડો ઊંચકીને પાણી લઈશ.
૩૮.
૩૯.
ગોચરીમાં જો સંઘાટક વ્યવસ્થા ગોઠવાતી હશે તો હું નિષેધ નહિ કરું. એ સંઘાટક વ્યવસ્થામાં મદદગાર થઈશ.
૪૦.
૪૧. ૪૨.
હું ૫૦ કે તેથી વધારે માણસોના રસોડામાંથી મીષ્ટાન્ન + ફરસાણ નહિ વાપરું. હું રોજ એકાસણું કરીશ. ઉપવાસના પારણે એક દિવસ બેસણું કરીશ.
હું એકાસણામાં રોજ ૬/૭ દ્રવ્યથી વધારે નહિ વાપરું. જો બેસણું કે નવકારશી કરું તો દરેક ટંક દીઠ ૪થી વધારે દ્રવ્ય નહિ વાપરું.
૪૩.
હું મહિનામાં પાંચ-સાત દિવસથી વધારે વાર મિષ્ટાન્ન નહિ વાપરું.
૪૪. મિષ્ટાન્નની છૂટના દિવસે પણ ચેતનો / છ ટુકડા / દોઢ ટોક્સીથી વધારે મિષ્ટ નહિં વાપરું. ૪૫. હું મહિનામાં પાંચથી વધારે દિવસ તળેલું નહિ વાપરું.