________________
જોઈએ કે ‘મોંઘા સાબુ - મોંઘા પાવડરનો ઉપયોગ નહિ કરીએ.’
આજે ૮૦% જૈનો જે મોંઘા સર્ફ અલ્ટ્રા વિગેરે પાવડરો કદિ નથી વાપરતા એ જ પાવડરો આજે કેટલાંક સાધુઓ વાપરે છે. તેઓને એ સિવાય કોઈ પાવડર ચાલતો જ નથી.
એમ ૮૦% જૈનો જે સાબુ આખા વર્ષમાં ક્યારેય ન વાપરતા હોય, તેવા સુગંધી, ખૂબ ફીણ કરનારા, ૨૦-૪૦ રૂપિયાના સાબુઓ પણ સંયમીઓ વાપરે છે.
આ તો ઉચિત ન જ ગણાય. કપડાને ચકમકતા કે સુગંધી કરવા માટે જ ઉપયોગી આવા પાવડરો-સાબુઓ વાપરવાની શી જરૂર છે ? આપણે તો માત્ર મેલા વસ્ત્રોને ચોક્ખા કરવાના છે. ચકમકતા કે સુગંધી નહિ.
સંયમીઓ માત્ર એટલું નક્કી કરે કે ગૃહસ્થોના ઘરોમાં કપડા ધોવા માટે જે સાબુ, જે પાવડર વપરાતા હશે તે જ અમે વાપરીશું.
ખરેખર તો સંયમીઓ જે પાવડર-સાબુ શ્રાવકો પાસે દૂકાનમાંથી ખરીદીને મંગાવે છે એની જરૂર જ નથી. કેમકે બધા શ્રાવકોના ઘરે સાબુ-પાવડર હોય જ છે. એમના ઘરે જઈને યાચના કરીને સાબુપાવડર લઈ લઈએ તો પણ ચાલે. આમાં ક્રીત વિગેરે ઘણા દોષોથી બચી જવાય. ઘરે રહેલા સાબુપાવડરો વહોરાવવામાં કોઈ શ્રાવકને તકલીફ ન પડે. બજારમાંથી ખરીદીને સાબુ-પાવડર આપવાના હોય તો મધ્યમવર્ગના શ્રાવકો ય થોડોક સંકોચ તો પામે જ છે.
ન
એટલે સાબુ-પાવડર વાપરવા જ હોય તો ગૃહસ્થોને ત્યાં વપરાતા સાદા સાબુ-પાવડર જ વા૫૨વાનો નિયમ લઈ મોંઘા-ઉંચી જાતના સાબુ-પાવડર ત્યાગી દેવા જોઈએ.
૯૫. હું મારા કાપમાં કોઈપણ વડીલ મહાત્માનું એક નાનકડું વસ્ત્ર પણ કાપ કાઢીશ.
આમ તો ગુરુ સિવાય બાકીના બધા જ નાના મોટા સાધુઓ પોત-પોતાનો કાપ જાતે જ કાઢતા હોય છે. વૃદ્ધો, ગ્લાન, ગુરુ વિગેરેના વસ્ત્રોનો કાપ વૈયાવચ્ચી સાધુઓ કાઢતા હોય છે. બધા સંયમીઓ કાપ કાઢવા વિગેરે રૂપ વૈયાવચ્ચમાં ઉત્સાહી નથી હોતા. બધાના સંયમયોગો જુદા જુદા પ્રકારના હોય છે. એટલે બધા જ સંયમીઓ ગુરુ, ગ્લાન, વૃદ્ધાદિકના કાપ કાઢવાદિ વૈયાવચ્ચ કરે એ શક્ય નથી. પણ, ઉચિત વિનય તો પ્રત્યેક સંયમીનો આચાર છે. જ્યારે કોઈપણ સંયમી પોતાનો કાપ કાઢે ત્યારે ગુરુના, વડીલના, ગ્લાનના તપસ્વીના, વૃદ્ધના કે બાલના એકાદ વસ્ત્રનો કાપ પણ ભેગો કાઢી લે તો ભક્તિ-વિનય કરવાનો લાભ મળે અને આ રીતે એક વસ્ત્રનો કાપ કાઢી આપવો કોઈને અઘરો પણ ન પડે.
વળી આવું ઔચિત્ય જોઈ ગુર્વાદિકને પણ આનંદ થાય. આ વાત સાવ નાનકડી છે પણ એની અસરો ઘણી મોટી છે. આવી રીતે એકાદ વસ્ત્રનો કાપ કાઢી આપનારા પ્રત્યે બીજા સંયમીઓનો સદ્ભાવ વધે, જે કંઈ તેના પ્રત્યે પૂર્વગ્રહ હોય, તે પણ ગળી જાય. એટલે નાનકડો પણ આ આચાર બધા
સંયમીઓએ પાળવો.
જેઓ જાતે પોતાનો કાપ કાઢતા જ નથી, તેઓ માટે આ નિયમ નથી.
૯૬. હું મારો કાપ જાતે જ કાઢીશ. કપડા સુકવવા માટે બીજાને આપવાની છૂટ. આવશ્યક નિર્યુક્તિમાં સંયમી માટે ખૂબ જ સુંદર શબ્દ વાપર્યો છે. ‘‘સ્વયંવાક્ષાતપોધનાઃ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૧૩)
11