________________
પડતા મૂકીને માત્રુ કરતાની સાથે જ પ્યાલો પઠવવા જતા રહેવું. રે ! એક મિનિટ કોઈકની સાથે વાત ક૨વા પણ ઉભા રહેશો તો એમાં ય ઉપયોગ જતો રહેશે અને વિરાધના થશે. એટલે બીજું બધું બાજુ પર રાખીને માત્રુ ક૨તાની સાથે જ પ્યાલો પરઠવવા જવાની આ પ્રતિજ્ઞા ધારણ કરવી.
૬૭. હું જમીનથી વધુમાં વધુ ૪-૬ આંગળ જ પ્યાલો ઉંચો રાખીને માત્ર પરઠવીશ.
કેટલાંકો દાદરા નીચે ઉતર્યા વિના જ બે-ત્રણ હાથ ઉપરથી પણ માત્રુ નીચે પરઠવે. કેટલાંકો છેક પહેલે માળેથી પણ માત્ર નીચે પરઠવે. નીચે રહેલી નિગોદની વિરાધનાની, આવી રીતે નાંખવાથી થતી વાયુકાયની વિરાધનાની જેને કોઈ પરવા ન હોય તેઓ જ આવી રીતે માત્રુ પરઠવી શકે.
વિધિ તો આ જ છે કે જમીનની એકદમ નજીક પ્યાલો લઈ જઈને માત્ર પરઠવવું. બે આંગળીનું જ જમીન અને પ્યાલા વચ્ચે અંતર હોય તો એ શ્રેષ્ઠ જયણા કહેવાય. વધુમાં વધુ ૪-૬ આંગળ હજી ય ચલાવીએ. પણ ક્રિકેટ મેચમાં ક્રિકેટરો જેમ બોલ ફેંકે એમ સંયમીઓ માઝુ ફેંકે તો એ અત્યંત નિંદનીય કાર્ય બને.
અલબત્ત પ્રાયઃ આવું કોઈ સંયમીઓ કરતા નહિ જ હોય. છતાં કોઈકમાં પણ આવા ખરાબ સંસ્કાર ઘુસી ન જાય એ માટે આ કાળજી - સૂચના કરવી જરૂરી છે.
૬૮. હું શૃંડિલ કે માત્ર પરઠવતા પહેલા ‘અણજાણહ જસ્સગ્ગહો’ બોલીશ અને પરઠવ્યા બાદ ‘વોસિરે' બોલીશ.
જ્યાં માત્ર પરઠવીએ તે સ્થાનના જે માલિક હોય, તે દેવોની રજા લેવા માટે પ્રથમ શબ્દ છે કે “જે દેવનો આ અવગ્રહ હોય. તે મને અનુમતિ આપો. જેથી હું અહીં માત્રુ પરઠવું.” આ રીતે દેવની અનુજ્ઞા લીધા બાદ માત્ર પરઠવીએ તો તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવ કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરે. પણ જો આ રજા લીધા વિના પરઠવીએ તો એક તો ચોરીનો દોષ લાગે. ઉપરાંત જો તે દેવ વીફરે તો આપણને ઘણું નુકશાન પણ કરે. રસ્તામાં ગમે ત્યાં માત્રુ - ઠલ્લે બેઠેલા સંયમીઓને ભૂત-પ્રેત વળગી ગયા હોવાના ઘણા પ્રસંગો સાંભળવા મળે જ છે.
હાથમાં માત્રાનો પ્યાલો હોય ત્યારે તો કંઈપણ બોલી ન શકાય એટલે પ્યાલો જમીન ઉપર મૂકી પછી સ્પષ્ટ ઉચ્ચાર પૂર્વક ‘અણુજાણહ જસ્સગ્ગહો' બોલી પછી પ્યાલો પરઠવવો. એ પછી પાછો પ્યાલો નીચે મૂકી ‘વોસિરે’ (કેટલાંકો ત્રણવાર પણ બોલે છે) બોલવું. પછી પ્યાલો લઈ શકાય.
કેટલાંક વળી આ રીતે પ્યાલો લે-મૂક કરવાને બદલે મનમાં જ ઉપર પ્રમાણે શબ્દો બોલી દે છે. “એ ચાલે કે કેમ ?” એ પોત-પોતાના સમુદાયના અગ્રણી મહાત્માઓને પુછીને નક્કી કરવું.
જેમ માત્રુ પરઠવતી વખતે આદેશ માંગીએ છીએ. એમ જ્યાં ઉતરીએ ત્યાં શ્રાવકોને પણ પુછી લેવું જોઈએ કે “અહીંયા ક્યાં ક્યાં માત્ર પરઠવી શકાશે ?” વર્ષોથી તે સ્થાનના અનુભવી શ્રાવકો માત્ર માટેના યોગ્ય સ્થાન બતાવશે અને જો કો'ક સ્થાને પરઠવવામાં પૂર્વે ઝઘડા વિગેરે થયા હશે તો તેનો નિષેધ પણ કરશે એટલે પછી સંયમીઓ દ્વારા શાસનહીલનાની પ્રવૃત્તિ નહિ થાય.
પાનોલી જેવા સંપૂર્ણ મુસ્લિમ વસતિ ધરાવનારા ગામમાં જૈનોનું જે વિહાર ધામ છે ત્યાં આવું બોર્ડ પણ મૂકાયું છે કે “સાધુ-સાધ્વીજીઓએ કંપાઉન્ડની બહાર ક્યાંય ઠલ્લે-માત્રુ પરઠવવા નહિ.”
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ = (૯૦)