SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મિષ્ટનું ભોજન નારીદર્શન ભંડાદિક પણ ત્યાગે, સ્વચ્છંદતા છોડી ગુરુપરતંત્રી બનતા હિતરાગે. ધન તે...૯૨ મારો આત્મા જ્ઞાનાનંદમય છે. પુદ્ગલો સાથે મારે કોઈ સંબંધ નથી. છતાં ‘મારું શરીર કેટલું મજબુત - કહ્યાગરું - નીરોગી છે.' એમ વિચારીને મને શરીરનો અહંકાર જાગે છે. ‘મારું રૂપ અદ્ભુત છે. સફેદ ચામડી, સપ્રમાણ ઉંચાઈ, પાતળું છતાં માંસલ શરીર...' આ બધું વિચારીને - જોઈને મને મદ જાગે છે. એમ એ શરીરનું લાવણ્ય, મને સ્તુ જ ગુરુ તરીકે માનતા તે તે ગામ-નગરો-સંઘો, મારા તાબામાં રહેલા તીર્થોના મનોહર બગીચાઓ, મને ભક્તો તરફથી મળતા કરોડો રૂપિયા... આ બધાનો નશો મને ચડે છે. અરે ! આ તો બધા પુદ્ગલના પર્યાયો છે. શું લાગે વળગે મારે એની સાથે ? 7 મારે તો રત્નત્રયી સાથે જ નિસ્બત ! આ પુદ્ગલપર્યાયો ક્યાં કોઈના શાશ્વત ટક્યા ગા છે, કે મારા ટકે ? એનું અભિમાન કરવાનો મતલબ શો ? त जि शुद्धाः प्रत्यात्मसाम्येन पर्यायाः परिभाविताः । अशुद्धाश्चापकृष्टत्वान्नोत्कर्षाय महामुनेः ॥ આ જગતના જીવોમાં બે પર્યાયો જોવા મળે છે. આત્માના શુદ્ધપર્યાયો અને પુદ્ગલો સંબંધી અશુદ્ધ પર્યાયો ! મારામાં પણ આ બંને પ્રકારના પર્યાયો છે. મને એમાંથી શેનો અહંકાર જાગે છે ? EF FUL સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યપ્ચારિત્ર આ રત્નત્રયી આત્માનો શુદ્ધપર્યાય છે. એની સામે ૨૫-૫૦ શિષ્યોનું ગુરુપદ - આદેય નામકર્માદિના કારણે પ્રવચનોમાં હજારો લોકોનું આગમન - ચારેબાજુ મારા માટે મીઠીમીઠી સુવાસ - હાજર જવાબીપણું બુદ્ધિની અત્યંત તીક્ષ્ણતા - શરીર તપથી ઓગળી જવું... આ બધા તો પુદ્ગલથી ઉત્પન્ન થયેલા અશુદ્ધ પર્યાયો છે. – न F F 5 त स्म FFFFF Wor ભ ભ શું મને મારામાં પ્રગટી ગયેલી રત્નત્રયીનું અભિમાન છે ? અર્થાત્ મારી પવિત્ર આ પરિણતિનું અભિમાન છે ? ‘બીજાઓમાં ચારિત્રપરિણતિ નિર્મળ નથી, મારી પરિણતિ આ મહાન છે, બીજાઓમાં સમ્યક્ત્વ નબળું છે, મારામાં સબળું છે. બીજાઓમાં સુવિવેકની ખામી છે, મારામાં સંપૂર્ણતા છે...' આવા બધા અહંકાર જો મને સતાવતા હોય તો મારા માટે એ બિલકુલ યોગ્ય નથી. કેમકે એ શુદ્ધપર્યાયો તો દરેકે દરેકમાં સરખા જ છે, સમાન જ છે. ફરક માત્ર એટલો જ છે કે મારા શુદ્ધપર્યાયો અમુકઅંશમાં પ્રગટી પ્રે ચૂકેલો છે, તેઓના શુદ્ધપર્યાયો હજી ઢંકાયેલા છે. પણ એમાં કંઈ મારે ગર્વ કરવા જેવો પ્રે ક્ષ છે જ નહિ. છ ક્ષ જેમ છોકરાને જન્મ આપી ચૂકેલી મા પણ મા કહેવાય છે, તો ગર્ભવતી સ્ત્રી પણ ણ " અહંકાર (62) m
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy