SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુ ડગે ને ચંદ્રસૂર્ય વિમાનો અટકે ફરતા, તો પણ નિષ્કલંક સંચમી નાની પણ ભૂલ નહિ કરતા. ધન તે... ૫૧ त માટે જે ઘરનો દરવાજો કદી ન ખૂલે, એ જ ઘ૨ની શ્રાવિકાઓ માત્ર મારા ‘ધર્મલાભ’ શબ્દને સાંભળી, મારા વેષને જોઈને નિઃશંક બનીને દરવાજો ખોલી દે. એટલું જ નહિ, પણ ‘પધારો, પધારો' એમ મધુર આવકાર આપે. છેક રસોડા સુધી જવાની મને બેરોકટોક છૂટ ! મારી કોઈ તપાસ કરવામાં ન આવે. ‘‘સાધુવેષ પહેરીને કોઈ ચોર-સ્તુ લુંટારો તો નથી આવ્યો ને ?'' એવો વિચાર પણ કરવામાં ન આવે. કેટલા બધા હર્ષ સાથે, કેટલા બધા સુપાત્રદાનના ઉછળતા ભાવ સાથે એ બહેનો મને વિનંતિ કરે. મેં મોંઘી વસ્તુઓ પણ મને નિઃસંકોચ બનીને વહોરાવે. સ્ત્રીઓ પરપુરુષ તરફથી જે जि 7 આશંકા, અવિશ્વાસ, ભય રાખે..એમાંનુ કશું જ અહીં જોવા ન મળે. જાણે કે હું 7 એમના સગા બાપ, સગા ભાઈ, સગા દીકરા કરતા પણ એમને માટે વધુ શ્રદ્ધેય, વધુ જ્ઞા મૈં વિશ્વસનીય બની રહું છું. પણ ત્યારે હું..? ना य એ બહેનો મને ગુરુ માને, તો મારી એમના પ્રત્યેની ફરજ શું ? શું એમના તરફ વિકારષ્ટિ કરવી એ મને શોભે ખરું ? त એ બહેનોને મારામાં પૂયતાના દર્શન થાય, તો મારે તેઓમાં શેના દર્શન કરવા ? તેઓ મારામાં અગાધ વિશ્વાસ રાખે, તો શું એ વિશ્વાસનો ઘાત કરવો એ મારી ખાનદાની છે ? એ મારી સાધુતા છે ? તેઓ ગોચરી-પાણી વગેરે દ્વારા મારા પર કેટલો બધો ઉપકાર કરે છે, એની સામે આવા દોષો સેવીને શું કૃતઘ્ન બનવું છે ? એ ઉપકારનો બદલો વાળવાને બદલે ઉપકારોની જ હત્યા કરવી છે મારે ? IEEE EEE FF00000000000 न S स ना य આ પેલા સ્થૂલભદ્રજી તો વેશ્યા સામે ય વિકારર્દષ્ટિ ન કરે, કે જે વેશ્યા એમને એવા જ મલિનભાવથી જોતી-ઝંખતી હતી. જ્યારે હું ? વ્રતધારી-શીલસંપન્ન-કુલવાન સ્ત્રીઓ સામે વિકારથી દષ્ટિ કરું ? વાતો કરવાના બહાને મારી સંજ્ઞાનું પોષણ કરું ? ઓ અરિહંત ! બચાવ, બચાવ તું મને ! આ ભા મ સં મારા કરતા તો પેલા ચંબલખીણના ડાકુઓ, લુંટારાઓ, ખૂનીઓ પણ સારા કે જેઓ શત્રુની સ્ત્રી પર પણ કદી ખરાબ દૃષ્ટિ ન રાખતા. જો પોતાના સાગરીતો એવી પ્રે કોઈ હરકત કરે, તો શત્રુ સ્રીના શીલની રક્ષા માટે એ સાગરીતોને મોતને ઘાટ ઉતારી પ્રે |ક્ષ દેતા વાર ન લગાડતા. એની સામે હું કોની સામે નજર બગાડું છું ? તીર્થંકરોને પણ ક્ષ પૂજનીય એવા શ્રીસંઘના જ એક ઘટક રૂપ શ્રાવિકાઓ ઉપર ? આ તો સંઘની ઘોર ણ ણ 0000001 દૃષ્ટિદોષ (૫૧)
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy