SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ રયોગોમાં રમતા મુનિવર દુર્ગતિ દૂર ફગાવી. ધન તે..., સાતમી નરક ને મોત તણા દુખસખની મત આ ય = કા ને રડાવ્યો, મને મારા દોષ જોવાની આંખો આપી. મેં સંકલ્પ કર્યો કે “મારે હવે પવિત્ર જ રહેવું છે. સ્ત્રી સામે નજર જ કરવી નથી. કેમકે એ જ બધા પાપોનું ઉદ્ગમસ્થાન છે.' ના પણ મારા જેવા નબળા મનના માનવીના સંકલ્પો પણ નબળા જ ને! પત્તાના તુ મહેલની માફક એ સંકલ્પોને તૂટતા શી વાર? ગુરુનો વિરહ થયો, દિવસો પસાર થયા નું અને પેલા સંકલ્પો બધા ધરતીમાં દટાઈ ગયા. ફરી આંખો ફરકવા લાગી, રૂપ જોવા લાગી, વિકૃતિનો ભોગ બનવા લાગી... પણ એક ફાયદો થયો કે હવે આ પાપો થતા, લિ છતાં એમાં ઉડે ઉડે ડંખ પણ રહેતો. “હું ખોટું કરું છું.” એવો ભાવ પણ રહેતો. રે! લા ને ઘણીવાર દેરાસરમાં સ્તુતિઓ બોલતી વખતે હું ધ્રુસકે ધ્રુસકે રડી પડતો. આ શુભભાવો ન શા જ મારા સહાયક બન્યા અને એ દોષ આગળ વધતો અટક્યો. એમાં ફરી ગુરુભગવંત શા * પધાર્યા, ફરી પ્રવચનો...ફરી સંકલ્પ.. આ વખતે ગુરુવરનો અંગત પરિચય થયો. | એમની પ્રેરણાથી મેં ભવાલોચના કરી, ૨૦૦ પાના ભરીને મેં મારા અપરાધો લખી નાંખ્યા. હા ! ખરેખર લખીને નાંખી જ દીધા, આત્મામાંથી દૂર ફેંકી દીધા. અનરાધાર આંસુઓ વહેતા અને હું અમ્મલિતગતિએ મારી બોલપેન ચલાવતો... ચોક્કસ અનંતાનંત પાપો મારા એ અશ્રુધોધમાં ધોવાઈ ગયા હશે. ગુરુવરે આલોચના વાંચીને મને બોલાવ્યો, મારી પીઠ થાબડી. ખૂબ ધન્યવાદ ર આપ્યા. મારા આત્માની ઉત્તમતાને વખાણી, મોક્ષમાર્ગે આગળ વધવા પ્રેરણા કરી. R સંયમજીવનની મહત્તા-નિર્દોષતા દર્શાવી... અને મારા પ્રચંડતમ પુણ્યોદયે આ ઉં જીવનમાં સૌ પ્રથમવાર મને એક ભાવ જાગ્યો કે હું સાધુ બનું, સંસારત્યાગી શ્રમણ 8 બનું, પતિતપાવન અણગાર બનું, સ્થૂલભદ્રજીનો વારસદાર બનું...” એ પછી તો સ્વજનો સાથે ઝઘડીને મુમુક્ષુપણામાં રહ્યો, તાલીમ લીધી, પેલો . દષ્ટિદોષ લગભગ હવે સતાવતો ન હતો. મને લાગ્યું કે “મારો એ દોષ ખતમ થઈ . " ગયો હશે...” પણ મને ઘણી વખત બાદ ખબર પડી કે “એ મારો ભ્રમ હતો. I " મારી દીક્ષા થઈ, સાવ અંતર્મુખતાનું જીવન શરૂ થયું. પણ કોણ જાણે કેમ ? " | મને કંઈક અધુરતા અનુભવાતી હતી. મનમાં કંઈક બેચેની, કંઈક અજંપો, કંઈક તડપ સ અનુભવાતી હતી. મને ઘણીવાર વિચાર આવતો કે, “મારે જે જોઈતું હતું, એ તો મને સી એ મળી ગયું છે છતાં મન એકદમ પ્રસન્ન કેમ નથી ? કેમ મારું મન બેચેન બની જાય છે ?” અને દીક્ષા બાદ એક દિવસ રસ્તામાં અચાનક કોઈક સ્ત્રી પર દૃષ્ટિ પડી ગઈ, | હું LIMINALIA દૃષ્ટિદોષ ૦ (૪૮) LIMIT
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy