SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ દેહ તણી સુંખશીલતાના યોગે ભટક્યો ભવ અનંતા’ કટ્ટરશત્રુ માની દેહને કષ્ટ બહુ જે દેતા, ધન તે...૪૭ દૃષ્ટિદોષ त त (૫) દૃષ્ટિદોષ ઃ અનાદિકાળની મૈથુનસંજ્ઞામાંથી પ્રગટ થતો આ દોષ મારામાં S સ્તુ નાનપણમાં તો ન હતો, કેમકે એ દોષની ઉત્પત્તિ માટે યૌવનવય જરૂરી છે. હું સ્કુલમાં સ્તુ ભણતો હતો, લગભગ આઠમા ધોરણમાં હતો અને મારામાં આ દોષ જાગ્રત થયો. સ્કુલમાં ખરાબ છોકરાઓની સોબતે પણ આ દોષને ઉત્પન્ન કરવામાં ભાગ ભજવ્યો. મેં નિ રસ્તે જતી છોકરીઓને જોવી, મશ્કરી કરવી, અંદરોઅંદર ખરાબ વાતો કરવી... એક ન - જૈન તો શું, પણ કુળવાન અજૈનને ય ન શોભે એવા આચાર-વિચાર-ઉચ્ચારમાં હું 7 શા લપેટાયો. એમાં ય વળી ‘આ ખરાબ કહેવાય, આવું ન કરાય' એવું કહેનાર કોઈ ન મળ્યું. ઉલ્ટું આવું ખરાબ કરનારા અને કરાવનારાઓ જ ઘણા મળ્યા. એટલે આ દોષ મને ત્યારે ખરાબ લાગ્યો જ ન હતો. स ना य 111111111111111 આ ભ ૬. દોષ નં. ૫ STRON ગયા, ઉંમર વધતી ગઈ, નિમિત્તો વધતા ગયા, નિષ્ઠુરતા વધતી ગઈ, વિકારો વકરતા એમાં વળી મને ટી.વી.નો, પિક્ચરોનો શોખ ! એમાં તો કેટલું ખરાબ બતાવે ? મને રોકનાર કોઈ ન હતું... કેટલા કલાકો-દિવસો-મહિનાઓ-વર્ષો આ દોષના સેવનમાં મેં વેડફી નાંખ્યા. કાયિક પાપની તો હિંમત ન હતી, સમાજ નડતો હતો...પણ માનસિક-વાચિક પાપોમાં ચકચૂર બન્યો જ. કાયાનું પાપ મુખ્યત્વે એક જ સેવાતું ‘દૃષ્ટિદોષ !' ટી.વી.માં કે સિનેમામાં કે છાપાઓની પૂર્તિમાં કે દેરાસરમાં કે સ્વામિવાત્સલ્યમાં કે પવિત્ર તીર્થસ્થાનોમાં કે રસ્તે જતા-આવતા કે સ્કુલોમાં કે પડોશમાં કે...બધે નિમિત્તો મળતા. અને આંખ તરત એ રૂપ જોવા ખેંચાઈ જતી. જાણે કે મારી આંખો આકર્ષણી વિદ્યાનો ભોગ બની ન હોય ! વ્યવહારમાં એકપણ સ્ત્રી મારી ન હતી, પણ મનથી...? न E स ना य HI આ મ મારું સદ્ભાગ્ય જાગ્યું અને એક દિવસ સદ્ગુરુનો સંપર્ક થયો. એમના પ્રવચનો સાંભળ્યા. બ્રહ્મચર્યનો મહિમા સાંભળ્યો. અબ્રહ્મના નુકસાનો જાણ્યા...મને યાદ છે કે એ પ્રવચનો સાંભળતી વખતે હું ખૂબ રડેલો. બે હાથમાં મોઢું છુપાવીને, આજુબાજુ સં બેસેલાઓ સાંભળી ન જાય એ રીતે રૂદનના ડુસકાઓને દબાવીને, ચોધાર આંસુએ સં પ્રે રડેલો. મેં કરેલા પાપો મને ખૂબ પશ્ચાત્તાપ કરાવતા હતા. મારી બહેન સમાન સ્રીઓ . પ્રે માટે મેં કેવા વિચારો કર્યા ? મેં એમના તરફ કઈ દૃષ્ટિએ જોયું ? શું જોયું ? અનંતાનંત ઉપકાર એ ગુરુભગવંતોનો ! કે જેમણે દેશના દ્વારા મને પલાળ્યો, ક્ષ ક્ષ ણ ણ ( દૃષ્ટિદોષ ૭ (૪૦)
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy