SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કામ-ક્રોધ-ઈર્ષ્યા રસગારવ-મદમાયાદિક દોષો, સૂક્ષ્મથી આતમદર્શન કરતા હરતા કર્મના કોષો. ધન તે...૩૨ હતો, મારા એક દોષના કારણે... એ ભાન મને ન આવ્યું. કાજો કાઢ્યા બાદ, કાજો પરઠવીને પાછો આવ્યો ત્યાં તો વળી નવી ફરિયાદ ! S ‘મહાત્મા ! માંડલીમાં નાના કણિયાઓ રહી ગયા છે, કાજો બરાબર લો. ફરીથી 5 સ્તુ એકવાર વ્યવસ્થિત દંડાસનથી કાજો ભેગો કરો...' અને દીવેલ પીધેલા મોંઢે મેં ફરી સ્તુ કાજો લીધો, ઘણા કણિયા નીકળ્યા, છતાં મને મારો દોષ ન દેખાયો. त त ત્યાં વળી એક પરીક્ષક હાજર થયા,‘અરે ! અહીં તો સુપના ડાઘા રહી ગયા સ્મ ત્તિ છે, બરાબર સાફ કરવું પડશે, નહિ તો કીડીઓ થશે. મહાત્મા ! એકવાર બરાબર . 7 લુંછણિયું કરી લો... ઉપાશ્રયની જગ્યા આવી બગડેલી હોય એ કેમ ચાલે ?.....' || હું ત્રાસી ગયો, બધા મને ટોકટોક કરતા હતા, પણ શું કરું ? નાનો અને નવો ! મુંગે મોંઢે એ અસહ્ય વેદનાને સહન કરી રહ્યો. ફરી લુંછણિયું કર્યું..... 4â E E F QQ l l l l l l l l l l l l 5 x 5 स બે-ચાર દિવસ આવી જાતજાતની મુશ્કેલીઓ કાજો કાઢવામાં આવી... છેવટે હું ય કંટાળ્યો અને વ્યવસ્થાપકને પરખાવી દીધું કે,‘હું કાજો નહિ કાઢું. . .લુણા કાઢીશ.' અને આ ત્રીજા કાર્ય માટે મારો અભિષેક થયો. પણ મારું દુર્ભાગ્ય ! કે હું એમાં ય પ્રસન્ન રહી ન શક્યો. ગોચરી પતે, ત્યાં સુધી રાહ જોવી પડી, બધા લુણા સર્ફમાં પલાડી દીધા બાદ હું એ ધોવા બેઠો. પણ મેં જોયું કે લુણા ઘણા વધારે હતા. સાધુઓ હતા ૨૦-૨૫, અને લુણા હતા ૩૦ ઉપર ! મેં તરત જ ફરિયાદ કરી કે,‘જેટલા સાધુ એટલા જ લુણા હોય, વધારે નહિ. હું વધારાનો કાપ નહિ કાઢું... અને મેં વધારાના પલડી ગયેલા લુણા વ્યવસ્થાપકને આપી દીધા, મારા આ ઉદ્ધતાઈ ભરેલા વર્તનનો એમણે કોઈ જવાબ ન વાળ્યો. એટલા લુણાની એમણે અલગ વ્યવસ્થા કરી. પણ એ ૨૦-૨૫ લુણા કાઢવામાં ય મને કંટાળો આ આવ્યો, સર્ફ-સાબુ બે પાણી.... એ પછી બધા લુણા સુકવ્યા, એ મેલા પાણીમાં આ ગોચરીનું લુંછણિયું ઘસી ઘસીને ધોવું પડ્યું, એ પાણી પરઠવવા બે માળ ઉતરવા પડ્યા, ભ એ ડોલ નીતરવા મૂકી, પરાત પણ નીતરવા મૂકી, પણ અડધો ક્લાક બાદ એ ડોલ પરાત ઉંચકીને, નીતરેલું પાણી લુંછવાની જવાબદારી તો ઉભી જ રહી. સુકાયેલું લુંછણિયું અને સુકવેલા લુણા નીચે ઉતારી લેવાનું કામ તો બાકી જ રહ્યું... આ બધું પ્રે કરવા છતાં ફરિયાદો આવી કે,‘લુણા બરાબર નીકળ્યા નથી, લુંછણિયામાં પણ ડાઘા પ્રે રહી ગયા છે...' વગેરે. એમાં ક્યારેક નીતરેલું પાણી લુંછવાનું રહી ગયું અને સંમૂચ્છિમની વિરાધના થઈ એનો ઠપકો ય મને મળ્યો. ભા સં ક્ષ क्ष ણ ( આળસ - કામચોરી ૦ (૩૨) મ
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy