SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ રાતદિન સંયમમાં ગુરુ-લઘુ અતિચારો જે લાગે, એક-એકને યાદ કરી મિચ્છા મિદુક્કડં માંગે, ધન તે. ૨૮ આળસ કામચોરી ઙ (૩) આળસ-કામચોરી : મા-બાપનો લાડીલો હતો હું ! એટલે જ ઘરમાં નાના૬ મોટા કોઈ કામ કરતો ન હતો. આ સંસ્કારો મને ભારે નડતરરૂપ બન્યા નથી ને ? સુ સંસારીપણામાં જ હું થોડોક મોટો થયો તે પછી બા મને ઘરના નાના-મોટા કામો મૈં ભળાવતી, ત્યારે મારું મોઢું ચડી જતું, બા ગુસ્સો કરતી ત્યારે ક-મને હું કામ કરતો, મૈં × પણ મનમાં તો બાને ય જેમ તેમ સંભળાવતો. ત न मो F ૪. દોષ નં. ૩ 10 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 - न न स ना ગમે તેમ તો ય એ મારી બા હતી, મારા પિતા હતા... એમણે તો મારા આ શા દોષને નભાવી લીધો, પણ એનું પરિણામ એ આવ્યું કે એ દોષ મજબૂત બન્યો. ગુરુનો સંગ થયો, વૈરાગ્ય જાગ્યો અને રંગેચંગે દીક્ષા થઈ. વેષ પલટાયો, પણ ય સ્વભાવ પલટાયો નહિ, હું પણ એ વખતે સાવ અબુઝ હતો, ‘દીક્ષા એટલે થ સ્વભાવપરિવર્તન કરવાની પ્રક્રિયા !' આ સત્ય હકીકતને હું જાણતો ન હતો, હું તો રાજી રાજી થઈ ગયો, મને સાધુવેષ મળવા બદલ ! ત્યારે હું નૂતનદીક્ષિત હતો, એટલે થોડા દિવસ તો મને ફૂલની જેમ સાચવવામાં આવ્યો, ગોચરી-પાણીમાં પણ મારી અંગત કાળજી કરવામાં આવી, સ્પંડિલ-માત્રુપડિલેહણાદિમાં મને ભરપૂર સહાય કરવામાં આવી. ભારો કાપ પણ કાઢી આપવામાં આવતો. સંસારીપણામાં ભોગવેલી શેઠાઈ થોડાક દિવસ તો અહીં પણ ચાલી. - 4 4 | ૬ |__ __... ક્ પણ આખરે મહેમાન જયારે ઘરનો જ માણસ બની જાયં, પછી એની મહેમાનગીરી રોજ ન જ હોય ને ? મહેમાન આવે, ત્યારે ઘરે મીઠાઈ બને. પણ ઘરના માણસો માટે રોજેરોજ મીઠાઈ ન હોય. આનો અર્થ એ નથી કે ‘મહેમાન વધુ વહાલા આ લાગ્યા છે...' પણ આનો અર્થ એટલો જ છે કે મહેમાન ક્યારેક જ આવે, એટલે એમને મીઠાઈ ખવડાવાય. ઘરનો માણસ તો કાયમનો હોય, એટલે હવે એને મીઠાઈ ખવડાવવાની ન હોય. ભ હું મહેમાન હતો, થોડાક દિવસ માટે ! હવે બની ગયો ઘરનો માણસ ! દીક્ષાને ૭-૮ દિવસ થયા, અને એક દિવસ ગુરુએ મને કહ્યું કે,‘તારું પડિલેહણ કોણ કરે છે ? ઓઘો કોણ બાંધી આપે છે ?’ મેં કહ્યું કે,‘સાધુઓ કરે છે...' ગુરુએ કહ્યું કે, ‘એ તારે પ્રે ક્ષ જાતે કરવાનું. બધા સાધુઓ તારા કરતા વડીલ છે, એમની પાસે કામ કરાવાય ?' મેં ક્ષ કહ્યું કે,‘મને ઓઘો બાંધતા નથી આવડતો' અને ગુરુએ તરત એક સાધુને મને ઓલ્ઝે ણ ણ આળસ - કામચોરી (૨૮) ( આ મ
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy