SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોડમૂલ્યનું એકબિંદુ ચમકે નેત્રોમાં જેને, એ પશ્ચાત્તાપી મુનિવરને મુક્તિવધુ પણ ખોળે, ધન તે... ૨૫ મારી હાલત તો સાવ ખરાબ છે. ગુરુ જો ઘણા સાધુઓની વચ્ચે કે ઘણા શ્રાવકોની વચ્ચે બીજા કોઈ સાધુની પ્રસંસા કરે, મારા સહવર્તીની પ્રશંસા કરે, એને ૐ ખૂબ ખૂબ મહાન તરીકે વર્ણવે તો હું તો ઈર્ષ્યાથી સળગી જ ઉઠું. એ મહાત્માની પ્રશંસા તો દૂરની વાત, પણ ઉલ્ટું ગુરુને માટે ય ગમે તેવા વિચારો કરી બેસું. ‘ગુરુ પક્ષપાતી સ્ત્ર છે...ગુરુ ભોળા છે. એ માત્ર પેલા સાધુના બાહ્ય આડંબરમાં અંજાઈ જાય છે, અંદરની त કશી ખબર નથી... એ સાધુએ વૈયાવચ્ચ કરી કરીને ગુરુને આવર્જિત કરી લીધા છે...' न F F त 101010101010101 આવા આવા કેટલાય વિચારો મને આવી જાય. Iન न રે ! પ્રભુવીરના શિષ્યો તો જવા દો, પણ મારા વૃંદમાં પણ કેટલા ઉત્તમ મુનિઓ | F શા છે. તેઓ કદી ઈર્ષ્યા નથી કરતા, ગુરુના મુખે બીજા સાધુની પ્રશંસા સાંભળીને તેઓ ફા હર્ષ પામે છે, પ્રમોદ ધારણ કરે છે... હું ક્યારે બનીશ આવો ? स स ना ना બસ, મારે મુખ્યત્વે આ જ કામ કરવું છે. य य આ ભ જો ક્ષમાગુણ મેળવવો હોય, તો મારે ક્ષમાશીલ મહાત્માઓની હાર્દિક અનુમોદના કરવી જ પડે. જો બ્રહ્મચર્યદ્ગુણ મેળવવો હોય, તો મારે નિર્મળશીલ પાલકોની હાર્દિક અનુમોદના કરવી જ પડે. न मा તો એ જ રીતે મારે ગુણાનુરાગ નામનો ગુણ મેળવવો છે, તો મારે ગુણાનુરાગીઓની, ઈર્ષ્યાદોષ વિનાનાઓની હાર્દિક અનુમોદના કરવી જ રહી. આ શાસ્રીય ઉપાય છે. શાંતસુધારસમાં કહ્યું છે કે પ્રમોમાસાદ્ય ગુજૈઃ પરેવાં યેષાં मतिर्मज्जति साम्यसिन्धौ । देदीप्यते तेषु मनःप्रसादो, गुणास्तथैते विशदीभवन्ति । આ એક સૌથી અગત્યનો, સૌથી મહત્ત્વનો ઉપાય છે. આ સિવાય બીજા પણ ઘણા ઉપાયો છે, એ મારે અજમાવવાના છે. ro E जि Con આ સં જે મહાત્મા પ્રત્યે મને ઈર્ષ્યા હોય, એ મહાત્માના કાર્યો મારે હોંશે હોંશે કરવા, ત્મ એમની સેવા કરવી, ભક્તિ કરવી, ભલે મનમાં ઈર્ષ્યા ચાલે, પણ એના નાશની સમ્યક્ ભાવના સાથે મારે એ મહાત્માના કાર્યો કરત્તા રહેવું. એ મહાત્માના વસ્ત્રોનું પ્રતિલેખનાદિ કરવું, ગોચરીમાં મારી પાસે આવેલી અનુકૂળ વસ્તુ એ મહાત્માને વપરાવવી, અવસરે અવસરે એમની અનુમોદના કરવી, પ્રશંસા કરવી, એમના દોષો ક્ષ દેખાય તો પણ એ અંગે કશું ન બોલવું. એમની સાથે મીઠાશ ભરપૂર વાતો કરવી... ક્ષ ણ હા ! હજી મનમાં એમના પ્રત્યે ઈર્ષ્યા છે જ, છતાં આ બધું જ મારે એ દોષના નાશ ણ - ઈર્ષ્યા ૭ (૨૫) wor સ
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy