SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકારી સ્વજનોને ત્યાગી દીક્ષા લીધી વેગે, સંયમઘાતક ગુરુદ્રોહાદિક દોષ કેમના ત્યાગે ? ધન તે...૨૩ વિના માત્ર મલિનભાવોથી સાતમી નાકમાં જનમ થાય, એ આનું નામ ! જ્યાં પ્રમોદભાવ નથી, બીજાના ગુણો-સુખો-વિકાસો બદલ હર્ષ નથી, ત્યાં S બાહ્યચારિત્ર ભલે ને ગમે એટલું મહાન હોય, ભલે ને હું ૧૦૦ ઓળીઓ પૂર્ણ કરીને સ્તુ ‘વર્ધમાનતપોનિધિ' બની ગયો હોઉં, ભલે ને હું ૪૫ આગમોનો અભ્યાસ કરીને સ્તુ ‘આગમજ્ઞાતા' બની ગયો હોઉં, ભલે ને હું શ્રેષ્ઠતમ, વ્યાખ્યાનો કરીને, મેં ‘પ્રવચનપ્રભાવક' બની ગયો હોઉં, ભલે ને હું ૨૫-૫૦નો ગુરુ બનીને સ્મ લ ‘અનંતાનંતોપકારી’ બની ગયો હોઉં, ભલે ને હું નવ વાડોનું અણિશુદ્ધ પાલન કરીને ન 7 ‘વિશુદ્ધ બ્રહ્મચર્યનો સ્વામી' બની ગયો હોઉં.... त 4' 5 # F य પણ શું કરવાના આ અબજો રૂપિયાની કિંમતના ઘરેણાઓને ? કે જ્યારે આ ચારિત્રશરીરનો પ્રાણ જ ખતમ થઈ ગયો હોય. ભલા કંઈ મડદાને અબજો રૂપિયાના ઘરેણાઓનો શણગાર કરાતો હશે ? એ કરીએ તોય એ શોભતો હશે ? ઇર્ષ્યાના કારણે મન સતત બળાપો અનુભવે. એવા મનની અસર શરીર પર થાય. લોહી બળી જાય, ખાધેલાની શક્તિ બને નહિ, શરીર નબળું પડવા લાગે. = તો બીજાના સુકૃતો બદલ હર્ષ, એની ખૂબ પ્રશંસા, બીજાના વિકાસ માટેની આંતરિક ઈચ્છા... આ બધું તો ચારિત્રનો પ્રાણ છે. એ જ મારામાં મરી પરવારેલો છે, માટે જ મારા ચારિત્રશરીરમાંથી ઈર્ષ્યાની દુર્ગંધ આવે છે. આવા દુર્ગંધી બાહ્યાચારિત્રદેહ ૫૨ વર્ધમાનતપોનિધિ આગમગાતા અનંતાનંતોપકારી - વિશુદ્ધબ્રહ્મચર્યધારક વગેરે વગેરે અમૂલ્ય ઘરેણાઓ ચડાવાતા હશે ? એ ચડાવીએ તોય શોભતા હશે ? પ્રવચનપ્રભાવક મને આ ઈર્ષ્યાના કારણે કેટલું બધું નુકસાન થશે ! → ઈર્ષ્યા કરનારાનું માત્ર મન જ બળે છે, એટલું નહિ, પણ પુણ્ય પણ બળી આ જાય. નિપુણ્યક બનેલા મને પછી તમામ ક્ષેત્રોમાં નિષ્ફળતા - નિષ્ફળતા જ મળશે. આ મ - - न मा ૐ ->> સં બીજાની ઈર્ષ્યા કરવાથી એનું તો કશું બગડવાનું નથી, ઉલ્ટું એ ઇર્ષ્યાના કા૨ણે મારું જ દુઃખ વધવાનું છે. મારી જ પ્રસન્નતા ખંડિત થવાની છે, મારો જ આનંદ લુંટાઈ જવાનો છે. FEE EFFI न ÆT * ત્ર સ → આ બધા નુકસાનો કરતા ય મોટું નુકસાન એ છે કે આમાં મારો આત્મા ક્ષ |ણ ગુણસમૃદ્ધિ સાધી નહિ શકે. કેમકે ગુણપ્રાપ્તિનો એક અનિવાર્ય ઉપાય છે ગુણાનુરાગ ! ણ IT ઈર્ષ્યા ૦(૨૩)
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy