SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય મૂળ છે જિનશાસનનું, વિનય મૂળ ગુણોનું. વિનય વિનાનો બહુશ્રુતધારી, મડદું જીવ વિનાનું. ધન તે... ૧૮ કરતો...બસ, મારા આ વર્તનને લીધે મારો અંદરનો ઈર્ષ્યાદોષ જગતમાં જાહેર થઈ ગયો. ચતુર લોકો સમજી ગયા કે,‘આ મુનિ ઈર્ષ્યાથી સળગે છે...' न मा S त त મારામાં માત્ર આ બે પ્રત્યે જ ઈર્ષ્યા હતી. એવું નહિ, વિષય બદલાતો, એમ 5 સ્તુ ઈર્ષ્યાના પાત્રો પણ બદલાતા. સ્વાધ્યાયક્ષેત્રે મને એમના પ્રત્યે ઈર્ષ્યા હતી. પણ સ્ત્ર તપક્ષેત્રે મને વળી બીજાઓ પ્રત્યે ઈર્ષ્યા હતી. એ બે જણ એકાસણા જ કરતા, હું મૈં અવારનવાર વર્ધમાનતપની ઓળીઓ કરતો, પણ એ તપમાં મારાથી ચડિયાતા મ ← સાધુઓ પણ હતા. મારી ઓળીનો આંકડો નાનકડો ! મારી સાથેનો તપસ્વી સાધુ મારા |ન કરતા જરાક આગળ ! એ આંકડા અંગેની સ્પર્ધા અને ઈર્ષ્યા મને થયા કરતી. મારે 7 શા આગળ વધવું હતું. પણ એ માત્ર આંકડાથી ! અનાસક્તિથી નહિ ! હું આંકડામાં જ શા " મોક્ષ સમજી બેઠો. એટલે જ એ મહાત્માની ઓળી તૂટે, એ માંદા પડે અને ઓળી છોડી દે, એવા વિચારો મને આવતા. એમનું પારણું થાય એટલે હું ખુશ ! स ना E E F य આ ભ ‘ગુરુજી ! આ સાધુને બરાબર પારણા કરાવો. એમનું શરીર નબળું છે. વધુ ઓળી કરશે, તો ભવિષ્યમાં ખલાસ થઈ જશે...' એમ હું ગુરુને કહેતો, બહાર એમ લાગે કે ‘મને એમના પ્રત્યે લાગણી છે' પણ મારી જાતને પૂછું તો મને ચોખ્ખું ધ્યાનમાં છે કે ‘એ સાધુને તપમાં આગળ વધતો અટકાવવાની મારી મેલી મુરાદ જ આમાં કામ કરતી હતી. લાગણી નહિ, પણ ક્રૂરતા જ આમાં ભાગ ભજવતી હતી.' પારણામાં એ આસક્ત બને, ખૂબ મીઠાઈ ખાય, મંગાવે એ મને ગમે. પણ એ જો પારણામાં પણ ત્યાગી બને તો મને ખૂંચે. એમને વપરાવવાનો પ્રયત્ન ભક્તિના બહાને હું કરું, અંદરખાને તો એમનો વૈરાગ્ય તોડવાનો, એમની ત્યાગી તરીકેની છાપ ભાંગવાનો જ અધ્યવસાય ! આ મા૨ી મનોવૃત્તિ કેવી હલકી ! દેખાવ ભક્તિનો, ભાવ એમને પતિત કરવાનો ! न H આ ભા આ રીતે ઈર્ષ્યાના પાપોથી ખદબદતા મન સાથે મેં ઘણી ઓળીઓ કરી, શું મારું હિત કરશે ? ઓ ભગવાન ! મારી બધી મહેનત પાણીમાં જશે ? અત્યારે પણ મારી ઓળીઓ ચાલુ છે, એ સાધુ માંદા પડવાથી ઓળીઓ કરી પ્રે શકતા નથી, હું હવે આગળ છું... એટલે જ એ મારા પ્રતિસ્પર્ધી મટી ગયા છે. એટલે પ્રે ક્ષ એમના તરફની ઈર્ષ્યા ખતમ થઈ ગઈ છે. મને લાગ્યું કે,‘મારો દોષ ઘટ્યો છે, ઘટી છે.' પણ આ ય મારી ભ્રમણા જ તો નથી ને ? કારણ ? એ જ ઈર્ષ્યા મને ઇર્ષ્યા ક્ષ ણ ણ , ઈર્ષ્યા ૭ (૧૮) ........................
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy