SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાધતા ગુરુવરને દુર્લભબોધિપણું તે પામે, પ્રસન્ન થાતા ગુરુ જેનાથી તે કરતા હિતકામે ધન તે....૧૭ S स्तु त બસ, એ ઈર્ષ્યા વધતી જ ગઈ. બહાર તો કોઈને ખબર ન પડી, પણ અંદ૨ ને અંદર મારી એ ઈર્ષ્યા વૈરભાવનું સ્વરૂપ પકડવા લાગી. ક્યારેક એ બે સાધુ માંદા પડી જાય, ગાથાઓ ગોખી ન શકે તો મને આનંદ થાય. ક્યારેક તેઓની પણ ગાથા કાચી ગોખાય અને ગુરુ ઠપકો આપે તો હું હર્ષ પામું, ક્યારેક પ્રમાદ-થાકના લીધે એ બે સ્તુ સાધુઓ ઉંઘી જાય, પાઠ ન કરે તો હું નાચી ઉઠું, ક્યારેક તેઓ વિકથાદિમાં સમય મૈં ગુમાવે તો હું રાજી રાજી થઉં... ટુંકમાં તેઓનો ગાથા ગોખવાનો યોગ જે જે રીતે હીનં થાય, તે તે તમામ રીતમાં હું ખૂબ રાજી થતો. હાય ! પેલા અધમાધમને પણ ઉત્તમ કહેવડાવનારો અતિ-અધમાધમ હું પાક્યો ! શું મુનિ તરીકે મને આ વિચારો - જ્ઞા શોભે ખરા ? હું સમ્યક્ત્વી પણ હોઈશ ખરો ? રે ! સુષ્કૃતાનુમોવનસ્ય ચારિત્રસ્ત્રાળત્વાત્ એમ શા મૈં શાસ્ત્રો કહે છે. મારી પાસે સુકૃતોની અનુમોદના નથી. એટલે કે ચારિત્ર તો નથી જ. ઉલ્ટું એ સુકૃતો પ્રત્યે ભારોભાર ધિક્કાર છે, માટે જ તો એ સુકૃતો ખતમ થાય, એમાં જ હું પ્રસન્ન બનું છું. ઓ પ્રભો ! શું થશે મારું ? जि जि न स ना ना ग्र य 1111111111111 મ ન ક્ષ F त स्म હજી આગળ.... અમે બધા સંસ્કૃત-કાવ્યો-ન્યાય, આગમો વગેરે બધું ભણ્યા. પણ દરેકમાં આ જ મુશ્કેલી ઉભી થઈ. છ કરતા હું આગળ, પણ બે કરતા હું પાછળ... પાઠમાં અમારા વિદ્યાગુરુ કોઈ પ્રશ્ન પૂછે તો પેલા છ તો લગભગ જવાબ ન જ આપી શકે, અમે ત્રણ જ જણ જવાબ દેતા. પણ એમાં મારા કરતા એ બેના વિચારો વધુ સચોટ-સ્પષ્ટ રહેતા. વિદ્યાગુરુ એમના ઉત્તરોને વધુ વખાણતા, હું પાછો પડતો, ક્યારેક તો હું રીતસર ખોટો પડતો, વિદ્યાગુરુ મારા જવાબથી ક્યારેક તો હસી પડતા, કેમકે મારા જવાબમાં એમને મોટી મૂર્ખતા ક્યારેક દેખાઈ જતી. આમ બધાની વચ્ચે હું ભોંઠો પડી જતો, બધા મારા જવાબ ૫૨ મશ્કરી કરતા... એ વખતે મારી અંદરની આગ ભડકે બળતી. પણ હું કશું કરી ન શકતો, રે ! કોઈક પ્રશ્ન અંગે ચર્ચા ઉપડતી અને અંતે મારે હારવાનું આવતું, મારી દલીલો બુઠ્ઠી પડવા લાગતી ત્યારે મારો ગુસ્સો વધી જતો, મારા શબ્દોમાં આવેશ ભળી જતો... સાધુઓ સમજી જતા કે,‘આ ભાઈને હાર અસહ્ય બની રહી છે' કોઈક સંતો વળી હિંમત કરીને કહી દેતું કે ‘જુઓ, ખોટા પડીએ એટલે ગુસ્સો કરવો એ કંઈ સં વ્યાજબી નથી. ગુસ્સાથી જૂઠને સત્ય બનાવી શકાતું નથી...' અને એ શબ્દો મને મુંઝવી નાંખતા. આ પ્રે ક્ષ ણ બસ, એ ઈર્ષ્યાએ જ મારામાં નિંદાનો આવિષ્કાર કરી દીધો. હવે વાતે વાતે હું એ બેને તોડી નાંખવા, એમને ખોટા પાડવા, એમને ખરાબ ચીતરવા પ્રયત્ન ઈર્ષ્યા ૭ (૧૦) 0 we do do do do do do આ ભા ણ
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy