SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાભિમાનો દૂર થયા, સાચી સમજ હવે સાંપડી, તારા ચરણ છોડી હવે નથી ક્યાંય જાવું માહરે. આટલું.... ગુરુજીએ મને કહેલું કે ‘મારી ઉંમર મોટી થઈ ગઈ છે, તું મારો પ્રશિષ્ય બન, શિષ્ય નહિ. તો તારા જુવાન ગુરુ તને બરાબર સાચવશે.' ઙ પણ ગુરુજીની ઢગલાબંધ સમજણ પછી પણ મેં મારી જીદ ન છોડી ‘હું આપને સ્તુ જ મારા ગુરુ બનાવીશ, જે થવું હોય તે થાય.' મારા સદ્ભાગ્યે (!) ગુરુજી સિવાય સ્તુ બધાએ મારી આ જીદને ‘ગુરુ-પ્રેમ' તરીકે બિરદાવી. त દીક્ષાના બીજા જ દિવસે મેં ઓળી શરુ કરવાની રજા માંગી. ગુરુએ ના પાડી. સ્ક્રૂ ન ‘જોગ થઈ જવા દે, પછી વાત !' પણ દિવસમાં બે-ચાર વાર ગુરુજી પાસે જઈને મેં ન |ન જુદી જુદી રીતે રજા માંગ્યા જ કરી. છેલ્લે ગુરુજીએ મને અનિચ્છાએ રજા આપી. મારી | 7 શા જીદ સફળ થઈ. પણ અહીં પણ મારી જીદ લોકોમાં તો ‘તપનો રાગ' શબ્દથી ભારે શા स પ્રસિદ્ધિ પામી. ना य ગુરુજીએ મને કહેલું કે ‘રાત્રે દસ વાગ્યા બાદ સ્વાધ્યાયાદિ ન કરવા. સંથારો કરી દેવો, શરીરને આરામ આપવો, નહિ તો લાંબુ નહિ ખેંચાય...' પણ મેં એ વાત અવગણીને મારો સ્વાધ્યાય ચાલુ જ રાખ્યો. એક-બે વાર તો ગુરુજી મને રાત્રે ૧૧ વાગે સ્વાધ્યાય કરતા જોઈ ગયા. મને ઠપકો આપ્યો, ‘તું મારી વાત કેમ નથી માનતો ? ગુર્વજ્ઞા વિનાનો તારો બધો સ્વાધ્યાય નિષ્ફળ જશે. તું સુધર, જીદ્દી ન બન.' न જીદ त પણ સાંભળે અને આચરે એ બીજા, હું નહિ. મેં જવાબ તો ન આપ્યો, પણ મારી પ્રવૃત્તિ પણ ન છોડી. મને એવું પણ ન લાગ્યું કે ‘હું ગુર્વજ્ઞાભંગ કરું છું.' મને તો એમ જ લાગ્યું કે ‘હું ક્યાં પાપ કરું છું. હું તો સ્વાધ્યાય માટે જ આ કામ કરું છું ને !' અને ખરેખર બધા મારા આ સ્વાધ્યાયને ભરપેટ અનુમોદતા હતા. આ એટલે જ મારી જીદ ઘટવાને બદલે વધી પડી. મને એ મારો સ્વાધ્યાયરાગ નામનો આ ત્મ ગુણ દેખાયો. મ (૧૨૬) EE FEE સં દીક્ષાના ચોથા વર્ષે ચોમાસામાં ગુરુજીએ મને કહ્યું કે ‘તું આ વખતે પજુસણમાં વ્યાખ્યાન કરવા જઈશ ? મારી ઈચ્છા છે, પુસ્તકો તૈયાર છે...' પણ એ કુંભાર જેવા ગુરુની સામે ગધેડા જેવા મેં દોઢડહાપણ કર્યું. ‘ગુરુજી ! મારે બહિર્મુખ નથી બનવું. વ્યાખ્યાન એ બાહ્ય પ્રવૃત્તિ છે. એટલે જ હું એ કરવાનો નથી.' ગુરુજીએ મને બે-ચાર ક્ષ વાર સમજાવ્યો. પણ મેં વાત ન સ્વીકારી. અહીં પણ મારી જીદ સફળ થઈ. છતાં હું ક્ષ પ્રે પ્રે તો યશ જ પામ્યો. બધાએ મારી અંતર્મુખતાને વખાણી. ખરેખર તો મારી વાત સાચી ણ ણ m m
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy