SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન, હું, હે નાથ તું ઉગારજે. આટલું.. વડી મેં કરી, ઘટતું ન આયુ નિહાળ્યું મેં, હારી ગયો મુનિજીવન, હું. તેના પંચાત પરિકી મેં કરી , ) ( ૧૧. દોષ . ૧૦ – જીદ ૮૫ બ H. ૫ 'વ સ પ (૧૦) જીદ : કોઈ ગમે એટલું સમજાવે તો પણ જે વસ્તુ પકડાઈ ગઈ છે, એ S કોઈપણ હિસાબે ન છોડવી, એનું નામ જીદ ! ગુરુ જેવા ગુરુ પણ મારી સામે મેદાનમાં તુ | ઉતરે તો પણ હું મારા મનના વિચારોને વાળું નહિ, મારું પણ નહિ. કદાચ ગુરુના |a બળ સામે મનના વિચારોને તત્કાળ મારી નાંખુ તો ય એને સાચા માર્ગે તો વાળું જ જો લિ નહિ, એનું નામ જીદ ! આ દોષ મારામાં છે ખરો ? સંસારીપણામાં તો મારા બા-બાપુજી મારા માટે ઘણીવાર એવું બોલતા સાંભળેલા કે “આ છોકરો ભારે જુદી છે. એ કોઈનું માને નહિ. કોઈને ગાંઠે નહિ, એના મનમાં . જ એને જે ગમે તે જ કરે. કોણ જાણે એનું ભવિષ્ય શું હશે ?' રે મને દીક્ષાના ભાવ થયા, ગુરુની સંમતિ મળ્યા બાદ મેં ઘરે ધમાલ શરુ કરી. Es છે ઘરેથી બધા હા તો પાડતા જ હતા, પણ ચાર મહિના મોડું કરવા માંગતા હતા. હું E3 જીદે ચડ્યો. a “મારે કોઈપણ હિસાબે મહાસુદ પૂનમના દિવસે દીક્ષા લેવી જ છે. ગુરુજીએ મુહૂર્ત કાઢી આપ્યું છે.” હું એક દિવસ પણ વિલંબ નહિ કરું. મારી જીદ સામે સ્વજનો = ઝૂક્યા. પણ એ વખતે મારી આ જીદ લોકોમાં અને ખાસ કરીને સાધુઓમાં વૈરાગ્યના # નામથી વખણાઈ. બધા મને કહેતા કે “તારો વૈરાગ્ય જબરો છે, એક દિવસ પણ વિલંબ ; ન થવા દેવા માટે તે ભારે જહેમત ઉઠાવી...” ખરેખર શું મને વિરતિનો અગાધ પ્રેમ જાગી ગયેલો અને એટલે એક દિવસ પણ આ વિલંબ કરવો મારા માટે અસહ્ય બનેલો ? કે પછી મારા મનમાં મહાસુદ પુનમના આ દિવસે દીક્ષા લઈ જ લેવાનો વિચાર મારા સ્વભાવ મુજબ જીદનું સ્વરૂપ ધારણ કરી માં બેઠેલો કે જેના લીધે જ એ જીદને વશ બનીને મેં સ્વજનો સાથે બાથ ભીડી ? એનો || નિર્ણય આજે પણ હું કરી શકતો નથી. દીક્ષાની ઉતાવળ પાછળ મારો વૈરાગ્યગુણ પ્રેરક . | હતો ? કે મારો જીદ્દી સ્વભાવ પ્રેરક હતો ? એ તો ભગવાન જાણે. પણ એ પછીના એ પંદર વર્ષોમાં મેં જે અનુભવો મારા જીવનમાં કરેલા છે, એનાથી ચોક્કસ એમ લાગે કે ક્ષા છે કે ખરેખર જીદ્દી છું, હઠી છું, અપ્રજ્ઞાપનીય છું. પ્રશસ્તના નામે ખરેખર તો મેં ક્ષ મારો જીદ્દી સ્વભાવ જ પોપ્યો છે. Connછે જીદ ૯ (૧૨૫) In 1000000
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy