SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આટલું તો આપજે ભગવન્ મને છેલ્લી ઘડી, ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી, આટલું... અને મારો ક્રોધ ભભૂકી ઉઠ્યો. ત્યાં તો કંઈ ન બોલ્યો, પણ બીજા સાધુ પાસે જઈ વળી વડીલની નિંદા કરી કે ‘એ કેટલા ભારેકર્મી છે ! હું માફી માંગુ છું, તો ક્ષમા આપવાને બદલે મારા પર ગુસ્સો કરે છે. શું કરવાના આવા વડીલોને...' न शा આજે આ પ્રસંગ યાદ કરું છું તો એમ લાગે છે કે ક્ષમા માંગવા પાછળ મારી સ્તુ ઉંડે ઉંડે કોઈક અપેક્ષા હતી ‘વડીલ મને ક્ષમા આપે, મારી નિખાલસતા માટે બે સારા શબ્દો બોલે, ‘એ જ અપેક્ષા હતી ને ? એટલે જ જ્યારે એ અપેક્ષા પૂરી ન થઈ કે . મ - તરત જ ક્રોધ જાગી જ ગયો. ना જો મને માત્ર આત્મશુદ્ધિની જ ઝંખના હોત તો એ તો ક્ષમા માંગવાથી મને મળી ૧ જ ગઈ હતી. વડીલ મને ક્ષમા આપે કે ન આપે એનાથી મારી શુદ્ધિને કોઈ ફરક પડતો ગા स નથી જ. અગ્નિશર્માએ ગુણસેનને અને કોણિકે શ્રેણિકને ક્ષમા નથી આપી, તો પણ ગુણસેનાદિની શુદ્ધિ અટકી નથી. એટલે આત્મશુદ્ધિની મારી અપેક્ષા તો પૂરી થઈ જ ગઈ હતી, છતાં મને ગુસ્સો આવ્યો, એનો સ્પષ્ટ અર્થ આ જ ને ? કે મારા મનમાં વડીલ પાસેથી ક્ષમાદાનની બે મીઠા શબ્દોની અપેક્ષા હતી. ય ગુરુજી એક ગ્લાનસાધુની સેવા કરવાનું મને સોંપી ગયા, એક મહિના સુધી મેં જોરદાર સેવા કરી. હું એમ જ માનતો હતો કે ‘મેં સેવા કરવામાં કશી કમી રાખી નથી.' .. મહિના બાદ ગુરુજી આવ્યા. ગ્લાનસાધુને મળ્યા બાદ મને બોલાવીને ટકોર કરી કે ‘જો, ગ્લાનની સેવા કરવાની હોય, ત્યારે સ્વાધ્યાય-શ્રાવકપરિચય-વ્યાખ્યાનાદિ બધું ગૌણ કરવું પડે. ગ્લાન સાધુએ મારી આગળ ફરિયાદ કરી છે કે ઘણી બધી બાબતોમાં એ તારી ઉપેક્ષાથી હેરાન થયા છે...' x = ^F_b_r_FFFF OU આ ભા મ હું તો ચોંક્યો. આ શબ્દો મારે સાંભળવા પડશે એ તો મેં સ્વપ્નમાં પણ વિચારેલું આ નહિ. મેં ગુરુજીને રોકડું કહી દીધું કે ‘આ એક મહિનો મેં તન તોડીને સેવા કરી છે. કોઈ કમી રાખી નથી. એનો આજે મને આ બદલો મળે છે ? મારી કદર કરવાની વાત તો દૂર રહી, એને બદલે મારી હલકાઈ ચીતરવામાં આવે છે ? મેં શું શું કર્યું છે એ આપ સાંભળો...' કહીને મેં મારી વૈયાવચ્ચનું વર્ણન કર્યું. ગુરુજીએ પેલા સં પ્રે ગ્લાનસાધુને બોલાવ્યા અને ગુરુજીની સામે જ મેં એમના ૫૨ બધો ઉભરો ઠાલવી પ્રે ક્ષ દીધો. મહાત્મન ! તમે આવા કૃતઘ્ની બનશો એવું મેં ધાર્યું ન હતું. મેં તમારા પ૨ ક્ષ કેટલો ઉપકાર કર્યો, તમે બદલા રૂપે મને અપયશ-નિંદા જ આપી ? કબુલ છે કે મારી છ ણ DO અપેક્ષા (૧૧૫)
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy