________________
સૂ૦ ૧-૧-૩૦
૪૧૪
તેનો અર્થ જેથી થાય છે અર્થાત્ જે કારણથી આ અન્વર્થસંજ્ઞા છે તેથી શું ફળ મળે છે ? તે હવે જણાવે છે – હવે અન્વર્થને બતાવે છે. “તત્ર” એટલે કે અવ્યયોમાં લિંગ વિશેષનું પ્રતિપાદન કરવાના સામર્થ્યનો અભાવ હોવાથી લિંગને વિશે અનેકપણું પ્રાપ્ત થતું નથી. અર્થાત્ આ અવ્યય પુલિંગવાળો છે અને આ અવ્યય નપુંસકલિંગવાળો છે અથવા આ અવ્યય સ્ત્રીલિંગવાળો છે આવું વર્ગીકરણ થઈ શકતું નથી. માટે અવ્યયોમાં લિંગના વિષયમાં અનેકપણું પ્રાપ્ત થતું નથી. જે જે અવ્યયો સાધનની (કારકની) પ્રધાનતાવાળા હોય છે તે તે અવ્યયોમાં અન્ય કારકશક્તિઓનો પ્રવેશ ન થવાથી કારકને વિશે પણ અવ્યયોમાં અનેકપણું પ્રાપ્ત થતું નથી. તથા જે જે ક્રિયાપ્રધાન અવ્યયો છે તેમાં તેમાં પણ શક્તિના સંભવનો અભાવ હોવાથી કારકને વિશે અનેકપણું પ્રાપ્ત થતું નથી. દા.ત. ‘“વિવા" અવ્યય અધિકરણ શક્તિની પ્રધાનતાવાળો છે માટે એમાં બાકીના પાંચ કારકોનો સમાવેશ થઈ શકશે નહીં. એ જ પ્રમાણે “શનૈઃ” અવ્યય ક્રિયાની પ્રધાનતાવાળો છે. આથી આ અવ્યયમાં પણ કા૨ક નિમિત્તક શક્તિનો સંભવ થઈ શકતો નથી. જે જે અવ્યયો છે તેમાં એકત્વ વગેરે અર્થોનો પણ અભાવ હોવાથી વચનને વિશે પણ અનેકપણાંનો અભાવ થાય છે.
અવ્યયો બે પ્રકારના છે ઃ (૧) સત્ત્વભૂત અર્થને કહેનારાં, દા.ત. “સ્વર્, વિહાયસા, રોવસી' વગેરે, જ્યારે (૨) કેટલાક અવ્યયો અસત્ત્વભૂત અર્થને કહેનાર છે. હવે જે જે અસત્ત્વભૂત અર્થને કહેનારા અવ્યયો છે એ અવ્યયોમાં તો લિંગ, કારક અને એકત્વ વગેરેનો સંબંધ થઈ શકતો નથી. લિંગ, કારક, એકત્વ વગેરે બધા દ્રવ્યોના ધર્મો છે. જ્યારે અસત્ પદાર્થ એ દ્રવ્ય સ્વરૂપ નથી માટે આવા અવ્યયો લિંગ, કા૨ક વગેરેની અપેક્ષાએ અનેકપણાંને પ્રાપ્ત કરી શકતા નથી. વળી જે સત્ત્વવાચક અવ્યયો છે એ પણ શબ્દશક્તિના સ્વભાવથી લિંગ, કારક અને એકત્વ વગેરેના અભાવવાળા છે. આથી “યુધ્મ” અને “ગસ્મર્” જે પ્રમાણે લિંગના અભાવવાળા છે એ જ પ્રમાણે સત્ત્વભૂત એવા “સ્વ” વગેરે અવ્યયો પણ લિંગ વગેરેના અભાવવાળા જ છે. આથી જ અવ્યયોમાં અન્વર્થસંજ્ઞા નિશ્ચિત થાય છે. જે અનેકપણાંને પ્રાપ્ત કરતા નથી તથા જે સત્ત્વભૂત દ્રવ્યોના ધર્મોને ગ્રહણ કરતા નથી એવો અર્થ અવ્યયનો થાય જ છે. માટે આ બધા જ અવ્યયોમાં અન્તર્થની સિદ્ધિ થાય છે.
(श० न्या० ) स्वोक्तमेव द्रढयति-यदुक्तमिति यत: अयमर्थ:-‘अव्ययम्' इति महती संज्ञा क्रियते, संज्ञा च नाम यतः लघीयस्तत् कर्तव्यमिदम्, लाघवार्थत्वात्, संज्ञाकरणस्य चात्र महत्त्वस्येदं प्रयोजनम्, यदन्वर्था सती स्वरादिविशेष्यमव्ययं संज्ञिनमुपस्थापयति-अव्ययं स्वरादि अव्ययसंज्ञं भवतीति ।
અનુવાદ :- ગ્રન્થકારે અવ્યયસંજ્ઞાને અન્વર્થસંજ્ઞાવાળી માની છે. આથી વ્યુત્પત્તિ અર્થ પણ