________________
૪૧૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ અવ્યયની અપ્રધાનતા છે. તથા “પરમોર્વેઃ” સ્વરૂપ સામાસિક પ્રયોગમાં “નૈ” સ્વરૂપ જે અવ્યય છે, એની જ પ્રધાનતા છે. વળી પરમોર્વે: પ્રયોગમાં બંને પદની પ્રધાનતા છે. આથી આવા સ્થાનોમાં અવયવ પણ અવ્યય થાય છે અને સમુદાય પણ અવ્યય થાય છે અને આ સમાસ ઉત્તરપદાર્થની પ્રધાનતાવાળો હોવાથી તથા અવ્યયને કારણે લિંગ વગેરે વિશેષનું અગ્રહણ હોવાથી “પરમોર્વે:” શબ્દમાં જે સ્વાદિ વિભક્તિ પ્રાપ્ત થશે તે અવ્યય સંબંધી થશે. આથી “અવ્યયસ્થ” (૩/૨/૭) સૂત્રથી “પરમોર્વે:” સ્વરૂપ સામાસિક શબ્દની વિભક્તિનો લોપ થશે જ. બૃહદ્રવૃત્તિની ટીકામાં સમસ્ય મય સમ્બન્ધી વ... પંક્તિમાં જે વાર લખ્યો છે એ
વારથી શું ફળ મળે છે? એ સંબંધમાં શબ્દમહાર્ણવન્યાસકાર જણાવે છે કે “પરમોર્વે:” પ્રયોગમાં હવે અવ્યય ભિન્ન સંજ્ઞા નહીં થાય.
(शन्या०) ननु सूत्रे विशेषस्याऽश्रूयमाणत्वाल्लिङ्गादिविशेषानुपादाने स्वरादयोऽव्ययसंज्ञा भवन्तीति कुतोऽवगम्यते इत्याह-अन्वर्थसंज्ञा चेत्यादि-चशब्दो यस्मादर्थे । अन्वर्थं दर्शयतिलिङ्गेति-तत्र लिङ्गविशेषप्रतिपादने सामर्थ्याभावाल्लिङ्गेषु नानात्वाभावः, तथा यानि साधनप्रधानान्यव्ययानि तेषां शक्त्यन्तरानावेशात् क्रियाप्रधानानां च शक्तिसंभवा(संबन्धा) भावात् कारकेऽपि नानात्वाभावः, एकत्वादीनामप्यर्थानामभावाद् वचनेऽपि नानात्वाभावः । तदेवं यान्यसत्त्वभूतार्थाभिधायीन्यव्ययानि तेषां लिङ्गकारकैकत्वादिभिरयोगाद् (तेषां) द्रव्यधर्मत्वात्, सत्त्ववाचिनामपि शब्दशक्तिस्वाभाव्याद् युष्मदस्मदोलिङ्गनेव तदयोगात्, न व्येति नानात्वं न गच्छति सत्त्वधर्मान्न गृह्णातीत्यन्वर्थसिद्धिः ।
અનુવાદ - પૂર્વપક્ષ - સૂત્રમાં કોઈ વિશેષતા જણાવી નથી. વળી કોઈ ચિહ્નવિશેષનું ગ્રહણ કરાયું નથી. આ પરિસ્થિતિમાં વર્ વગેરે અવ્યયસંજ્ઞાવાળા થાય છે એવું કેવી રીતે જણાશે ? કદાચ કોઈ કહે કે વર્ વગેરે જે ગણપાઠ છે એ અવ્યયસંજ્ઞાવાળો થાય છે એ પ્રમાણે સ્પષ્ટ બોધ થઈ જ જાય છે તો આ પૂર્વપક્ષ શા માટે ઊભો થયો છે ? એના અનુસંધાનમાં અમે જણાવીએ છીએ કે “સ્વરાતિ” અવ્યયોમાં લિંગરહિતપણું અને વચનરહિતપણું કેવી રીતે પ્રાપ્ત થશે ? સૂત્રમાં તો એવી કોઈ વિશેષતા જણાતી નથી કે જેમાં લિંગ વગેરેથી રહિતપણું હોય તે અવ્યય કહેવાય.
ઉત્તરપક્ષ:- આ શંકાના અનુસંધાનમાં જ બ્રહવૃત્તિટીકામાં કન્વર્ણસં રૂ.. પંક્તિઓ લખી છે. અહીં જે અવ્યયસંજ્ઞા કરવામાં આવી છે, તે અન્વર્થસંજ્ઞા છે. વ્યુત્પત્તિને અનુસરનારી હોય તે અન્વર્થસંજ્ઞા કહેવાય છે. લિંગ, કારક, વચન વગેરેના કારણે જેમાં અનેકપણું પ્રાપ્ત થતું નથી તે અવ્યય કહેવાય છે. કન્વર્ગસંજ્ઞા વ રૂચમ્ ... આ પંક્તિમાં જે “વાર” લખ્યો છે