________________
૭૧૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ સૂત્રને બંને પ્રકારનાં સૂત્રમાં ગણી શકાય છે. આ સૂત્રને જો સંજ્ઞાસૂત્ર માનવામાં આવે તો જે જે સૂત્રોમાં સંખ્યા સંબંધી કાર્યો કહ્યાં હોય તે તે સૂત્રોમાં “ત્રિમાત્રિમયો:'' ન્યાયથી કૃત્રિમ એવાં “વદુ” અને “ગળ” શબ્દને જ સંખ્યા તરીકે માની શકાશે; પરંતુ લોકપ્રસિદ્ધ એક, બે વગેરે સંખ્યાને ગ્રહણ કરી શકાશે નહિ. આ પ્રમાણેની શંકા અમે અગાઉનાં સૂત્રમાં કરી જ ગયા છીએ. આથી અકૃત્રિમ એવી એક, બે સંખ્યાને લેવા માટે “વવિદ્ સમયતિ:" ન્યાયનું આલંબન લેવું પડશે; પરંતુ “વવિદ્ મયાતિઃ' ન્યાયનું આલંબન લેવાથી પણ ‘વ્યાવ્યાત: વિશેષાર્થ...” ન્યાયનું આલંબન લઈને “વિત્” પદનો અર્થ કરવો પડશે અને વ્યાખ્યાન કરવા દ્વારા પણ વિશેષ અર્થનો નિર્ણય થઈ શકતો ન હોવાથી તેમજ ‘વિદ્ સમયતિઃ' ન્યાયનું આલંબન કોઈ બીજો ઉપાય ન મળે ત્યારે જ લેવાતું હોવાથી અહીં એનું આલંબન લેવું યોગ્ય નથી. જો બીજું કોઈ સમાધાન મળતું હોય તો “વવિદ્ સમયતિઃ” ન્યાયનું આલંબન યોગ્ય જણાતું નથી તથા આ ન્યાયનું (વવિદ્ સમયતિ:) આલંબન લેવામાં ન આવે તો બે શક્યતા ઊભી થશે. ક્યાંતો સંજ્ઞાસૂત્ર બનશે અથવા તો અતિદેશસૂત્ર બનશે. હવે આને જો સંજ્ઞાસૂત્ર સમજવામાં આવશે (ઽત્યતુ સફ્ળા એવું સંજ્ઞાસૂત્ર.) તો સંખ્યા સંબંધી કાર્યોનાં તે તે સૂત્રોમાં લૌકિક સંખ્યા (એક, બે વગેરે) તથા શાસ્ત્રીય સંખ્યા ઉભયનું ગ્રહણ થઈ શકશે કે કેમ ? એવી શંકાનો અવકાશ રહેશે.
ન
(श० न्यासानु० ) सम्भाव्यते, तथाहि - यतोऽन्यल्लघीयो न भवति सा संज्ञेति प्रसिद्धावपि यन्महा-संज्ञाकरणं ‘सङ्ख्या' इति तेन ज्ञाप्यतेऽन्वर्थसंज्ञेयमिति । अन्वर्था नाम अवयवार्थानुसारिणी, अवयवार्थश्च सङ्ख्यायते ऽनयेति सङ्ख्या, सङ्ख्यानकरणमित्यर्थः । एकादिकयाऽपि सङ्ख्यायत इति भवत्येकादीनामपि ग्रहणम् ।
અનુવાદ :- ઉત્તરપક્ષ (મહાભાષ્યકારનો) :- જો “વવવિદ્ ૩મયતિ:” ન્યાયનું આલંબન ન લેવામાં આવે તો પણ સંજ્ઞાસૂત્ર બનાવીને ઉભય સંખ્યાનું ગ્રહણ કરી શકાશે. તે આ પ્રમાણે છે :- આ સંજ્ઞાસૂત્રો બનાવતા જે જે સંજ્ઞાઓ કરવામાં આવે છે, તેમાં હંમેશા લાઘવ કરવામાં આવે છે. જેમ કે “મ” સંજ્ઞા, “યુ” સંજ્ઞા વગેરે, અર્થાત્ “” વગેરે સંજ્ઞાઓમાં હવે વધારે લાઘવ શક્ય હોતું નથી. આ પ્રમાણે સંજ્ઞાસૂત્રોમાં લાઘવથી અત્યંત નાની સંજ્ઞા બનાવવાનો નિયમ હોવા છતાં પણ જે “સફ્ળા” એ પ્રમાણે મોટી સંજ્ઞા બનાવવામાં આવી છે, તેનાથી જણાય છે કે આ અન્વર્થ સંજ્ઞા છે. જેમાં અવયવ અર્થને અનુસરવામાં આવે છે તે અન્વર્થસંજ્ઞા છે. જેનાં વડે ગણતરી કરાય છે, તે સંખ્યા સંજ્ઞાનો અવયવ અર્થ છે. “સમ્” ઉપસર્ગપૂર્વક “જ્ઞા” ધાતુને ભાવમાં “અ' પ્રત્યય લાગ્યો છે. આથી ગણતરી કરવા સ્વરૂપ “સા” શબ્દનો અર્થ છે. ગણતરી કરવા સ્વરૂપ ક્રિયા એક, બે વગેરે લૌકિક સંખ્યાઓ વડે પણ થઈ શકે છે.