________________
સૂ૦ ૧-૧-૩૯
૭૦૨ અહીં લક્ષણા સ્વીકારવી કે કેમ? અથવા તો કઈ લક્ષણો સ્વીકારી શકાશે? એ બાબતનો વિચાર કરવો આવશ્યક થશે. લક્ષણા બે પ્રકારની છે : (૧) નિરૂઢા લક્ષણા અને (૨) આધુનિકી લક્ષણા.
અનાદિ તાત્પર્યનાં વિષયવાળી જે હોય તે “નિરૂઢા લક્ષણા” કહેવાય છે. આ લક્ષણાથી વક્તાનો વિશેષ આશય પ્રગટ થતો નથી. શક્યાર્થનો બાધ કરીને વિશેષ તાત્પર્યવાળો અર્થ સ્વીકારવામાં આવે તો લક્ષણા સંબંધથી સ્વીકારાય છે. નિરૂઢા લક્ષણોમાં વિશેષ અર્થ તો સ્વીકારવામાં આવે છે અર્થાતુ યૌગિક અર્થનો ત્યાગ કરીને વિશેષ અર્થ તો સ્વીકારાય છે, પણ આ વિશેષ અર્થ અનાદિ તાત્પર્યવાળો હોય છે. દા.ત. “શત:” આ શબ્દનો યૌગિક અર્થ નીચે પ્રમાણે થાય છે : ખેતરમાં ધાન્ય ઊગ્યું હોય અને વચ્ચે વચ્ચે ઘાસ પણ ઊગી જાય તો એવું ઘાસ ધાન્યને માટે નુકશાન કરનાર થાય. આથી એવાં ઘાસને કાપી નાખવા માટે હોશિયાર વ્યક્તિઓ સહાયક થતી હતી. આવી વ્યક્તિઓને “કુશન” કહેવામાં આવતી હતી. “કુશન” શબ્દનાં આ અર્થનો ત્યાગ કરીને જે તે ક્ષેત્રમાં હોશિયાર એવી તમામ વ્યક્તિઓને જગતનાં બધા જ લોકો “કુત્તિ:' કહે છે. આ પ્રમાણે અનાદિકાળથી લોકોએ યૌગિક અર્થનો ત્યાગ કરીને નવો અર્થ સ્વીકાર્યો છે. આને નિરૂઢા લક્ષણાથી પ્રાપ્ત કરેલો અર્થ કહેવાય છે. આમ આ લક્ષણાથી વક્તાનો વિશેષ આશય પ્રગટ થતો નથી. ચોક્કસ પ્રયોજનને કારણે જે લક્ષણા કરાય તે આધુનિકી લક્ષણા કહેવાય છે. દા.ત.
કાયામ્ પોષ:” અહીં ગંગા પદનો શક્યાર્થ જે ગંગાપ્રવાહ છે તેનો બાધ કરીને ગંગાતીર અર્થ લક્ષણા સંબંધથી કરવામાં આવે છે. આ ગંગાતી અર્થ “ઘોષ:” પદનાં સામર્થ્યથી કર્યો છે. ગંગાપ્રવાહમાં ઘોષનું (ઝૂંપડી) અસ્તિત્વ શક્ય ન હોવાથી ગંગાતીર અર્થ કર્યો છે. આવી લક્ષણા કરવા પાછળ વ્યંજના દ્વારા શક્યને વિશે રહેલ અસાધારણ ધર્મને જણાવવા સ્વરૂપ પ્રયોજન હોય છે.
હવે ‘રુત્યસંધ્યા' એટલું જ સૂત્ર બનાવવામાં આવે તો ‘સા ' શબ્દમાં લક્ષણો સ્વીકારવી આવશ્યક થશે. કારણ કે ‘તિ’ અને ‘તુ' અંતવાળા નામોમાં સંખ્યાત્વધર્મનો આરોપ કરવો આવશ્યક થશે, જે લક્ષણા સિવાય શક્ય નથી. હવે જો નિરૂઢલક્ષણા સ્વીકારાશે તો ‘તિ' વગેરે શબ્દો સ્વયં સંખ્યા સ્વરૂપ જ બની જશે. આથી “ઋતિ' વગેરે સંખ્યા ભિન્ન અર્થમાં પ્રયોગવાળા દેખાશે નહીં. હવે આ આપત્તિમાંથી બચવા જો આધુનિકી લક્ષણા સ્વીકારાશે તો કોઈક પ્રયોજન અવશ્ય માનવું પડશે. સૌ પ્રથમ આપણે એક ઉદાહરણ દ્વારા આ વસ્તુને સમજીએ. દા. ત. કોઈક વ્યક્તિ કહે કે તેનું મુખ ચન્દ્ર જેવું છે. અહીં ચન્દ્રના બધા જ ધર્મો તેના મુખમાં આવતા નથી. ચન્દ્રના અમુક ધર્મો તેના મુખમાં આવે છે. તથા બીજી વ્યક્તિ આ પ્રમાણે કહે છે કે “મેરે