________________
૭૦૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ અહીં “વહુ' વગેરેમાં સંખ્યા શબ્દમાં રહેલાં કયા ધર્મની સમાનતાનો આરોપ કરીને સંખ્યા શબ્દનો બોધ કરવામાં આવે છે? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એનાં અનુસંધાનમાં પૂર્વપક્ષ હવે પછીની પંક્તિઓમાં જણાવે છે.
નિયતવિષયનાં બોધનાં કારણ સ્વરૂપ સંખ્યા છે અર્થાત્ સંખ્યા પદથી એક, બે, ત્રણ, ચાર વગેરે ચોક્કસ અવધિનો બોધ થાય છે. એ બોધનાં કારણરૂપ પદાર્થમાં રહેલો જે ધર્મ છે, તેને સંખ્યા કહેવામાં આવે છે. આવી સંખ્યાથી ભિન્ન “વહુ' વગેરે સંખ્યાઓ છે. અહીં જ્યાં જ્યાં ત્રિત્વ વગેરે સંખ્યાઓ છે ત્યાં ત્યાં વિદુત્વ છે. આથી ત્રિત્વ વગેરેને વ્યાપક વદુત્વ કહેવાય છે. ન્યાયદર્શનમાં જાતિભિન્ન ધર્મ હોય તે ઉપાધિ સ્વરૂપ કહેવાય છે. આ ઉપાધિસ્વરૂપ ધર્મ પણ બે પ્રકારનાં હોય છે. (૧) સખંડ ઉપાધિવાળા અને (૨) અખંડ ઉપાધિવાળા. હવે અવિદ્યમાન એવાં પદાર્થોમાં રહેલા ધર્મો અખંડ ઉપાધિ સ્વરૂપ થશે. જેમ કે, પ્રતિયોગિતા, વિષયતા વગેરે ધર્મો. તે જ પ્રમાણે વદુત્વધર્મ પણ અખંડ ઉપાધિ સ્વરૂપ બનશે. આમ, આ અર્થનો બોધ કરાવવા માટે આચાર્ય ભગવંતે પંક્તિઓ લખી છે કે, ત્રિત્વ વગેરે સંખ્યાને વ્યાપક એવું અખંડ ઉપાધિ સ્વરૂપ વૈદુત્વથી વિશિષ્ટ “વહુ” વગેરે સંખ્યા છે. આ “વહુ" વગેરેમાં, સંખ્યાવાચક શબ્દોમાં જેવા કાર્યો થાય છે, એવા જ કાર્યો થતાં હોવાથી “વહુ' વગેરેનાં વાચક પદોમાં પણ સંખ્યા જેવાં છે એવો બોધ થઈ જ જશે. માટે અતિદેશસૂત્ર બનાવીને “વ” પદ લખવાની આવશ્યકતા નથી.
(श० न्यासानु०) न-एवं सति शक्यार्थबाधेन लक्षणाऽभ्युपगन्तव्या, सा च द्विधा-निरूढा आधुनिकी चेति, तत्रानादितात्पर्यिका निरूढा, प्रयोजनवती चाधुनिकी, यदीदानी सङ्ख्याशब्दे लक्षणा स्वीक्रियते तदेयमाधुनिकीति कृत्वा प्रयोजनेन केनचिद् भाव्यम्, न चांत्रासाधारणं प्रयोजनं किमप्युत्पश्यामः, 'सङ्ख्यावत्' इत्यनेनैव विवक्षितार्थसिद्धेः, 'एष ब्रह्मदत्तः' इत्यादौ तु ब्रह्मदत्तगताऽसाधारणधर्मबोधनरूपं प्रयोजनमुपलभ्यते, न च तद् ब्रह्मदत्तसदृशादिशब्देन निश्चेतुं शक्यम्, रूपान्तरेणापि सादृश्योपपत्तेः ।
અનુવાદ :- ઉત્તરપક્ષ :- “ ત્યતુ સંસ્થા” આટલું જ સૂત્ર બનાવવાથી “સંધ્યા' શબ્દથી “ વ” (સંખ્યા જેવાં) અર્થનો બોધ થઈ જશે એવું આપ કહો છો; એ શક્ય નથી. જો “વ” પ્રત્યય વગર સૂત્ર બનાવવામાં આવે અને એક, બે, ત્રણ વગેરે અર્થનો પણ બોધ કરવો હોય તો શક્યાર્થનો બાધ કરીને લક્ષણો સ્વીકારવી પડશે અર્થાત્ “સંસ્થા” શબ્દથી “તિ" અને “મા” અંતવાળું નામ સંખ્યા સ્વરૂપ થાય છે તથા એક, બે વગેરે પણ સંખ્યા સ્વરૂપ છે. એ પ્રમાણે લક્ષણા સંબંધથી સંખ્યા શબ્દનો અર્થ કરવામાં આવે તો જ ઉપરોક્ત અર્થ થઈ શકે. હવે