________________
૬૮૪
સૂ૦ ૧-૧-૩૯ ते इष्टलक्ष्याणि निवर्तयितुं क्षमन्ते, एवं सङ्ख्याप्रदेशेष्वपि एकादिका सङ्ख्या लोकप्रसिद्धा ग्रहीष्यते, "डत्यतु०" सूत्रं तु सङ्ख्याप्रदेशेषु ग्रहणेनाऽननुगृहीतानां कतिप्रभृतीनां ग्राहणेन कृतार्थीभवेदिति संज्ञिकोटौ सङ्ख्याग्रहणस्यानावश्यकत्वात् ।
પૂર્વપક્ષ :- (આ પૂર્વપક્ષ પાણિનિ વ્યાકરણનો છે.) “સોમાન્ સુલ:” (૫/૧/૧૬૩) તથા “મને વે” (૫/૧/૧૬૪) વગેરે સૂત્રોમાં “સોમ” અને “નિ” શબ્દથી આમ તો “વું રૂપ સદ્સ્ય...” ન્યાયથી “સોમ” અને “નિ” સ્વરૂપ શબ્દ જ ગ્રહણ કરી શકાય છે; પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિઓની “નોન” અને “ન” સંજ્ઞા પાડવામાં આવે તો વ્યક્તિવિશેષ અર્થવાળો “સોમ” શબ્દ કૃત્રિમ કહેવાશે તથા દારુ અર્થવાળો “સોમ” શબ્દ તેમજ જવાળા જેમાં હોય છે અને ઉષ્ણતાવાળો જે પદાર્થ છે, તેવો “મન” શબ્દ છે, જે અકૃત્રિમ અર્થવાળો કહેવાય છે. આથી બંને અર્થવાળા “સોમ” અને “મન” શબ્દ ઉપસ્થિત થયે છતે સૂત્રમાં ઉપસ્થિત થયેલા “સોમ” અને “નિ” શબ્દથી સૂરા અને વાળા સ્વરૂપ અર્થવાળા અકૃત્રિમ એવા “સોમ” અને “નિ” શબ્દનું જ ગ્રહણ કરવામાં આવે છે. તે જ પ્રમાણે “તિનાથાત્ પવિ:” (પ/૧૯૭), “સોડપત્યે” ૬/૧/૨૮) “વતા” (૬/૧/૧૦૧) વગેરે સૂત્રોમાં પણ પશુ, પત્ય, અને તેવા શબ્દોનું જ ગ્રહણ પ્રાપ્ત થાય છે. અહીં કૃત્રિમ એવા વ્યક્તિવિશેષવાચી અર્થવાળા ત્રણ શબ્દોનું ગ્રહણ થતું નથી, પરંતુ પશુ વગેરે શબ્દોના જે લૌકિક અર્થો (ગાય વગેરે) થાય છે એવા લૌકિક અર્થવાળા જ પશુ વગેરે શબ્દોને અહીં ગ્રહણ કરાય છે. આમ અકૃત્રિમ એવા જ પશુ વગેરે શબ્દો તે તે સૂત્રોના વિષય બને છે અને અકૃત્રિમ અર્થ લેવામાં આવે તો જ ઈષ્ટ પ્રયોગોની પ્રાપ્તિ કરાવવા માટે તે તે શબ્દો સમર્થ થાય છે. એ જ પ્રમાણે જે જે સૂત્રોમાં સંખ્યા શબ્દને ઉદ્દેશીને કાર્યો બતાવ્યા હશે (દા.ત. સંહિતેશાશ(૬/૪/૧૩૦)) તે તે સૂત્રોમાં લોક-પ્રસિદ્ધ અર્થવાળો એવો સંખ્યાવાચક શબ્દ જ ગ્રહણ કરાશે. માત્ર તિ અને અતુ અંતવાળા શબ્દો લોકપ્રસિદ્ધ સંખ્યાવાચક નહોતા થતા માટે એવાઓની સંખ્યા સંજ્ઞા આ સૂત્રથી કરી છે. આથી (૯/૪/૧૩૦) વગેરે સૂત્રોમાં “સંખ્યા” શબ્દથી જેમ લોકપ્રસિદ્ધ અર્થવાળા સંખ્યાવાચક શબ્દો સંબંધી કાર્યો થશે તેમ “હતિ” અને “તું” અંતવાળા શબ્દો સંબંધી પણ (જેઓની આ સૂત્રથી સંખ્યા સંજ્ઞા થઈ છે.) વગેરે પ્રત્યય સંબંધી કાર્યો થશે. આથી જ અમે કહીએ છીએ કે લોકપ્રસિદ્ધ એવા સંખ્યાવાચક અર્થવાળા સંખ્યાવાચક શબ્દોને ગ્રહણ કરવા માટે સંખ્યા સંજ્ઞાવાળા સૂત્રમાં સંજ્ઞિકોટિમાં સંખ્યા શબ્દનું ગ્રહણ આવશ્યક નથી. સંજ્ઞિકોટિમાં સંખ્યા શબ્દના ગ્રહણ વિના પણ લોકપ્રસિદ્ધ અર્થવાળા એક, બે વગેરે શબ્દો તે તે સૂત્રોમાં રહેલા સંખ્યા શબ્દથી ગ્રહણ કરી શકાશે. આ પ્રમાણે ગૌરવનો કોઈ પ્રશ્ન જ નથી.