________________
૬૬૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
(૬) અતિદેશ ઃ- જેમાં કોઈક બીજા સૂત્રનો અર્થ લાવવામાં આવે તે “અર્થાતદેશ સૂત્ર” કહેવાય. દા. ત. ‘‘કુંવત્ ર્મધારયે” (૩/૨/૫૭) - આ સૂત્રમાં ‘મદ્રમાર્યા’” એ પ્રમાણે કર્મધારય સમાસ છે. જેનો વિગ્રહ આ પ્રમાણે છે : “મદ્રિા ૬ અસૌ માર્યા વ।” હવે “મદ્રિા'' શબ્દ સ્ત્રીલિંગમાં હતો તે આ સૂત્રથી પુલિંગ અર્થવાળો થયો. આથી પુલિંગ સ્વરૂપ અર્થનો “મદ્રિા” શબ્દમાં અતિદેશ થયો છે. એ જ પ્રમાણે “વર્ણનીયમાર્યાં” વગેરેમાં સમજી લેવું. પાણિનિ વ્યાકરણમાં આ અતિદેશ સંબંધમાં “સ્ત્રી પુંવત્ વ” (૧/૨/૬૬) સૂત્ર છે. એ સૂત્ર પ્રમાણે ‘“યુવ” પ્રત્યયાન્તની સાથે વૃદ્ધ સંજ્ઞાવાળા સ્ત્રીવાચી શબ્દો આવે તો વૃદ્ધસંજ્ઞાવાળા સ્રીવાચી શબ્દો એકશેષ રહે છે અને એ સ્ત્રીવાચી શબ્દ પુંવત્ થાય છે.
(૭) રૂપાતિદેશ ઃ- “છુ” શબ્દમાં “તૃત્” ભાવ માનીને “” સ્વરૂપનો અતિદેશ કરવામાં આવે છે અર્થાત્ “ોછુ”નું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જ “ોટ્ટ”નું માનવામાં આવે છે. સિદ્ધહેમ વ્યાકરણમાં “શસ્તુનસ્તૃક્ પુસિ” (૧/૪/૯૧) સૂત્ર છે. અહીં “વત્” પ્રત્યયનાં અભાવમાં પણ અતિદેશ થયો છે, એમ માનવું. પાણિની વ્યાકરણમાં ‘“તૃત્વોg” (૭/૧/૯૫) સૂત્ર છે. આ સૂત્ર પણ રૂપાતિદેશનું સ્વરૂપ બતાવે છે.
આ પ્રમાણે સાત પ્રકારનાં અતિદેશ લોકવ્યવહારમાં પણ જોવા મળે છે.
(૧) નિમિત્તાતિદેશ ઃ- ધરતીકંપની આગાહી સાંભળીને કોઈક વ્યક્તિ ભયભીત થઈ જાય તો એવી આગાહીને સાંભળીને અન્ય અન્ય વ્યક્તિઓ પણ ભયભીત થાય છે.
(૨) તાદાત્મ્યાતિદેશ ઃ- બે જોડિયા (એકસાથે જન્મેલાં) દીકરાઓ હોય તો લોકો એક દીકરામાં બીજા દીકરાનો આરોપ કરીને પ્રવૃત્તિ કરતાં હોય છે એટલે કે એક દીકરો જાણે બીજો દીકરો જ છે એવું માનીને પ્રવૃત્તિ કરતાં હોય છે. આ તાદાત્મ્ય અતિદેશ થયો.
(૩) શાસ્રાતિદેશ ઃ- કોઈ નીતિવાન વ્યક્તિને જોઈને બીજી વ્યક્તિ પણ નીતિવાન બનવા માટે પુરૂષાર્થ ચાલુ કરે છે. આમ નીતિશાસ્ત્રનો અતિદેશ તે તે વ્યક્તિઓમાં થાય છે.
(૪) કાર્યાતિદેશ ઃ- એક બેનને રસોઈ બનાવતી જોઈને બીજી બેન પણ એવી જ રસોઈ બનાવવાનો પુરૂષાર્થ કરે છે ત્યારે કાર્યાતિદેશ થાય છે.
(૫) વ્યપદેશાતિદેશ ઃ- સંસારમાં પણ ‘‘આદ્યન્તવત્ સ્મિન્' જેવી જ પ્રવૃત્તિ પ્રવર્તે છે. દા.ત. ઘણી બધી વ્યક્તિઓને ઘરે બોલાવી હોય અને એક જ વ્યક્તિ આવે ત્યારે કહેવામાં આવે છે કે, તમે જ પહેલાં છો અને તમે જ છેલ્લાં છો.
(૬) રૂપાતિદેશ ઃ- એક ભાઈને જોયા પછી બીજા ભાઈને જોવામાં આવે અને આપણે કહેતાં હોઈએ છીએ કે આ પહેલાં ભાઈનાં જેવા જ છે. આ પરિસ્થિતિમાં પહેલાં ભાઈની આકૃતિનો બીજા ભાઈમાં આરોપ કરવામાં આવે છે.