________________
૬૬૭
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ “સાદેશ્ય” દ્રવ્યને વિશે પણ રહેલું હોય, ગુણને વિશે પણ રહેલું હોય અથવા તો ક્રિયાને વિશે પણ રહેલું હોય. આથી ક્યા અર્થમાં સાદૃશ્ય છે એ જણાવતાં લખે છે કે અહીં ક્રિયાને વિશે રહેલું સાદગ્ધ ઇચ્છાય છે. આથી અર્થ આ પ્રમાણે થશેઃ સંખ્યાવાચક શબ્દો જેવાં કાર્યોને ભજનારા થાય છે તેવા કાર્યોને ભજનારાં જ “તિ” અને “તું” અંતવાળા શબ્દો પણ થશે. આથી “તાર્યમ્ મનો” પંક્તિ બૃહદ્રવૃત્તિમાં લખી છે. “પા ” શબ્દ જે આ સૂત્રમાં કહ્યો છે, તે સંખ્યાપક છે અથવા તો સંખ્યાવાચક છે એ પ્રમાણે પહેલાં પ્રતિપાદન કરાયું છે. આથી “તાર્થ મન" એ પ્રમાણે બૃહદ્રવૃત્તિમાં જે પંક્તિ લખી છે, ત્યાં શંકા થાય છે કે, “ત” સર્વનામથી કયા અર્થવાળી સંખ્યા લેવી ? આથી સંખ્યાવાચકપરક અર્થ હશે ત્યારે “ત” શબ્દથી સંખ્યાવાચકપરકનો બોધ કરવો તથા જ્યારે સંખ્યાપક અર્થનો બોધ કરવો હશે ત્યારે “ત” શબ્દનો લક્ષણાથી સંખ્યાવાચક અર્થ કરવો. આ પ્રમાણે બંને પ્રકારે “તા” પંક્તિનો અર્થ સંખ્યાવાચક કાર્યને ભજનારા થશે એ પ્રમાણે અર્થ જ પ્રાપ્ત કરાવશે. અર્થાત્ “ત” શબ્દથી સંખ્યા શબ્દ અને સંખ્યાવાચક અર્થવાળા એ પ્રમાણે ઉભય અર્થવાળા સંખ્યા શબ્દનું ગ્રહણ થઈ શકશે.
(श० न्यासान० ) वद्धटितत्वादतिदेशसूत्रमिदम् । अतिदेशस्य च निमित्तव्यपदेश-तादात्म्यशास्त्र-कार्य-रूपा-ऽर्थभेदेन सप्तविधत्वेऽपि रूपाद्यतिदेशानामनिष्टसम्पादकत्वेन प्रकृते नाश्रयणम्, शास्त्रातिदेशस्याश्रयणे क्षतिविरहेऽपि तदतिदेशस्य कार्यरूपपंरमुखनिरीक्षकतया वरं कार्यातिदेश एवेति तथैव व्याचष्टे स्म । तथा च सङ्ख्याशब्दस्य सङ्ख्याकर्तृककार्याश्रयणे लाक्षणिक-तया सङ्ख्याकर्तृककार्याश्रयणसदृशकार्याश्रयणं डत्यन्ताऽत्वन्तवृत्तीति वाक्यार्थः ।
અનુવાદઃ- વ” અવયવપણું હોવાથી આ અતિદેશ સૂત્ર છે. એક સ્થાનમાં જે વસ્તુ હોય તેનો અન્ય સ્થાનમાં સંબંધ કરવો તે “તિદેશ” કહેવાય છે. “પત્ર કૃત અન્યત્ર સંવંધ: તિવેશ: ” એવી અતિદેશની વ્યાખ્યા હોવાથી ઉપરોક્ત અર્થ કર્યો છે. આ અતિદેશ નિમિત્ત, વ્યપદેશ, તાદાસ્ય, શાસ્ત્ર, કાર્ય, રૂપ અને અર્થનાં ભેદથી સાત પ્રકારનો છે. આ સાત પ્રકારો અમે જિજ્ઞાસુઓનાં બોધને માટે જણાવીએ છીએ.
(૧) નિમિત્તાતિદેશ - દા.ત. સિદ્ધહેમ વ્યાકરણમાં “પ્રવ” (૩/૩/૭૪) સૂત્ર આવે છે. (પાણિનિ - “પૂર્વવત્ સન:” (૧/૩/૬૨)) પહેલાં જે નિમિત્તને માનીને ધાતુને આત્મપદ વગેરે થતું હતું, તો હવે એ જ નિમિત્તને માનીને “સ” પ્રત્યય પર છતાં પણ ધાતુથી આત્મપદ થશે. દા.ત. ધાતુમાં “” ત્ સંજ્ઞા માનીને આત્મપદ થતું હતું, તો હવે એ જ ધાતુથી “સ” પ્રત્યય પર છતાં પણ “સુ” નિમિત્તને માનીને જ આત્મપદ થશે. આ પ્રમાણે નિમિત્તાતિદેશ થયો.