________________
૬૧૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
વિધાન કરાયેલાની સંજ્ઞા કરવામાં આવે છે. દા. ત. ‘“શુ-તિનો...” (૩/૪/૫) સૂત્રથી “સ” નું વિધાન કરવામાં આવ્યું છે. તથા અધિકારસૂત્રથી “સ” વગેરેની પ્રત્યયસંજ્ઞા થશે. આમ જે પ્રકારે “” વગેરેમાં વાક્યભેદથી સંજ્ઞાવિધિ થાય છે તે જ પ્રકારે પ્રકૃતિ વગેરેમાં પણ વાક્યભેદથી સંજ્ઞાવિધિ થઈ શકશે.
ઉત્તરપક્ષ :- સમાનાધિકરણપણું તો “સ”, “અ” વગેરે પ્રત્યયોની સાથે જ છે, પરંતુ “શુક્–તિક્’” વગેરે પ્રકૃતિઓની સાથે નહીં. કારણ કે આ પ્રકૃતિઓ પંચમી વિભક્તિમાં આવી છે. માટે પ્રકૃતિ વગેરેની સંજ્ઞાવિધિ (પ્રત્યયસંજ્ઞાવિધિ) થઈ શકશે નહીં.
પૂર્વપક્ષ :- ‘સન્” વગેરેમાં વાક્યભેદ કરવા દ્વારા સંજ્ઞાવિધિ અવશ્ય થશે જ. એ જ પ્રમાણે પ્રકૃતિ આદિમાં પણ પ્રત્યયસંજ્ઞાની ઉપસ્થિતિના સામર્થ્યથી સંજ્ઞા-સંજ્ઞી સંબંધને યોગ્ય એવી વિભક્તિની જાણકારી દ્વારા પ્રથમા વિભક્તિને અધ્યાહારથી લાવીને પ્રત્યયસંજ્ઞાવિધિ થઈ શકશે. પ્રત્યયનો અધિકાર દરેક સૂત્રમાં જાય છે. આથી જે પ્રમાણે “સ”ની સાથે પ્રથમા વિભક્તિના સંબંધથી “સ”ની પ્રત્યયસંજ્ઞા થઈ એ જ પ્રમાણે “શુક્-તિબ્” વગેરે પ્રકૃતિઓની સાથે પણ પ્રથમા વિભક્તિનો અધ્યાહારથી સંબંધ થવાથી પ્રત્યયસંજ્ઞાવિધિ થશે. કોઈક વ્યક્તિ કહે “વૃક્ષસ્ય સમીપસ્થાત્ પુરુષાત્ અહમ્ ગચ્છામિ ।' (વૃક્ષની સમીપ રહેલા પુરુષ પાસેથી હું જાઉં છું.) હવે અહીં જો એ પુરુષની દેવદત્તસંજ્ઞા કરવી હોય તો “પુરુષાત્’શબ્દ જે પંચમી વિભક્તિમાં છે તેમાં અધ્યાહારથી પ્રથમા વિભક્તિ સમજીને જ સંજ્ઞાવિધિ થઈ શકશે. દા. ત. “પુરુષોઽયં વેવત્તઃ ।'' આ ઉદાહરણની ઉપમાથી જ અમે કહીએ છીએ કે જ્યારે સંજ્ઞા અને સંન્નીના સંબંધની જાણકારી કરવી હોય તો અધ્યાહારથી પ્રથમા વિભક્તિ આવી જ જશે.
ઉત્તરપક્ષ :- ‘શુ-તિગ્’” વગેરેમાં જે પંચમી વિભક્તિ છે, એમાં પ્રત્યયસંજ્ઞાનું પ્રયોજનપણું તો નથી એટલે કે પોતાની જ પ્રત્યયસંજ્ઞા થાય એવી વિભક્તિ અંતવાળાપણું તો નથી. દા. ત. કોઈક કહે કે લોટામાં લાવવામાં આવેલ જે પદાર્થ છે તે પાણી છે. આ પરિસ્થિતિમાં પાણી સ્વરૂપ સંજ્ઞા લોટામાં લાવવામાં આવેલા પદાર્થની થઈ શકશે, પરંતુ લોટાની પાણી સંજ્ઞા થઈ શકશે નહીં. માટે અમારે કોઈ આપત્તિ પ્રકૃતિ વગેરેમાં પ્રત્યયસંજ્ઞા નિમિત્તક જણાતી નથી.
પૂર્વપક્ષ ઃ- આમ તો “નુ” અને “તિન્”ને પંચમી વિભક્તિ કરી છે, આથી એ પંચમી વિભક્તિનું માત્ર “સ”ની ઉત્પત્તિ કરવા માટેનું જ પ્રયોજન છે, પરંતુ જો પ્રત્યયસંજ્ઞાનો અધિકાર લાવવો હશે તો દરેક સંજ્ઞાઓમાં પ્રત્યયસંજ્ઞા ઉપસ્થિતિના સામર્થ્યથી જ સંજ્ઞા અને સંશીના સંબંધને યોગ્ય એવી વિભક્તિ આવશે તો જ પ્રત્યયસંજ્ઞાનું પ્રયોજન સિદ્ધ થશે. આથી સંજ્ઞા-સંજ્ઞી સંબંધને જણાવનાર વાક્યમાં સંજ્ઞાસંબંધની જાણકારીના નિમિત્તે પ્રથમા વિભક્તિ આવશે તો એમાં સંજ્ઞાનું પ્રયોજનપણું હોવાથી સ્વાર્થતા પ્રાપ્ત થઈ જશે, જે દોષરૂપ થશે નહીં.