________________
૫૯૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ उपादीयते, न तु तस्यावयवः । तत्राप्यनेकान्तत्वे क इद् यस्येति संबन्धाभावाद् बहुव्रीह्यभावः। किं हि स तस्य इत् भवति ? येन तत्कृतानि तस्य किति ङितीति कार्याणि स्युः । अनुबन्धानन्तरं कार्यभावादानन्तर्यसंबन्धश्चेत्; नैवम्-आनन्तर्यार्थे बहुव्रीहेरभावात्, नहि तस्मादानन्तर्यं प्रतीयते इत्यर्थासामर्थ्याद् बहुव्रीह्यभावः । वचनसामर्थ्याद् (सौत्रत्वाद्) भविष्यतीति चेत्, यद्येवं पूर्वपरयोरित्कृतं प्राप्नोति " भवतोरिकणीयसौ" [६.३.३०.] इत्युभयपाठानन्तरमित्त्वात्, नैष दोष:-व्याख्यानाद् इकण् ईयस् इति विच्छिन्नयोः पाठः कर्तव्यः; ततः पूर्वस्यैवा (सावं) नन्तरो न तु परस्य, कालव्यवायात्, तथा परस्यैवानन्तरो न पूर्वस्येति । स चावश्यं कर्तव्यः, इतरथा अक्रियमाणे विच्छिन्नपाठे एकान्तेऽपि सन्देहः स्यात् - (तत्र) न ज्ञायते पूर्वस्य भवत्याहोस्वित् परस्येति सन्देहमात्रमेतद् भवति । सर्व (त्र) सन्देहेषु चेदमुपतिष्ठते व्याख्यानतो विशेषप्रतिपत्तिर्न हि सन्देहादलक्षणम् * इति पूर्वस्येति व्याख्यास्यामः, यत एकान्तपक्षे एकोऽवयवो द्वयोर्न संभवतीति सन्देहे व्याख्यानान्निश्चयः ।
અનુવાદ ઃ- પૂર્વપક્ષ (ચાલુ) :- જો અનુબંધને અવયવ સ્વરૂપ માનવામાં આવે છે તો ઘણા બધા દોષો આવે છે. આથી અનુબંધો અનવયવ સ્વરૂપ જ થવા જોઈએ. માત્ર કાર્ય કરવા માટે જ અનુબંધો ગ્રહણ કરાય છે, પરંતુ અનુબંધો ધાતુ, પ્રત્યયો વગેરેના અવયવ નથી.
આ પક્ષમાં પણ દોષો આવે છે. ‘“ વ્ યસ્ય સઃ' એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ થતાં ‘“ત્િ” વગેરે શબ્દો પ્રાપ્ત થશે. જેનો અન્ય પદાર્થ પ્રત્યય, ધાતુ વગેરે થશે. અહીં જો અનુબંધ પ્રત્યય વગેરેનો અવયવ નહિ મનાય તો બહુવ્રીહિ સમાસ થઈ શકશે નહિ. આ ♦ સ્ કોના સંબંધમાં છે એ નક્કી થઈ શકતું નથી. આથી સંબંધવશેષનો અભાવ હોવાથી બહુવ્રીહિ સમાસ થઈ શકશે નહિ. અહીં અનુબંધોને અવયવ સ્વરૂપ માન્યા નથી. આથી પ્રશ્ન થશે કે એવો પદાર્થ કયો છે કે જેના સંબંધમાં ત્ સંજ્ઞા થઈ છે ? દા.ત. “વિત્રજ્” અહીં “ક્” ાળું નામ છે. હવે “”ને જો પ્રકૃતિનો અવયવ ન માનવામાં આવે તો સ્વાભાવિક જ પ્રશ્ન થશે કે “ફ્” ત્ કોના સંબંધમાં થશે ? અહીં ન્યાસમાં પંક્તિઓ લખી છે, ‘“મિ હિ સઃ તસ્ય રૂત્ ભવતિ ?” અહીં ‘સઃ” તરીકે કોઈ પ્રકૃતિ વગેરે આવશે અને ‘તસ્ય” પણ કોઈ પ્રકૃતિ વગેરેનાં સંબંધમાં જ છે. આથી એવી તે કઈ પ્રકૃતિ વગેરે છે કે જેના સંબંધમાં ત્ થાય ? જ્યાં સુધી ત્નો સંબંધ કોની સાથે છે એ જણાશે નહિ ત્યાં સુધી ત્ વડે કરાયેલા કાર્યો તે તે પ્રકૃતિ વગેરે સંબંધી થઈ શકશે નહિ.
ઉત્તરપક્ષ :- અનુબંધ પછી કાર્યનો ભાવ હોવાથી અનન્તર-અનન્તરીભાવસંબંધ માનીશું. આથી અનન્તર-અનન્તરીભાવસંબંધથી બહુવ્રીહિ સમાસ થઈ શકશે.
પૂર્વપક્ષ :- આ પ્રમાણે અનન્તર-અનન્તીભાવસંબંધમાં બહુવ્રીહિ સમાસ થઈ શકશે નહિ.
--