________________
૬૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
પર્યાય સ્વરૂપ ધર્મથી વસ્તુમાં અનિત્યત્વ રાખીએ છીએ અને દ્રવ્યત્વ સ્વરૂપ ધર્મથી વસ્તુમાં નિત્યત્વ રાખીએ છીએ. જો પર્યાય સ્વરૂપથી જ વસ્તુમાં અનિત્યત્વની સાથે નિત્યત્વ રાખતાં હોત તો તો તમે કહેલા બધા જ દોષોનો અવકાશ ઊભો થાત. આ પ્રમાણે કોઈપણ વસ્તુમાં એકસાથે બે ધર્મોનો એક જ સ્વરૂપથી અભેદ ન થતો હોવાથી સંકરદોષનો પ્રસંગ નથી તેમજ વ્યતિકરદોષનો પણ અવકાશ નથી. તથા જે સ્વરૂપથી અનિત્યત્વધર્મ રહેતો હોય એ જ સ્વરૂપથી નિત્યત્વધર્મ રહે તો સંશયદોષ ઊભો થાય, પરંતુ અમારા મતમાં તો ભિન્ન સ્વરૂપથી ધર્મો રહેતાં હોવાથી સંશય નામનો દોષ પણ નથી. આ જ પ્રમાણે અનવસ્થાદોષનું નિરાકરણ પણ થઈ જ જાય છે. ઘટ વગેરેમાં ઘટની અવસ્થાનો નાશ થતો જણાય છે અને માટી સ્વરૂપ અવસ્થાનો નાશ થતો નથી, આથી પ્રત્યક્ષથી જ ઘટમાં ઉભય ધર્મની પ્રાપ્તિ એકસાથે જણાતી હોવાથી દૃષ્ટહાનિદોષનો પણ સંભવ જણાતો નથી. અદૃષ્ટકલ્પનાદોષ પણ પદાર્થમાં આ પ્રમાણે રહેશે નહીં. કારણ કે કોઈપણ પદાર્થમાં નિત્યાનિત્યધર્મ પ્રત્યક્ષથી જ દેખાય છે. આ પ્રમાણે સ્યાદ્વાદ પક્ષમાં કોઈપણ દૂષણોને અવકાશ નથી.
આ બધી ચર્ચાઓના અંતે પૂજ્ય આચાર્ય ભગવંત પોતાના અભિપ્રાયના નિષ્કર્ષરૂપ પંક્તિ બૃહ-ન્યાસમાં લખે છે. જે તાત્તિ... દ્વારા જણાવી છે. ભિન્ન ભિન્ન સ્વરૂપથી એક જ પદાર્થમાં વિરોધી એવા ધર્મો પણ રહેતા હોવાથી જે વર્ણમાં હ્રસ્વપણાંનું વિધાન કરાય છે, તે જ વર્ણોમાં દીર્ઘત્વ વગેરેનું વિધાન પણ થઈ શકે છે. જો અવળને સંપૂર્ણ સ્વરૂપથી નિત્ય નહીં માનો તો પૂર્વધર્મની નિવૃત્તિપૂર્વક હ્રસ્વ વગેરે વિધિનો સંભવ થશે નહીં. એ જ પ્રમાણે વર્ણને અનિત્ય જ માનશો તો વર્ણની ઉત્પત્તિ થયા પછી તેનો તરત જ નાશ થઈ જશે. આથી કોની હ્રસ્વ વગેરે વિધિ કરવી ? એ પ્રશ્ન ઉપસ્થિત થશે. આથી જ અમે વર્ણને સામાન્ય સ્વરૂપથી નિત્ય માનીએ છીએ તથા હ્રસ્વ વગેરે વિધિ સ્વરૂપથી અનિત્ય માનીએ છીએ. દરેકે આ વસ્તુ સ્વીકારવી જ પડશે.
હવે ‘તથા દ્રવ્યાનામ્ સ્વપરાશ્રય સમવેતયિાનિર્વતમ્ ...' વગેરે પંક્તિઓનો અનુવાદ લખાય છે. ભર્તૃહરિ વિરચિત વાક્યપદીયગ્રન્થના ત્રીજા કાંડમાં સાધનસમુદ્દેશમાં એક શ્લોક આવે છે જે આ પ્રમાણે છે :
“સ્વાશ્રયે સમવેતાનાં, તવેવાશ્રયાન્તરે । યિાળામમિનિત્તૌ, સામર્થ્ય સાધનં વિદુ: || શ્ ।"
પોતાના આશ્રયમાં સમવાય સંબંધથી રહેલી ક્રિયાની નિષ્પત્તિમાં જે સામર્થ્ય છે (ક્ષમતા છે) તે કારક કહેવાય છે. સાધનનો અર્થ કા૨ક સમજવો. એ જ પ્રમાણે પરસ્વરૂપ આશ્રયમાં સમવાય સંબંધથી રહેલી એવી ક્રિયાની નિષ્પત્તિમાં જે સામર્થ્ય છે, તે કા૨ક કહેવાય છે. ટૂંકમાં દ્રવ્યોમાં રહેલી ક્રિયાની નિષ્પત્તિનું જે સામર્થ્ય તે સાધન (કારક) છે.