________________
સૂ૦ ૧-૧-૨૭
૩૫૯
ગયેલા અર્થનો પ્રયોગ થતો નથી) આ ન્યાયથી જો ધાતુવડે જ અર્થ કહેવાઈ ગયો હોય તો એ જ અર્થને ફરીથી કહેવા માટે પ્ર અને ના ઉપસર્ગનો પ્રયોગ આવશ્યક નથી.
ઉત્તરપક્ષ :- આ પ્રમાણે કહેવું નહીં. પ્રકરણ વગેરેના વિશેષથી પ્રગટ બોધને માટે એકવાર કહેવાયેલા અર્થનો પણ ફરીથી પ્રયોગ થાય છે. જેમ કે લોકમાં પણ કહેવાય છે કે અપૂૌ દૌ આનય (બે પૂડલાંને લાવો) તથા વ્રાહ્મળૌ ઢૌ આનય (બે બ્રાહ્મણોને લાવો.) અહીં પૂર્વી અને બ્રાહ્મળ શબ્દ દ્વારા જ દ્વિત્ય સંખ્યાનો બોધ થઈ જાય છે. આ પ્રમાણે દ્વિત્વ અર્થ કહેવાઈ ગયે છતે પણ ફરીથી ૌ એ પ્રમાણે પ્રયોગ લોકમાં દેખાય છે. અહીં તમે (પૂર્વપક્ષ) એ પ્રમાણે નહીં માનતા કે અનિયમનો પ્રસંગ આવશે. બધે જ દ્વિવચનનો પ્રયોગ હોવા છતાં પણ જો દ્વિત્વ સંખ્યાને જણાવવા માટે ૌ એ પ્રમાણે લખવામાં આવશે. તો કાં’તો બધે જ કહેવાયેલા અર્થને કહેવા માટે ફરીથી શબ્દપ્રયોગોની આવશ્યકતા રહેશે અથવા તો અમુક જગ્યાએ શબ્દપ્રયોગની આવશ્યકતા રહેશે એ પ્રમાણે ચોક્કસ નિયમના અભાવનો પ્રસંગ આવશે. એવું તમે માનશો નહીં. પ્રાપ્ત થયેલા અર્થવાળા એવા જેઓનો ફરીથી પ્રયોગ દેખાય છે તે તે વાક્યોમાં જ કહેવાયેલા અર્થોને પણ ફરીથી કહેવા માટે શબ્દપ્રયોગ કરવામાં આવશે. પરંતુ વૃક્ષ:, તરુ:, પાવવ: વગેરે પ્રયોગોમાં એકત્વસંખ્યાનો અર્થ સિ પ્રત્યયવડે કહેવાઈ જ જાય છે. આથી એ જ એકત્વસંખ્યાને જણાવવા માટે ફરીથી પઃ શબ્દનો પ્રયોગ કરવો પડતો નથી. આમાં કારણ તરીકે આચાર્ય ભગવંત જણાવે છે કે ઃ ત: વગેરે પ્રયોગો જગતમાં દેખાતા નથી. આથી શિષ્ટપુરુષોના જ પ્રયોગોને અનુસરવાથી અનિયમનો પ્રસંગ આવશે નહીં.
સંક્ષેપથી આ પદાર્થ આ પ્રમાણે છે - દા.ત. યાવ શબ્દ અન્ય વાક્યના વિષયવાળો બીજો જ છે તથા યાવ શબ્દ પણ બીજો જ છે. એ જ પ્રમાણે વૃષભઃ અને ૠષમ: પણ અન્ય અન્ય વાક્યની અપેક્ષાએ અન્ય અન્ય શબ્દો જ છે. અહીં પણ વૃન્નતિ અને નિવ્રુન્નતિ બંને શબ્દો ભિન્ન જ છે. અને આ વિષયમાં ધાતુની પૂર્વમાં નિ અને પ્ર શબ્દને સહાયક તરીકે સ્વીકારવા યોગ્ય છે. એટલે કે ધાતુના અર્થને પ્રકાશિત કરનારા આ બંને ઉપસર્ગો છે, માટે કોઈ દોષ નથી. આ પ્રમાણે રક્તાર્થાનામ્ અપ્રયોગઃ ન્યાયથી કહેવાયેલા એવા દ્વિત્વ અર્થને કહેવા માટે ફરીથી જે ઢૌનો પ્રયોગ થયો છે એ હ્રૌ અનર્થક નથી. પરંતુ પ્રાપ્ત થતા એવા અર્થવાળો જ છે. એ જ પ્રમાણે અહીં પણ સ્વકૃત્તિના અર્થને કહેવા માટે જ ફરીથી ન ઉપસર્ગનો પ્રયોગ થાય છે. આથી નિ ઉપસર્ગ કહેવાયેલા અર્થને જ કહેતો હોવા છતાં અનર્થક નથી, પરંતુ પ્રાપ્ત થતા અર્થવાળો જ છે. જો પ્ર અને નાિ ઉપસર્ગનું અનર્થકપણું થતું હોત તો અનર્થક એવા પ્ર અને નિની સાથે ક્રિયાના જોડાણનો જ અભાવ થતો હોવાથી ક્રિયાપદની સાથે પ્ર અને ના ઉપસર્ગની પ્રાપ્તિ જ નથી આવતી. હવે જો પ્રાપ્તિ જ ન આવતી હોય તો પ્રતિષેધ પણ નિરર્થક છે. આચાર્ય ભગવંતે ગતિ અને