________________
૩૫૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ રાતિ” પ્રયોગમાં ખાવાનું પ્રકરણ હોવાથી “પ”નો અડદ એ પ્રમાણે અર્થ થાય છે, પરંતુ તોલવાનું માપ અથવા તો મૂર્ખ એવો અર્થ થઈ શકશે નહિ. આમ, પ્રકરણાદિથી જ આવા બધા શબ્દોનો વિશેષ બોધ થઈ શકતો હોવાથી આ બધા શબ્દો સામાન્ય શબ્દો છે. આમ જ્યાં પ્રકરણાદિના સાપેક્ષપણાથી અર્થનો બોધ થતો હોય ત્યાં સામાન્ય શબ્દપણું હોય છે. જ્યારે બધા શબ્દોમાં તો એવું જણાતું નથી જ. વૃક્ષ વગેરે શબ્દો જ્યારે લોકો સાંભળે છે ત્યારે પ્રકરણાદિ વિના જ તે તે શબ્દોના અર્થોનો બોધ લોકોને થઈ જતો હોય છે. આથી તે તે શબ્દો વિશેષ અર્થમાં વિદ્યમાન છે એવું કહી શકાય છે. આથી અમે માનીએ છીએ કે આ બધા સામાન્ય શબ્દો નથી. પ્રકૃતિ, પ્રકૃતિઅર્થમાં રહે છે તેમ જ પ્રત્યય, પ્રત્યયઅર્થમાં રહે છે. જો આ બધા શબ્દો સામાન્ય શબ્દો હોત તો પ્રકૃતિ, પ્રકૃતિઅર્થમાં ન રહી શકત અને પ્રત્યય પ્રત્યયઅર્થમાં ન રહી શકત. આમ અન્વય અને વ્યતિરેકથી પ્રકૃતિનું અર્થવાનપણું સિદ્ધ થાય જ છે.
(श०न्या०) यदि तु सर्वानर्थान् प्रकृतिरेवाभिदध्याद् ‘वृक्ष' इत्युक्ते सर्वेऽर्था प्रतीयेरन्, प्रत्ययो वा सर्वं नामार्थं प्रत्याययेद्, न चैवं प्रतीतिरस्ति, न चाप्रतीतिकमभ्युपगन्तुं शक्यते ।
અનુવાદઃ- ઉત્તરપક્ષ:- જો બધા જ અર્થોને પ્રકૃતિ જણાવતી હોત તો વૃક્ષ: એ પ્રમાણે બોલાયે છતે બધા જ અર્થોની પ્રતીતિ થવી જોઈએ. પરંતુ આવું થતું તો નથી અથવા તો પ્રત્યય જ પ્રકૃતિ અને પ્રત્યય ઉભય અર્થને જણાવત તો માત્ર સિ વગેરે પ્રત્યય સાંભળવાથી બધા અર્થોનો બોધ થઈ જવો જોઈતો હતો. પરંતુ આવો વ્યવહાર જણાતો નથી કે માત્ર પ્રત્યય સાંભળીને જ બધા અર્થો જણાઈ જતાં હોય. દા. ત. ધ શબ્દનો જ, દહીં પદાર્થ, કર્તૃત્વ-શક્તિ, કત્વ-શક્તિ વગેરે બધા જ અર્થો એકમાત્ર ધ પદ સાંભળતાં પ્રાપ્ત થતાં નથી તે જ પ્રમાણે માત્ર રૂ પ્રત્યયને સાંભળતા જ વિષ્ણુનો દીકરો એ પ્રમાણે બંને અર્થનો બોધ થતો નથી. આથી જેના દ્વારા અર્થોની પ્રતીતિ જ ન થઈ શક્તી હોય એને સ્વીકારી શકાતું નથી. ઉપરના તમામ ઉદાહરણોમાં પ્રકરણાદિની સહાયથી અર્થનો બોધ પ્રાપ્ત થાય છે. જયારે જે સામાન્ય શબ્દો નથી ત્યાં અન્વય વ્યતિરેકથી પ્રકૃતિનું અર્થવાપણું સિદ્ધ થાય છે. આ પ્રમાણે પ્રકૃતિમાં અર્થવાપણું સિદ્ધ થવાથી જ પ્રકૃતિમાં નામસંજ્ઞા થઈ શકે છે.
(श०न्या०) ननु चादीनां द्योतकत्वादभिधेयार्थाभावेऽपि द्योत्यार्थसद्भावात् सत्यर्थवत्त्वे सिध्यतु संज्ञा, येषां द्योत्योऽप्यर्थो नास्ति तेषां नामसंज्ञा न प्राप्नोति, ततश्च खञ्जति, निखञ्जति, लम्बते, प्रलम्बते, (इत्यादौ) नामत्वाभावाद् विभक्त्यभावे पदत्वाभावात् तत्कार्याभावः । .
અનુવાદ - પૂર્વપક્ષ - કોઈપણ શબ્દોમાં અભિધેય સ્વરૂપ અર્થ હોય અને ઘોત્ય સ્વરૂપ અર્થ હોય તો એવા શબ્દોમાં અર્થવાનપણું ગણાય છે. અને અર્થવાનપણું થવાથી એવા શબ્દોની