SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ સૂ૦ ૧-૧-૨૬ હવે પ્રકરણ અથવા તો પ્રસ્તાવ વિશેષથી અર્થની પ્રતીતિ થાય છે એનું ઉદાહરણ બતાવે અરે સખી! લોકોની વાતચીતથી સાંભળ્યું છે કે આજે જ તારો પતિ થોડી વારમાં આવી પહોંચશે. અરે ! તને તો જાણે કે કંઈ ખબર જ નથી. અરે ! જા, જે કાંઈ કરવાનું છે તે કરી નાંખ. અહીં પ્રકરણ છે નાયિકાની પોતાના પતિની પાસે જવાની તૈયારીનું. પરંતુ આ સમયે નાયિકાએ પોતાનાં પતિ પાસે જવું યોગ્ય નથી. એવો અર્થ પ્રકરણથી જણાય છે કારણ કે ઘરે જે પણ કંઈ કરવાનું છે તે કરવા યોગ્ય છે એવાં શબ્દો ઉપરથી આવો અર્થ ફલિત થાય છે. હવે દેશ વિશેષથી અર્થની પ્રતીતિ થાય છે એનું ઉ.દા. બતાવે છે. અરે સખીઓ ! અહીં મને ફળ તોડવા દો. હું દૂર સુધી ચાલી શકતી નથી. તમને હાથ જોડું છું. નારાજ થતી નહીં. તમે બધા જ બીજી જગ્યાએથી ફળ તોડો. અહીં, સખીઓને ફળ તોડવા માટે કોઈ અન્ય સ્થાનમાં મોકલી દેવાથી આ સ્થાન નિર્જન બનવાથી વાચ્ય રૂપ અર્થ એવો જણાઈ રહ્યો છે કે સખીનાં વેશને ધારણ કરનાર પ્રેમી પોતાની પ્રેમિકાને કહી રહ્યો છે કે, અરે પ્રિયતમા ! હવે ડરવાની શી જરૂર છે? હવે તો અહીંથી બધી સખીઓ જતી રહી છે. હવે તું આવી જા. આપણે બંને આનંદ મનાવીએ. હવે કાળ વિશેષથી અર્થની પ્રતીતિ થાય છે. એનું ઉ.દા. બતાવે છે. અરે પ્રિયતમ ! અરે મારા વૃદ્ધપુરુષનાં આજ્ઞાકારી પ્રિયતમ ! હું તમને કહેવાવાળી કોણ? હું બહુ ભાગ્યહીન છું. આજે તમે અહીંથી જતા રહેવાનાં છો. જાઓ, જ્યાં જવું હોય ત્યાં. પરંતુ એ સાંભળી લો કે તમારા જવાથી મારું શું થશે ? અહીં “મા” પદથી વસંત સમયનું વર્ણન છે. એનાથી એવો અર્થ જણાઈ રહ્યો છે કે હે પ્રિયતમ ! આ વસંત ઋતુમાં જવાથી તમારી પર શું વીતશે એ તો હું નથી જાણતી. પરંતુ હું તો હવે બચી શકીશ નહીં. મારા નસીબમાં તો હવે મરવાનું જ લખાયું છે. હવે ચેષ્ટા વિશેષથી અર્થની પ્રતીતિ થાય છે એવું બતાવે છે. અરે મિત્ર ! તને શું બતાવું! જેવો એ સુંદરીએ તેના ઘર પાસે પહોંચેલા એવા મને જોયો કે એક વિચિત્ર દશ્ય ઉપસ્થિત થઈ ગયું. પહેલા તો એણે પોતાની જાંઘોને ફેલાવી દીધી. પછી તરત એને ભેગી કરી. એકવાર તો એણે પોતાનાં મસ્તકનાં કપડાંનાં છેડાને મુખની સામે ખેંચ્યો અને પછી તરત જ પોતાની ચંચળ આંખો નીચે કરી દીધી અને મુખથી કંઈ પણ બોલી નહીં. બસ, પોતાના બંને હાથો ભેગા કરીને શાંતિથી ઊભી રહી.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy