________________
૩૦૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ क्वचित् तत् साक्षाद् विशेषणम् । यत् तद्विशेषणस्य विशेषणं तत् पारम्पर्येण, तदपि तद्विशिष्टेन त्याद्यन्तं विशिष्यत इति तद्विशेषणेऽपि नियोगात् तस्य विशेषणं भवत्येवेति ।
અનુવાદ - પૂર્વપક્ષ :- અવ્યય સહિત આખ્યાત, કારક સહિત આખ્યાત, કારક વિશેષણ સહિત આખ્યાત અને ક્રિયાવિશેષણ સહિત આખ્યાત વાક્ય સંજ્ઞાવાળું થાય છે એ પ્રમાણે કહેવા યોગ્ય છે.
અવ્યય સહિત આખ્યાતનું ઉદાહરણ આ પ્રમાણે છે. તે મોટેથી ભણતો નથી. કારક સહિત આખ્યાતનું ઉદાહરણ આ પ્રમાણે છે. તે ભાતને રાંધે છે. અહીં “ગોન” એ કારક છે અને વિશેષ્ય જે છે તે આખ્યાત પદ “પ્રવૃતિ” સ્વરૂપ છે. હવે “સાવિશેષણમ્ માધ્યાતિમ્”નું ઉદાહરણ આપે છે. “મૃદુ વિશદ્રમોદ્રાં પતિ” તે પોચા એવા સ્વચ્છ ભાતને રાંધે છે. અહીં “મૃદુ" અને વિશદ્રમ્” બંને ગોવન સ્વરૂપ કારકના વિશેષણો છે અને “પતિ” એ આખ્યાત પદ છે. આથી આ કારક વિશેષણ સહિત એવું આખ્યાત પદ કહેવાશે.
કારક વિશેષણ સહિત એવું આખ્યાતનું બીજું ઉદાહરણ આપે છે. હે દેવદત્ત ! તું દંડવડે સફેદ ગાયને હાંકીને લાવ. અહીં ગાય પદ કર્મકારક છે તથા “શુલ્તામ્” પદ એ કર્મ કારકનું વિશેષણ છે અને કર્તા કારક તરીકે દેવદત્ત છે. અગાઉના ઉદાહરણમાં પણ ર્મ કારકનું જ વિશેષણ હતું. આ ઉદાહરણ પણ કર્મકારક વિશેષણવાળું જ છે.
હવે, ક્રિયા વિશેષણ સહિત ક્રિયાનું ઉદાહરણ આપે છે તે સારુ રાંધે છે. અહીં “પતિ” સ્વરૂપ ક્રિયાનું “સુ” વિશેષણ છે તથા “પતિ” એ આખ્યાત પદ છે. આથી આખ્યાતપદનું “સુ” એ વિશેષણ હોવાથી સક્રિયા વિશેષણ સંબંધી આ ઉદાહરણ છે.
આમ, જોવા જઈએ તો ઉપરના બધા ઉદાહરણો ક્રિયાના વિશેષણવાળા જ કહેવાય છે. પરંતુ, આવું કહેવું નહીં. કેટલાક ક્રિયાના સાક્ષાત્ વિશેષણો બને છે તથા કેટલાક ક્રિયાના પરંપરાએ વિશેષણો બને છે. ક્રિયાના જે સાક્ષાત્ વિશેષણો હોય અથવા તો પરંપરાએ વિશેષણો (કારક અવ્યય વગેરે બધા જ વિશેષણો કહેવાય છે એવી અપેક્ષાવાળું આ વિશેષણ સ્વરૂપ પદ છે.) હોય એ કેટલાક પ્રયોગ કરાયેલા હોઈ શકે છે અથવા તો કેટલાક પ્રયોગ કરાયેલા ન પણ હોઈ શકે. અહીં સૂત્રમાં વિશેષણ પદનો સામાન્યથી નિર્દેશ હોવાથી સાક્ષાત્ અથવા તો પરંપરા સંબંધી બધા જ વિશેષણો ગ્રહણ કરી શકાશે.
“” સ્વરૂપ ક્રિયા અથવા તો સાધનનું તથા “સંત” સ્વરૂપ ક્રિયા અથવા સાધનનું અવ્યવધાનથી જે વ્યવચ્છેદક (ભદક) હોય તે સાક્ષાત્ વિશેષણ કહેવાય છે. અહીં ક્રિયા અથવા સાધનનું જે કોઈ સ્વરૂપ હોય તે “મા” રૂપથી વ્યાવર્તિત થાય છે. જે આવા સ્વરૂપવાળું હોય