________________
૨૯૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
-: શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ :
‘‘શિસ્તૃપ્ વિશેષળે’’ શિપ્ ધાતુ પાંચમા ગણનો વિશેષણ અર્થમાં છે. જેનાથી વિશેષ્ય અન્યથી વ્યવચ્છેદ (ભિન્ન) કરાય છે એ અર્થમાં “વિ” ઉપસર્ગપૂર્વક “શિ” ધાતુને ‘રાધારે’ (૫ ૩/૧૨૯) સૂત્રથી ‘અનસ્' પ્રત્યય થતાં ‘વિશેષણમ્' શબ્દ પ્રાપ્ત થાય છે.
હવે ‘વિશેષણની સાથે વર્તે છે.’ એ પ્રમાણે સહાર્થ બહુવ્રીહિ સમાસ થતાં ‘સદ્દ’નો ‘સ’ આદેશ ‘“સહસ્ય સોઽન્યાર્થે’ (૩/૨/૧૪૩) સૂત્રથી થઈને ‘સવિશેષળમ્’ સ્વરૂપ સામાસિક શબ્દ બને છે; જેનો અર્થ વિશેષણ સહિત થશે. સંપૂર્ણ અર્થ આ પ્રમાણે થશે. વિશેષણ સહિત એવું આખ્યાત વાક્યસંજ્ઞાવાળું થાય છે.
(श०न्या० ) आख्यायते साध्यार्थाभिधायितया कथ्यते स्मेति ते आख्यातं क्रियाप्रधानम्, तच्च त्याद्यन्तमिति । क्रियोपलक्षणं चैतत्, तेन 'देवदत्तेन शयितव्यम्' इत्याद्यपि वाक्यं भवति, तत्र साधनव्यापारस्य क्रियार्थतया प्रतीतेः, 'कारकः' इत्यादौ च शब्दशक्तिमाहात्म्यात् साधनव्यापारस्य प्राधान्यं क्रियायास्तदुपलक्षणत्वेन व्यापाराद्; अयमेव कृदाख्यातयोर्भेद इत्याहत्याद्यन्तं पदमित्यादि ।
અનુવાદ :- હવે ‘આવ્યાત' પદનો અર્થ જણાવે છે ઃ સાધ્યઅર્થને કહેવાવાળાપણાંથી જે કહેવાય એ અર્થમાં ‘આ +રહ્યા’ ધાતુને ભાવમાં ‘વક્ત’ લાગવાથી ‘આધ્યાતમ્’ શબ્દ પ્રાપ્ત થાય છે. અહીં સાધ્ય અર્થથી ક્રિયા આવશે. જાતિ અને ગુણ સિદ્ધ જ હોય છે. ‘શુવત્તા નૌઃ વૃતિ' પ્રયોગમાં ‘શુત’ ગુણ તો ગાયમાં પહેલેથી જ હતો. ‘શોત્વ' જાતિ પણ પહેલેથી જ સિદ્ધ હતી. પરંતુ ચાલવાની ક્રિયા અત્યારે ‘↑’ માટે સાધ્ય છે. આથી ચાલવાની ક્રિયા સ્વરૂપ પદાર્થ એ સાધ્યાર્થ છે. જ્યારે શોત્વ જાતિ અને ગુપ્ત ગુણ એ સિદ્ધાર્થ છે. અહીં સાધ્યાર્થનું કથન ‘ચહતિ’ ક્રિયાપદ કરે છે. આથી ‘વતિ' એ આખ્યાત કહેવાય છે. જાતિરૂપ ધર્મ પદાર્થની સત્તાને બતાવે છે. તથા ગુણરૂપ ધર્મ સમાન એવા વિદ્યમાન પદાર્થોથી વ્યાવૃત્તિ કરાવનારો પદાર્થમાં જ સત્તા સ્વરૂપે રહેલો હોય છે. શોત્વ એ પદાર્થની સત્તાને બતાવનારો જાતિરૂપ ધર્મ છે. જ્યારે પ્રાપ્ત થયેલી સત્તાવાળી એવી ોત્વજાતિને સમાન એવી અન્ય ોત્વને ભિન્ન કરનાર ‘શુવન્ત' ગુણ છે. આ પ્રમાણે આ બંને સિદ્ધાર્થ કહેવાશે.
આઘ્યાત હંમેશાં ભાવપ્રધાન હોય છે. ભાવપ્રધાન એટલે ક્રિયાપ્રધાન. જેના દ્વારા હોવું થાય છે તે ક્રિયા છે. જેમ કે ચાલવા દ્વારા, દોડવા દ્વારા જે થવું તે ક્રિયા છે. ક્રિયાનાં ઉપલક્ષણથી સિદ્ધ ક્રિયાને પણ ક્રિયા કહેવાશે. જે ત્ પ્રત્યયોથી ઉક્ત થાય છે તે જાણે કે સિદ્ધ ક્રિયા જેવી જ જણાય છે. દા.ત. દેવદત્તવડે સૂવા યોગ્ય છે. અહીં સૂવાની ક્રિયા જાણે કે સિદ્ધ પદાર્થ સ્વરૂપ