________________
સૂ૦ ૧-૧-૧૭
૨૩૧ દા.ત. અને આ બંને સ્વસંજ્ઞાવાળા છે. આ બંનેમાં સ્થાન અને આર્ય પ્રયત્ન સમાન છે છતાં પણ શ્રુતિભેદ શા માટે થાય છે ?
ઉત્તરપક્ષ:- શ્રુતિભેદ કાળ, પરિમાણ, કરણ અને પ્રાણવડે કરાયેલ ગુણના પ્રયત્ન) ભેદથી થાય છે. જેટલા કાળમાં આંખ મીંચાય છે અથવા તો ઉઘડે છે તેટલા કાળને માત્રા કહેવાય છે. જે વર્ણ એક માત્રાવાળો હોય છે તે માત્રિ: વર્ણ કહેવાય છે એ જ પ્રમાણે બે માત્રાવાળો વર્ણ દિમાત્ર: વર્ણ કહેવાય છે. તથા ત્રણ માત્રાવાળો વર્ણ ત્રિમત્ર: વર્ણ કહેવાય છે. વ્યંજનની અડધી માત્રા છે. આમ વર્ગોમાં ચાર પ્રકારના કાળના પરિમાણથી શ્રુતિમાં ભેદ પડે છે.
જીભના અગ્ર, ઉપાગ્ર, મધ્ય અને મૂળભાગના ભેદથી પણ શ્રુતિમાં ભેદ થાય છે. આ ચારેયને કરણ કહેવામાં આવે છે.
આ પ્રમાણે કરણના ભેદથી પણ શ્રુતિભેદ થાય છે એવું પહેલા પણ કહેવાઈ ગયું છે. પ્રાણવડે કરાયેલ પ્રયત્નના ભેદો ઘોષ, અઘોષ વગેરે ૧૧ (અગ્યાર) પ્રકારે છે. આ પ્રયત્નના ભેદોથી પણ વર્ષોની શ્રુતિમાં ભેદ થાય છે. અહીં પ્રાણવડે કરાયેલ ગુણભેદો (પ્રયત્નભેદ) લખ્યું છે તો ત્યાં પ્રાણ એટલે શું? એના સંબંધમાં આચાર્ય ભગવંતશ્રી જણાવે છે કે જૈનદર્શન પ્રમાણે પાંચ ઇન્દ્રિય, મન, વચન અને કાયા સ્વરૂપ ત્રણ બળો તેમજ ઉચ્છવાસનિઃશ્વાસ તથા આયુષ્ય એ પ્રમાણે દશ પ્રકારના પ્રાણી છે. પરમાત્માવડે કહેવાયું છે કે, આ દશ પ્રાણોનો વિયોગ કરવો તે હિંસા છે. આ દશ પ્રાણોમાં મન, વચન અને કાયા એ ત્રણ બળ પ્રાણ તરીકે કહેવાયા છે અને આ ત્રણેયના વ્યાપારના ભેદથી ઘોષ વગેરે પ્રયત્નો થાય છે. જે પ્રમાણે સમાન ગતિવાળી એવી સમાનદેશમાં રહેલી બે આંગળીઓ નીચે પતન પામે તો આંગળીઓનું પતન કરાવનાર કર્તાની વિશેષતાથી તીવ્ર, તીવ્રતર કે મંદ, મંદતર વગેરે અવાજો થાય છે. આમ, વ્યવહારમાં પણ શક્તિના ભેદથી શ્રુતિમાં ભેદ જણાય છે તે જ પ્રમાણે અહીં પણ મનોયોગ, કાયયોગ અને વચનયોગમાં જુદાં જુદાં કર્તાવિશેષથી ભેદ થવાથી પ્રયત્નોમાં ભેદ થાય છે અને આ પ્રયત્નોના ભેદથી શ્રુતિનો પણ ભેદ થાય છે. આમ દરેક વર્ણમાં શ્રુતિભેદ થવાનું કારણ કાળ, કરણ, પ્રાણવડે કરાયેલ પ્રયત્નના ભેદો છે.
(शन्या०) ननु तथाऽप्यवर्णस्य स्वसंज्ञा न प्राप्नोति, आस्याद् बाह्यं हि तस्य स्थानं काकलकादधस्तादुपजत्रुरूपम्, (कण्ठस्याधोभागस्थितयोरस्न्थोः जत्रु) नैवम्-सर्वमुखस्थानत्वात्, सर्वमेव मुखमवर्णनिष्पत्तौ व्याप्रियते इति नाऽस्य बाह्यस्थानता ।
અનુવાદ - પૂર્વપક્ષ - આમ છતાં પણ અવની સ્વસંજ્ઞા પ્રાપ્ત થતી નથી કારણ કે મવર્ગનું સ્થાન મુખની બહાર છે, જે કંઠની નીચે રહેલ બે હાંડકાની પાંસળી સ્વરૂપ છે. તેને ઉપજત્રુ