________________
૧૮૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ જેટલા જેટલા સંબંધી શબ્દો છે તે તે હંમેશાં અપેક્ષા સહિત જ વર્તે છે. ગુરુ શબ્દ કોઈકની સાથે સંબંધવાળો જ હોય છે. જો શિષ્ય વિદ્યમાન ન હોય તો ગુરુ શબ્દ સંભવિત થઈ શકતો નથી. તે જ પ્રમાણે દાસ શબ્દ પણ સંબંધી શબ્દ છે. સ્વામી વિના દાસ શબ્દ પણ સંભવિત થતો નથી. આ શબ્દો જ એવા છે કે જેનો અર્થ અપેક્ષા વગર સંભવિત જ નથી. તે જ પ્રમાણે આ સૂત્રમાં પણ માદ્યદ્વિતીય શબ્દો અપેક્ષા સહિત જ પ્રવર્તે છે. કોઈની પણ અપેક્ષા વગર માદ્ય કે દ્વિતીય શબ્દનો અર્થ જણાઈ શકતો નથી. માટે “સાપેક્ષમ્ મસમર્થ” ન્યાય આવા સ્થાનોમાં પ્રવર્તતો નથી જ. જેમ કે મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે પાંડવો જીત્યા. આ પાંડવોની જીત કૃષ્ણને સાપેક્ષ હતી તો પણ કહેવાયું કે, કૌરવો કરતાં પાંડવો બળવાન હતા. એ જ પ્રમાણે સંબંધી શબ્દોના અર્થો અપેક્ષાવાળા હોવા છતાં પણ સમર્થ કહેવાય છે.
(श०न्या०) प्रत्यासत्तेश्च वगैरेव सा पूर्यते, अत आह-वर्गाणामाद्यद्वितीया वर्णा इति । ननु लाघवार्थं समाहार एव युक्तः यतः *मात्रालाघवमप्युत्सवाय मन्यन्ते वैयाकरणा:* इति। उच्यते-अर्थगौरवाय बहुवचननिर्देशः, अत आह-बहुवचनमिति, अन्यथा कवर्गस्यैव प्रथमद्वितीयाविति सन्दिह्येत ।
અનુવાદ:- અહીં મારી અને દ્વિતીય બંને શબ્દો સાપેક્ષ છે. આથી જિજ્ઞાસા થાય છે કે આ બંને શબ્દો કોની અપેક્ષાએ છે ? એનાં અનુસંધાનમાં “આચાર્ય ભગવંત” જણાવે છે કે સમીપપણાંથી આ અપેક્ષા વગેવડે જ પૂર્ણ કરાય છે. કારણ કે આ સૂત્રની આગળ જ “શ્વો વ:' સૂત્ર આવે છે. આથી પહેલો અને બીજો કોનો લેવો એ જિજ્ઞાસાનાં અનુસંધાનમાં ઉપસ્થિતકૃત લાઘવથી વર્ગોનો પહેલો અને બીજો વર્ણ લઈ શકાશે. માટે જ “આચાર્ય ભગવંતે” બૃહદુવૃત્તિટીકામાં વળાં વાદ્ય-દિતીયા વ: શબ્દો લખ્યાં છે. '
પૂર્વપક્ષ:- વૈયાકરણીઓ માને છે કે સૂત્રમાં જેટલું લાઘવ થાય તે લાઘવ ઉત્સવને માટે થાય છે. આથી લાઘવને માટે સૂત્રમાં સમાહાર જ યોગ્ય હતો છતાં પણ બહુવચનવાળો દ્વન્દ સમાસ કરી માત્રાનું ગૌરવ શા માટે કરાયું છે ?
ઉત્તરપક્ષ:- અર્થનું ગૌરવ કરવા માટે બહુવચનવડે નિર્દેશ કરાયો છે. સારી અને ક્રિતીય દરેક વર્ગનાં લેવાં છે એવો અર્થ જણાવવા માટે જ બહુવચન કર્યું છે. જો બહુવચન ન કર્યું હોત તો પ્રશ્ન થાય કે સ્વર્ગનો જ પ્રથમ અને દ્વિતીય લેવો અથવા તો વ વગેરે વર્ગનો પ્રથમ અને દ્વિતીય લેવો? આ શંકાનાં નિરાકરણ માટે તથા બધાજ વર્ગનાં પહેલા અને બીજા વ્યંજનો લેવા માટે “આચાર્ય ભગવંતે” બહુવચન કર્યું છે. (शन्या०) ननु वर्गमात्रप्रस्तुतत्वात् प्रथमादिविशेषस्यानुपादानात् "शिट्याद्यस्य द्वितीयो